મારુતિ લાવી રહી છે અલ્ટો કરતા પણ સસ્તી કાર, જાણી લો કેટલી હોઇ શકે છે કિંમત

મોટાભાગે દરેક નાના કે મોટા પરિવારનું એક એવું સપનું હોય છે કે તેઓની પોતાની એક નાનકડી અથવા મોટી ફેમિલી કાર હોય. પૈસાદાર લોકો તો પોતાની આર્થિક સદ્ધરતાને કારણે પોતાનું સ્વપ્ન પૂરું કરી લે છે પરંતુ વાત મધ્યમ વર્ગની આવે તો તેણે આવી કાર લેવા માટે અમુક મહિનાઓ કે અમુક વર્ષો સુધી તપસ્યા જ કરવી પડે છે.

image source

તેનું એક કારણ એ પણ છે કે મોટાભાગના નાના પરિવારોની આર્થિક સ્થિતિ સારી નથી હોતી અને તેઓ ફક્ત એટલું જ કમાઈ શકે છે જેટલાથી તેમનું અને તેમના પરિવારનું ગુજરાન ચાલે. અમુક પરિવારો તેમાંથી ધીમે ધીમે નાની નાની બચત કરીને એક નિશ્ચિત રકમ એકઠી કરીને જયારે જીવનની પ્રથમ કાર ખરીદે છે ત્યારે તેના ચેહરા પરનો રાજીપો જોઈને આપણને ખબર પડી જાય કે આ કાર માટે તેઓએ કેટલી રાહ જોઈ હશે.

image source

Maruti New Budget Car : મશહૂર કિફાયતી કાર બનાવનારી કંપની ટૂંક સમયમાં જ ભારતીય માર્કેટમાં 4 લાખ રૂપિયાની કિંમત ધરાવતી સસ્તી કાર લોન્ચ કરનાર છે. આમ તો અત્યાર સુધીની સૌથી સસ્તી કાર મારુતિની અલ્ટો છે પરંતુ હવે જો ઉપરોક્ત 4 લાખની કિંમત વાળી કાર કંપની બજારમાં મુકશે તો તે કાર સૌથી સસ્તી કાર તરીકે ઓળખાશે. હવે આ નવી કાર અલ્ટોને રિપ્લેસ કરી દેશે અથવા કંપની અલ્ટોના આગામી વેરિએન્ટને લોન્ચ કરશે.

image source

નોંધનીય છે કે અલ્ટોના ઇન્ટીરિયર્સ હવે જુના થઇ ચુક્યા છે. ત્યારે કંપની ટૂંક સમયમાં જે તેમાં ફેરફાર કરી શકે છે અને સાથે જ એવી વાતો પણ સામે આવી રહી છે કે કંપની કદાચ બજેટ રેન્જમાં વધુ ફીચર્સ ન આપે. પરંતુ એસી વેરિએન્ટમાં ફેરફાર જોવા મળી શકે છે. અલ્ટો સંપૂર્ણ નવા લુક સાથે ભારતીય બજારમાં આવી શકે છે. મારુતિની નવી કારની કિંમત 4 લાખ રૂપિયા સુધીના બજેટમાં હોઈ શકે છે અને તેમાં નવી ડિઝાઇન અને ફિટમેન્ટ્સ પણ જોવા મળી શકે છે.

નોંધનીય છે કે મારુતિ હવે પોતાની બધી નવી કાર Heartect પ્લેટફોર્મ પર શિફ્ટ કરી ચુકી છે. ત્યારે મારુતિની નવી કાર અલ્ટોને Spresso પ્લેટટફોર્મ પર નિર્માણ કરવામાં આવી શકે છે. એવી પણ આશંકા સેવાઈ રહી છે કે આ ગાડી 1000 cc ની હશે. આ નવી કર્ણ ફીચર્સની વાત કરીએ તો મારુતિની આ નવી કારનાં ટોપ વેરિએન્ટમાં પાવર વિન્ડો જોવા મળી શકે છે. જયારે કારની અંદર ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર પણ જોવા મળી શકે છે. સાથે જ કારમાં એન્ડ્રોઇડ ઓટો અને એપ્પલ કાર પ્લેની સુવિધા પણ મળી શકે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!