ઓછા પૈસા સાથે વધારે માઈલેજ આપતી આ પાંચ કારોએ મચાવી છે બજારમા ધૂમ, માત્ર 5 લાખમાં જ થઈ શકે તમારી

વધતી જતી મોંઘવારી સાથે દરેક વસ્તુના ભાવ આકાશે પહોચ્યાં છે. આવી સ્થિતિમાં મધ્યમવર્ગી પરિવારને ખુબ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. જ્યારે મધ્યમવર્ગીય કોઈ પણ કુટુંબ કાર ખરીદવાનું વિચારે છે ત્યારે તેના મનમાં ઘણાં પ્રશ્નો પણ થતાં હોય છે. જેની અહીં વાત થઈ રહી છે. મુખ્યત્વે આ ત્રણ પ્રશ્નો મધ્યમવર્ગીય પરિવાર ધ્યાનમાં લેતાં હોય છે. જેમાંથી પહેલું એ કે કારની કિંમત ઓછી હોવી જોઈએ એટલે કે તેમને પરવડે તેટલી અથવા તેમનું જે બજેટ છે તેમાં જ તે ખરીદી શકે. બીજું કાર ખરીદ્યા પછી પેટ્રોલમાં વધારે ખર્ચ ન થાય એટલે કે કાર સારી માઇલેજ આપી શકશે કે શું? વિશે મનમાં સવાલ થતો હોય છે અને ત્રીજી વાત કે કાર દેખાવમાં પણ સારી લાગે એવી હોવી જોઈએ. હવે આ ત્રણેય વાતો પર સારી સાબિત થાય તેવી કારો વિશે અહી તમને માહિતી આપી છે.

image soucre

જો તમે પણ કાર ખરીદવાનું વિચારી રહ્યા છો અને તમારું બજેટ 5 લાખ રૂપિયા સુધીનું છે તો આજે અહીં જે કાર વિશે વાત થઈ રહી છે તે તમારા માટે ઉપયોગી થશે. અહીં તમને તમારા રેન્જની 5 જોરદાર કાર વિશે જણાવીશું. જે તમારાં બજેટમાં ફીટ બેસશે અને ઘણી માઇલેજ પણ આપે છે. આ સાથે મજાની વાત એ છે કે તમારે મોંઘા પેટ્રોલ વિશે પણ વધુ વિચારવાની જરૂર રહેશે નહીં. આ લિસ્ટમાં પહેલું નામ છે મારુતિ અલ્ટો. મારુતિ સુઝુકી અલ્ટો એવી કાર છે કે જે ભારતમાં અત્યાર સુધીમાં સૌથી વધુ વેચાયેલ છે. આ કંપનીની એન્ટ્રી લેવલની હેચબેક કાર છે. વાત કરીએ આ કારની કિંમતની તો તેની એક્સ શોરૂમ કિંમત રૂપિયા 2.99 લાખથી 4.48 લાખ રૂપિયાની વચ્ચે છે. આ કાર અંગે કંપનીનો દાવો છે કે આ કાર પેટ્રોલ એન્જિનમાં 22.5kmpl સુધીની જોરદાર માઇલેજ આપે છે. આ સાથે કંપની સીએનજી કીટ સાથે અલ્ટોનું વેચાણ પણ કરે છે જે 31.59 કિમી / કિગ્રા માઇલેજની સક્ષમતાં ધરાવે છે.

image soucre

આ લિસ્ટમાં બીજુ નામ આવે છે રેનો કવિડનું. રેનો કવિડ તેના સારા દેખાવ અને ઓછી કિંમતને કારણે ભારતીય બજારમાં મજબૂત પકડ બનાવી છે. વાત કરીએ આ કારની પ્રારંભિક કિંમત વિશે તો તે લગભગ રૂપિયા 3.12 લાખથી 5.31 લાખ રૂપિયાની વચ્ચે છે. તેના એન્જિન વિકલ્પોમાં 0.8-લિટર અને 1.0-લિટર શામેલ છે. કંપનીનો દાવો છે કે રેનો કવિડ પ્રતિ લિટર 22.3 કિ.મી.નું માઇલેજ આપવા માટે સક્ષમ છે.

image soucre

આગળ આ લિસ્ટમાં ત્રીજાં નંબર પર નામ આવે છે મારુતિ સુઝુકી એસ પ્રેસો કારનું. મારુતિ સુઝુકી કાર એસ-પ્રેસો ગ્રાહકો દ્વારા ખુબ પસંદ કરવામાં આવી રહી છે. આ કારની કિંમત પણ તમારે બજેટ મુજબ જ છે. મીની એસયુવી એસ-પ્રેસોની પ્રારંભિક કિંમત રૂપિયા 3.70 લાખ છે. આ સાથે વાત કરીએ તેના પેટ્રોલ મોડેલની તો તે તેના એસટીડી અને એલએક્સઆઇ વેરિએન્ટમાં 21.4 કિલોમીટર છે અને વીએક્સઆઈ અને વીએક્સએલ + વેરિએન્ટમાં 21.7 કિલોમીટર પ્રતિ કલાકની માઈલેજ આપે છે. આ સાથે 1.0-લિટર પેટ્રોલ એન્જિન એસ-પ્રેસોમાં ઉપલબ્ધ છે. મારુતિ સુઝુકીનો દાવો છે કે એસ-પ્રેસો સીએનજીનું માઇલેજ 31.2 કિલોગ્રામ પ્રતિ કલાક છે. આ સાથે જ આ કારની સીએનજી મોડેલની પ્રારંભિક કિંમત 4.84 લાખ જાણવાં મળી રહી છે.

image soucre

આ પછી નંબર ચાર પર હ્યુન્ડાઇ સેન્ટ્રોનું નામ આવે છે. ભારતમાં એન્ટ્રી લેવલ કારનું મોટું બજાર છે. હ્યુન્ડાઇ સેન્ટ્રો પણ એન્ટ્રી લેવલની હેચબેક કાર સેગમેન્ટમાં એક મજબૂત નામ ધરાવે છે. દિલ્હીમાં સેન્ટ્રોની એક્સ શોરૂમ કિંમત રૂ. 4.67 લાખથી લઈને 6.35 લાખની વચ્ચે છે. આ કાર એક લિટર પેટ્રોલમાં 20.3 કિમી સુધીની માઇલેજ આપે છે. જ્યારે સીએનજી સેન્ટ્રો 30.48 માઇલેજ આપવા માટે સક્ષમ છે.

image soucre

આ પછી ટાટા ટિયાગોનું નામ આવે છે. એન્ટ્રી લેવલની હેચબેક કારમાં ટાટા ટિયાગો સૌથી સલામત કાર છે. ટાટા ટિયાગોનું એએમટી ટ્રાન્સમિશન વેરિઅન્ટ 23.84kmpl નું માઇલેજ આપે છે. ટાટા ટિયાગોની કિંમત વિશે વાત કરીએ તો તે 4.85 લાખ રૂપિયાથી 6.84 લાખ રૂપિયા (એક્સ શોરૂમ) છે. આ કાર 9 વેરિએન્ટ XE, XT, XTA, XZA, XZA, XZ +, XZ + DT, XZA + અને XZA + DT માં ઉપલબ્ધ છે. ટાટાએ ટિયાગોને ફક્ત 1.2-લિટર પેટ્રોલ એન્જિન સાથે બજારમાં ખુલી મૂકી છે. આ પાંચે કારને મધ્યમવર્ગીય લોકો ખુબ પસંદ કરી રહ્યાં છે. આ કારની કિંમત અને માઇલેજ તથા દેખાવ બધું આકર્ષક છે જેથી લોકો પસંદ કરી રહ્યાં છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!