માસ્ક ના પહેરાનારા લોકો માટે ગુજરાત હાઇકોર્ટે લીધો આ મોટો નિર્ણય, જાણો બીજી વાર કેટલા રૂપિયા ભરવો પડશે દંડ

વર્તમાન સમયમાં સતત કોરોના વાયરસના વધતા કેસ વચ્ચે રાજ્યભરમાં લાપરવાહી જોવા મળી રહી છે. આ લાપરવાહીને જોતા હાઈકોર્ટ દ્વારા આકરા પગલા ભરવા અંગે સૂચવવામાં આવ્યું છે. ગુજરાત હાઈ કોર્ટે પોતાના નિર્દેશમાં સ્પષ્ટ પણે ઓછા ટેસ્ટ થવા બાબતે સરકારની ઝાટકણી કાઢવા ઉપરાંત જાહેરમાં માસ્ક ન પહેરનાર સામે દંડની રકમ વધારવા અંગે સ્પષ્ટ સુચન કર્યું છે. આ સિવાય કોર્ટે આ મહામારી રોકવાને સહિયારી જવાબદારી ગણાવી છે.

કોરોના વાયરસનું અસલી ચિત્ર રજુ કરવા આદેશ

image source

કોરોના મહામારીના મુદ્દે હાઇકોર્ટમાં ચાલી રહેલી સુઓમોટો કાર્યવાહીમાં ચીફ જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ જે.બી. પારડીવાલાની ખંડપીઠે ટેસ્ટિંગ મુદ્દે સરકારની ઝાટકણી કાઢી છે. કોર્ટેની ખંડપીઠે આદેશમાં ગંભીર રીતે આ વાતની નોંધ લીધી છે કે, ‘કોરોનાની મહામારીને અટકાવવા માટે ટેસ્ટિંગ સૌથી અગત્યના છે. ICMR, WHO, સ્વાસ્થ્ય મંત્રાલય અને દુનિયાભરના દેશો વધુમાં વધુ ટેસ્ટિંગ કરાવવા પર હાલના તબક્કે ભાર આપી રહ્યા છે અને વૈશ્વિક સ્તરે પણ મહત્તમ ટેસ્ટ કરવાની બાબત જ કેન્દ્રસ્થાને ગણાઈ રહી છે. ત્યારે ગુજરાત સૌથી નીચલા ક્રમે કેમ? જો કે આ અંગે સરકાર કોઈ સ્પષ્ટ જવાબ રજુ કરી શકી નથી. આ અંગે કોર્ટે સમગ્ર રાજ્યમાં એક અઠવાડિયું રેન્ડમ ટેસ્ટ કરીને કોરોના વાયરસનું અસલી ચિત્ર રજુ કરવા આદેશ કર્યો છે.

સંક્રમણને રોકવા સરકારે નક્કર કદમ ઉઠાવવા જોઈએ

image source

હાઇકોર્ટ દ્વારા ટેસ્ટીંગ બાબતે સરકારની દલીલ મુજબ ‘ટેસ્ટમાં ૭૦ ટકા જ સચોટ પરિણામ હોય છે, પરિણામે ટેસ્ટ ઓછા કરવામાં આવ્યા છે‘ ને નકારી કાઢતા જણાવ્યું છે કે સમગ્ર વિશ્વ જયારે વધારે ટેસ્ટ પર ભાર આપી રહ્યું છે ત્યારે રાજ્ય સરકારે આ મુદ્દે નિષ્ણાતોની મદદ લઈને યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ. સતત વધતા કોરોના વાયરસના સંક્રમણને રોકવા સરકારે નક્કર કદમ ઉઠાવવા જોઈએ. આ આદેશમાં કોર્ટે કોરોનાનું વાસ્તવિક દ્રશ્ય નિર્ધારી સમયમાં કોર્ટ સમક્ષ પ્રસ્તુત કરવા આદેશ પણ કર્યો છે.

જાહેરમાં માસ્ક ન પહેરવા પર ૧૦૦૦ અને ૫૦૦૦ દંડ

image source

કોરોના વાયરસ સબંધિત જાહેર હિતની અરજી અંતર્ગત સુનાવણી કરતા હાઈકોર્ટે આજે મહત્વના આદેશ કર્યા છે. આ નિર્ણયોમાં કોર્ટે કહ્યું છે કે કોરોનાની સ્થિતિ હજુ પણ ભયજનક સ્થિતિમાં જોવા મળી રહી છે. જો કે બધા જાણે છે કે કોરોનાને રોકવો એ કોઈ એક વ્યક્તિનું કામ નથી પણ સૌ કોઈની ફરજ છે. અમને લાગે છે કે લોકોને ૨૦૦ કે ૫૦૦ જેટલા નજીવા દંડથી હજુ પણ કોઈ ફરક પડી રહ્યો નથી. પરિણામે હવે સરકાર અને કોર્પોરેશને માસ્ક ન પહેરનાર સામે પ્રથમવાર ૧૦૦૦ અને ત્યારબાદ ૫૦૦૦ સુધીનો દંડ વસૂલવો જોઈએ. જો કે માસ્ક ન પહેરવાની ભૂલ પર દંડની રકમ વધવી જોઈએ. ઉલ્લેખનીય છે કે હાઈકોર્ટના આ આદેશ પહેલા હાલમાં જ રાજ્ય સરકાર દ્વારા ૨૮ જુલાઈના દિવસે માસ્ક ન પહેરવા પર દંડની રકમ ૫૦૦ કરી દીધી છે. આ નિર્ણય ૧ ઓગસ્ટથી લાગુ પણ કરી દેવામાં આવ્યો છે.

જાહેરમાં માસ્ક ન પહેરવા પર ક્યાં કેટલો દંડ

image source

ઉલ્લેખનીય છે કે દરેક રાજ્યમાં જાહેરમાં માસ્ક ન પહેરવાને લઈને અલગ અલગ દંડ જોવા મળી રહ્યા છે. ત્યારે અમે આપને જણાવીએ કે ગુજરાત એમાં કેટલું પાછળ છે. આ દંડમાં ઝારખંડમાં ૧ લાખ રૂપિયાનો દંડ છે. કેરળમાં આ દંડ ૨૦૦૦ થી લઈને ૧૦૦૦૦ સુધી છે. દિલ્લી અને મહારાષ્ટ્રમાં આ દળની રકમ ૫૦૦ રૂપિયાથી ૧૦૦૦ સુધી છે. ગુજરતમાં ૫૦૦ રૂપિયા તેમજ પશ્ચિમ બંગાળમાં આ રકમ માત્ર ૫૦ રૂપિયા છે.

રાજસ્થાન હોસ્પીટલના દંડની રીકવરી બદલ ફટકાર

image source

ઉલ્લેખનીય છે કે જ્યારે રાજસ્થાન હોસ્પિટલની બેદરકારીથી દર્દીના મોતના મામલે તંત્રની કામગીરીમાં જોવા મળેલી આ બેદરકારીથી કોર્ટે અસંતોષ વ્યક્ત કર્યો છે. કોર્ડ દ્વારા સવાલ આ અંગે સવાલ કરવામાં આવ્યો છે કે, રાજસ્થાન હોસ્પીટલની બેદરકારી બદલ એમને રૂ. 77 લાખનો દંડ કરવામાં આવ્યો છે, તો પછી આ દંડની રકમ હજુ સુધી કેમ વસુલવામાં આવી નથી. તેમજ જો આ રકમની રીકવરી થઇ નથી તો આ અંગે શા માટે કોઈ પોલીસ ફરિયાદ જોવા નથી મળી રહી. કોર્ટે ઉમેર્યું કે રાજ્ય સરકાર આ અત્યંત કમનસીબ ઘટનાને ગંભીરતાથી લઈને રિપોર્ટ આપે.

સુરત સ્થિતિ માટે પણ તંત્રની ઉદાસીનતા જવાબદાર

image source

કોરોના વાયરસ સ્થિતિને ધ્યાનમાં લઈને આ અંગેની સુઓમોટોમાં હાઈકોર્ટે સુરતની ખરાબથી પણ ખરાબ થતી જઈ રહેલી પરિસ્થિતિ માટે તંત્રની ઉદાસીનતાને જવાબદાર ગણાવી છે. આ ઉપરાંત ખરેખર કામગીરી થઇ રહી છે કે કેમ, એ જાણવા માટે કોર્ટ દ્વારા સુરત અને દક્ષિણ ગુજરાતના ગ્રામ્ય વિસ્તારો માટે સરકારે કયા કયા પગલા લીધા છે અને શું કરી રહી છે, એ અંગેનો વિસ્તૃત રિપોર્ટ કોર્ટમાં રજૂ કરવા માટે આદેશ કરવામાં આવ્યો છે.

સરકાર બ્રાઉની પોઈન્ટ જીતવાના ચક્કરમાં ન પડે : કોર્ટ

image source

વર્તમાન સમયમાં કોરોનાની ગંભીર સ્થિતિને જોતા કોટે સરકારને જણાવ્યું છે કે, ‘સરકાર હાલના સમયે બીજું બધું ભૂલી જઈને માત્રને માત્ર નાગરિકોના જીવનની સુરક્ષા અંગે જ વિચારે. આવા તબક્કે દરેકને રાજી રાખવું કદાચ અશક્ય છે, પરંતુ સત્ય કડવું લાગે તેમ છતાંય બોલવું જ પડશે. તેથી સરકારે બધું ભૂલીને લોકોની સ્વાસ્થ્ય અને સુખાકારીને પ્રાથમિકતા આપવી પડે. વધુમાં કોર્ટે કહ્યું કે સરકારે આકરા નિર્ણયો પણ લેવા જ પડશે, કાર્યવાહી પણ કરવી જ પડશે. સરકારના આકરા નિર્ણયોની ટીકા શક્ય તો છે, પણ અંતમાં તો પ્રજાનું હિત જ સૌથી ઉપર છે. આ માર્ગ જરૂર અઘરો છે પણ માન અને પ્રતિષ્ઠાથી ભરેલો છે. આવા મુશ્કેલ સમયે લોકોને ખુશ રાખી બ્રાઉની પોઇન્ટ્સ જીતવું એ શરમજનક જ નહીં પણ રાજ્ય માટે અત્યંત જોખમી પણ છે.

લાપરવાહી થશે તો સ્વાસ્થ્ય માળખું કડડભૂસ થઇ જશે

image source

હાઈકોર્ટે સરકારને પ્રજાને સારા લાગે એવા નોર્ણયો પરથી પ્રજા હિતના નિર્ણયો લેવા જણાવ્યું છે. આં અંગે કોર્ટે કહ્યું છે કે લોકોની ભાવના સાચવવા ધાર્મિક અને સામાજિક સમારોહને મંજુરી આપવામાં આવશે તો કોરોનાનું સતત કોમ્યુનિટી ટ્રાન્સમિશન થશે અને હજારો લોકો સંક્રમિત થશે. આમ થવાથી નુકશાન વધશે, આપણે દવાઓ અને સારવાર માટે ક્યાં જઈશું? શું આપણી પાસે પુરતી દવાઓ છે? પથારીઓ છે? તબીબો છે? આમને આમ કેસ વધશે તો જાનહાની સાથે આપણું તબીબી માળખું પણ કડડભૂસ થઇ જશે. અને પરિણામે અતિ વિકરાળ નુકશાન થશે. અનેક જીવ ગુમાવવા પડી શકે છે જેની ભરપાઈ અશક્ય બની જશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત