કેમ ક્યારેય તમારું માસ્ક અન્ય વ્યક્તિને પહેરવા ન આપવું જોઈએ?તેનાથી થઇ શકે છે મ્યુકર માઇકોસિસ

પરિવારના સભ્યો અને મિત્રો સાથે વસ્તુઓ શેર કરવી સામાન્ય છે. ફૂડથી લઈને કપડા, કોસ્મેટિકથી લઈને ગેજેટ્સ સુધી. જરૂર પડે ત્યારે આપણે પરિવારના સભ્યો અને મિત્રોની વસ્તુ વાપરતા અચકાતા નથી. વધુમાં આપણને તેમ કરવામાં કંઈ ખરાબ પણ લાગતું નથી. જ્યારે માસ્કની વાત આવે છે ત્યારે પણ આવું જોવા મળે છે.

image source

ઘણા લોકો કે જેઓ એક જ ઘરમાં રહે છે તેઓ એકબીજાનું વોશ કરેલું માસ્ક વાપરવામાં ખચકાટ અનુભવતા નથી. જો કે, એક્સપર્ટ્સનું કહેવું છે કે, આમ કરવું યોગ્ય નથી. બ્લેક ફંગસ, જે મ્યુકર માઇકોસિસ છે, એક ખૂબ જ અલગ પરંતુ જીવલેણ ચેપ છે. આ મ્યુકોર મોલ્ડના સંપર્કને કારણે થાય છે. બ્લેક ફંગસ સાઇનસને અસર કરી શકે છે, મગજ અને ફેફસાં તેનાથી પ્રભાવિત થઈ શકે છે.

image source

જે લોકોની પ્રતિકારક શક્તિ ઓછી છે, તે તેમના માટે જીવલેણ બની શકે છે. જો કે, આ રોગ COVID-19 જેટલો ચેપી નથી. બ્લેક ફંગસની સારવાર અને ઉપચારની પ્રક્રિયામાં ઘણા નિષ્ણાત ડોકટરો મળીને multi-disciplinary approach જરૂરી છે. કોવિડ -19 સામે રક્ષણ માટે યોગ્ય માસ્ક પહેરવું જરૂરી છે, પરંતુ બેદરકારી જીવલેણ બ્લેક ફંગસના વિકાસની શક્યતામાં વધારો કરી શકે છે.

જ્યારે કોઈ વ્યક્તિ બોલે છે, ત્યારે માસ્ક પહેરીને મોંમાંથી નીકળતી વરાળ માસ્કને ભેજ વાળું કરે છે અને શ્વાસની ગરમીને લીધે, તે ફંગસના વિકાસ માટે યોગ્ય સ્થળ બની જાય છે. તેથી લાંબા સમય સુધી સમાન માસ્ક પહેરવા એ બ્લેક ફંગસના વિકાસ માટે સલામત સ્થાન બનશે. વ્યક્તિ બ્લેક ફંગસના મોલ્ડમાં શ્વાસ લેશે. માઇક્રોબાયોલોજિસ્ટ્સ દાવો કરે છે કે બ્લેક ફંગસ ભીના હવામાનમાં અને 25 થી 35 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં ખીલે છે.

image source

સલામતીનાં પગલાં

 • • એન્ટિસેપ્ટિક લોશનથી નિયમિતપણે માસ્ક ધોવા.
 • • ફૂગને મારવામાં સૂર્ય કિરણો શ્રેષ્ઠ છે, માસ્કને કેટલાક કલાકો સુધી તડકામાં રાખો.
 • • કપડાના માસ્ક પહેરવાનું ટાળો કારણ કે તે ભીના રહે છે અને લાંબા સમય સુધી ધૂળના કણો રોકી રાખે છે.
 • • વારંવાર માસ્કને સ્પર્શ કરશો નહીં.
 • • પાણી પીતી વખતે, ખાતરી કરો કે માસ્ક ભીનું નથી.
 • • ઉધરસના દર્દીઓએ દર છ કલ્લાક પેહલા નિયમિતપણે તેમના માસ્ક બદલવા જોઈએ.
image source

સલામત માસ્કની વેરાઈટી

 • એન -95: 0.12 માઇક્રોન માસ્ક સલામત છે કારણ કે તે ધૂળ અને બ્લેક ફંગસથી સુરક્ષિત રાખે છે.
 • સર્જિકલ માસ્ક: તે ત્રણ પરતનું બનેલું છે, તે સસ્તું છે અને વાયરસ, બેક્ટેરિયા અને ફૂગથી 80 ટકા જેટલું રક્ષણ આપે છે.
 • એફએફપી માસ્ક: તે ઘણી વેરાઈટીમાં ઉપલબ્ધ છે. તે 85 ટકા સુધીનું રક્ષણ કરે છે.
 • કાર્બન માસ્ક: જોકે, તે ગંધથી બચાવે છે પરંતુ વાયરસથી માત્ર 10 ટકા અને ફૂગથી 50 ટકા.
 • કપડાનું માસ્ક: નિષ્ણાતો આ માસ્ક ટાળવાની ભલામણ કરે છે.
 • સ્પોન્જ માસ્ક: આ ખૂબ જોખમી છે. આ બ્લેક ફંગસ માટે સારી જગ્યા બની શકે છે. તે વાયરસ અથવા ધૂળ સામે બિન-રક્ષણાત્મક છે.
 • ડોક્ટરની સલાહ: માસ્કને દરરોજ ડિસઇન્ફેકટ કરવું જોઈએ, યોગ્ય માસ્કના આદેશનું પાલન કરવું જોઈએ અને વ્યક્તિગત સ્વચ્છતા જાળવવી જોઈએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *