Site icon News Gujarat

માસ્ક ન પહેરનારા હજુ પણ ચેતી જજો, આ વિસ્તારમાં પોલીસે લોકોને મુરઘા બનાવીને ચલાવ્યા, વીડિયો વાયરલ

મહારાષ્ટ્રમાં કોરોના કેસ સતત વધી રહ્યા છે. મુંબઈ, પુણા જેવા શહેરોમાં કોરોનાના વધતા જતા કેસોને કારણે પ્રતિબંધો પણ વધારવામાં આવ્યા છે. આ દરમિયાન મુંબઈમાં માસ્ક ન પહેરવાને કારણે મુંબઈ પોલીસે લોકોને કડક સજા કરી હતી. એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક ટ્વિટર યુઝરે દાવો કર્યો છે કે મુંબઇમાં યુવકોને માસ્ક ન પહેરતા તેને મુરઘા બનાવવામાં આવ્યા હતા.

મુંબઇ પોલીસે મંગળવારે જણાવ્યું હતું કે દક્ષિણ મુંબઈના મરીન ડ્રાઇવમાં દરિયામાં પ્રવેશવાના પ્રયાસ માટે ઓછામાં ઓછા પાંચ લોકોને સજા કરવામાં આવી હતી અને “મુરઘા વોક” કરવામાં આવ્યા હતા. એક અધિકારીએ જણાવ્યું હતું કે આ ઘટના સોમવારે બપોરે દરિયા કિનારે બની હતી, જ્યાં માણસોના ગૃપે પાણીમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો.

તેમણે જણાવ્યું હતું કે દરિયા કિનારે ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓની ટીમે તેમને શિક્ષા રૂપે આવી વસ્તુ કરવાનું કહ્યું હતું. સુરક્ષાની ચેતવણી આપ્યા બાદ આ માણસોને ત્યાંથી છોડી દેવામાં આવ્યા હતા. હવે આ ઘટનાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે સોશિયલ મીડિયા પર, જેમાં એવું કહેવામાં આવ્યું હતું કે આ પુરુષોએ માસ્ક ન પહેરવા બદલ સજા આપવામાં આવી હતી. ટ્વિટર પર આ વીડિયોનો જવાબ આપતા મુંબઇ પોલીસે તેના ઓફિશિયલ હેન્ડલ દ્વારા કહ્યું, “દરેક ઉલ્લંઘન પર કાર્યવાહી કરવાની કાનૂની જોગવાઈ છે અને તે એક માત્ર દંડાત્મક કાર્યવાહી છે.

આ સાથે જ જો હાલની વાત કરીએ તો ગુજરાતમાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ગાંધીનગરમાં કોરોના વકરી રહ્યો છે અને ખાસ નિયમો પાળવાની જરૂર છે, ગુજરાતમાં આજે કોરોનાના અત્યાર સુધીના સૌથી હાઈએસ્ટે આંકડાઓ સામે આવ્યા હોવાના અહેવાલ મળી રહ્યા છે. રાજ્યમાં હવે ખતરાની ઘંટડી વાગી ગઈ છે.

કોરોના વાયરસનો નવો સ્ટેઈન ખુબ જ ખતરનાક અને ઘાતક સાબિત થઈ રહ્યો છે. ગુજરાતમાં આજે કોવિડ 19ના સૌથી વધુ અને નવા 2360 પોઝિટિવ કેસ સામે આવતા હડકંપ મચી ગઈ છે. કોરોનાના વધતા આંકડાઓને જોતા તંત્ર અને સરકાર દોડતી થઈ ગઈ છે, વધેલા કેસની સામે આજે રાજ્યમાં 2004 દર્દીઓ હોસ્પિટલમાં ડિસ્ચાર્જ થઈને ઘરે પહોંચ્યા છે.

ગુજરાતમાં અત્યાર સુધીમાં 2,90,569 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી દીધી છે. કોરોનામાંથી સાજા થવાનો રેસિયો ગુજરાતમાં 94.43 ટકા નોંધાયો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version