મશરૂમ કોર્ન મિક્સ વેજીટેબલ – મકાઈની સીઝનમાં એકવાર તો આ શાક જરૂર બનાવજો ઘરમાં બધાને પસંદ આવશે..

કેમ છો ફ્રેંડસ . ..

અત્યારે મકાઇ ની સિઝન મસ્ત ચાલી રહી છે આપણે તેમાંથી ચેવડો ,શાક બધું બનાવતા જ હોય છે… પણ આજે હું તમને મકાઇ સાથે મશરૂમ નું કોમિનિશન વારુ શાક બતાવાની છું.. આપણે મશરૂમ નો ઉપયોગ બઉ કરતા નથી હોતા પણ તેના ખુપ જ ફાયદા છે તો આજે કોર્ન મશરૂમ અને સાથે વેજિટેબલ ઉમેરી એક મસ્ત ટેસ્ટી શાક બનાવીશું..અને સાથે તેમાં ફાયદા પણ જાણીશું…

તો જાણી લો તેના માટે ની સામગ્રી :-

“મશરૂમ કોર્ન મિક્સ વેજીટેબલ”

  • ૧ પેકેટ – મશરૂમ
  • ૧ વાટકી – વટાણા
  • ૧ વાટકી – મકાઈ ના દાણા
  • ૧ બટેટો – સમારેલો
  • ૧ નાની વાટકી – ડુંગળી અને કોપરાની પેસ્ટ
  • ૧ ડુંગળી – ઝીણી સમારેલી
  • ૧ ટામેટો – સમારેલો
  • તેલ અને બટર – વઘાર માટે
  • ૨ ચમચી – લીલું કોપરું
  • ૨ ચમચી – લાલ મરચું પાવડર
  • ૧ ચમચી – હળદર
  • ૧ ચમચી – ગરમ મસાલો
  • અર્ધી ચમચી – જીરું
  • અર્ધી ચમચી – રાઈ
  • ચપટી – હિંગ
  • લીલા ધાણા – ગાર્નિશીંગ માટે
  • મીઠું – સ્વાદાનુસાર

રીત :-

મકાઈ ના દાણા, વટાણા ,મશરૂમ ,અને બટાટા ઝીણા સમારી અને ધોઈ ને રાખવા.

હવે કઢાઈ માં ૧ ચમચી બટર અને ૧ ચમચી તેલ ગરમ રાખવું.તેમાં જીરું ,રાઈ, હિંગ ,લીમડો ,ડુંગડી અને ટામેટો નાખી સરખું શેકી લેવું.

હવે તેમાં ડુંગડી અને કોપરાની પેસ્ટ અને ગરમ મસાલો નાખી સરખું શેકી લેવું.

હવે તેમાં મશરૂમ , વટાણા, બટાટા નાખી મરચું ,હળદર, મીઠું નાખી જોઈતા પ્રમાણ માં પાણી ઉમેરવું.

હવે થોડું ઉકાળી ઉપર કોથમીર થી ગાર્નિશ કરી સબ્જી સર્વ કરવું…

આ શાક તમે પરોઠા ,રોટલી ,ભાકરી સાથે પીરસી શકો છો…

મશરૂમ ખુબ ગુણકારી હોય છે. મશરૂમ થોડા મોંઘા હોય છે પણ સ્વાસ્થ્ય માટે એટલા લાભદાયી પણ હોય છે. તેથી જ ઘણીવખત ડૉક્ટર્સ પણ મશરૂમનું શાક ખાવાની સલાહ આપે છે. તેમાં લાઈસિન નામના એમિનો એસિડ વધારે હોય છે, જે શરીરને અનેક પ્રકારના ચેપથી બચાવે છે.

ડાયાબિટીઝના દર્દીઓને મશરૂમથી

ખાસ્સો લાભ થાય છે. તેમાં વિટામિન, મિનરલ અને ફાઈબર ભરપૂર પ્રમાણમાં હોય છે. તેમજ ફેટ, કાર્બોહાઈડ્રેટ અને શુગરનું પ્રમાણ ના બરાબર હોય છે. તેથી જ ડાયાબિટીસવાળા લોકો મશરૂમ ખાય તો તેમને વધારે લાભ થાય છે. એ જ રીતે જેમનામાં હીમોગ્લોબિન બહુ ઓછુ હોય તેમને પણ મશરૂમથી લાભ થાય છે. તેમાં તકલીફ હોય તેવા લોકો મશરૂમનું સેવન કરીને બ્લડપ્રેશરને નિયંત્રણમાં રાખી શકે છે. એટલું જ નહીં કબજિયાત અને એસિડિટી જેવી પેટની તકલીફોથી મુક્તિ મળે છે. વજન ઘટાડવા ઇચ્છતા લોકોને પણ મશરૂમથી ફાયદો થાય છે.

રસોઈની રાણી : નેહા આર. ઠક્કર

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.