હાઈકોર્ટે સરકારને આપ્યું કડક સૂચન, માસ્ક પહેર્યા વગર ફરતાં લોકો પાસેથી દંડ તો લો જ, પણ સાથે સાથે….

ગુજરાતમાં દિવાળી બાદ કોરોના માતેલા સાંઢની જેમ વધી રહ્યો છે. રોજ નવા નવા રેકોર્ડ થઈ રહ્યા છે. ત્યારે સરકાર પણ જરૂરી પલગા લઈ રહી છે અને લોકોને કહી રહી છે કે માસ્ક જ વેક્સિન છે, જો કે આટલું કહેવા છતાં લોકો હજુ પણ માસ્ક પહેરતા નથી. ત્યારે હવે ગુજરાતમાં વધી રહેલા કોરોનાના કેસો અંગે હાઈકોર્ટે ચિંતા વ્યક્ત કરી છે.

image source

હાઈકોર્ટે રાજ્ય સરકારને સંક્રમણને રોકવા માટે કડક પગલાં લેવા માટે આદેશ કર્યો છે. હાઈકોર્ટે કોરોનાની ગંભીર પરિસ્થિતિમાં માસ્ક વિના ફરતા લોકો સામે લાલઆંખ કરી સરકારને સૂચન કર્યું હતું કે માસ્ક વિનાના લોકો પાસેથી દંડની સાથે 8 દિવસ કોવિડ સેન્ટરમાં કામ કરાવો.

image source

સાથે જ હાઈકોર્ટ દ્વારા કડક શબ્દોમાં કહેવામાં આવ્યું છે કે,સરકાર આ મુદ્દે વિચાર કરે અને આગામી મુદત સમયે પોતાનો જવાબ રજુ કરે. હવે ગુજરાતમાં દરરોજ 1500થી વધુ કેસ નોંધાય છે. એમા પણ આજે તો 1600 ઉપર નોંધાયા છે. જેમાં સૌપ્રથમવાર 21 નવેમ્બરે 1515 કેસ નોંધાયા હતા. ત્યાર બાદ 24 નવેમ્બરે 1510 અને 25મી નવેમ્બરના રોજ 1540 અને 26 નવેમ્બરે 1560 કેસ નોંધાયા અને 27 નવેમ્બરે તો 1600નો આંક વટાવીને 1607 કેસ નોંધાયા છે.

image source

ઉલ્લેખનીય છે કે હાલમાં ગુજરાતમાં કોરોના મહામારીની સ્થિતિ ચિંતાજનક સ્તરે પહોંચી ગઇ છે. કોરોના વાયરસના દૈનિક નોંધાતા કેસની સંખ્યામાં ભયંકર વધારો થયો છે. ગુજરાતમાં કોરોનાના વિસ્ફોટ શરૂ થયો છે. રોજે રોજ દૈનિક કેસના નવા વિક્રમો સર્જાઈ રહ્યાં છે. આજે કોરોનાનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં આજે 1607 પોઝિટિવ કેસ આવ્યા છે.

image source

ગુજરાતમાં કોવિડ-19ના કુલ કેસોની સંખ્યા વધીને 205116એ પહોંચી છે. જ્યારે રાજ્યમાં વધુ 16 દર્દીઓએ દમ તોડતા ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 3938એ પહોંચ્યો છે. જ્યારે 1388 લોકોએ છેલ્લા 24 કલાકમાં કોરોનાને મ્હાત આપી છે. જોકે ગુજરાતમાં સાજા થવાનો દર ધીરે ધીરે ઘટી રહ્યો છે અને 90.90 ટકાએ પહોંચ્યો છે. ત્યાં જ આજે રાજ્યમાં 69,283 ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

image source

કોરોનાના જિલ્લા પ્રમાણે કેસની વાત કરીએ તો, અમદાવાદ કોર્પોરેશન 325, સુરત કોર્પોરેશન 238, વડોદરા કોર્પોરેશન 127, રાજકોટ કોર્પોરેશન 95, સુરત 61, બનાસકાંઠા 51, પાટણ 49, રાજકોટ 44, મહેસાણા 43, વડોદરા 40, આણંદ 37, ગાંધીનગર 35, જામનગર કોર્પોરેશન 35, ખેડા 35, ભરૂચ 32, પંચમહાલ 32, ગાંધીનગર કોર્પોરેશન 31, અમદાવાદ 28, સુરેન્દ્રનગર 27, ભાવનગર કોર્પોરેશન 25, અમરેલી 23, સાબરકાંઠા 23, દાહોદ 19, મહીસાગર 18, મોરબી 16, ગીર સોમનાથ 15, કચ્છ 15, નર્મદા 14, જુનાગઢ કોર્પોરેશન 12, જુનાગઢ 11, બોટાદ 9, જામનગર 8, નવસારી 8, વલસાડ 6, દેવભૂમિ દ્વારકા 5, અરવલ્લી 4, છોટા ઉદેપુર 4, ડાંગ 3, પોરબંદર 2, ભાવનગર 1, તાપી 1 કેસ સામે આવ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત