આ તે કેવી હરકત, જીવતી માતાને દિકરા કરી દીધી દફન, વાંચો પૂરી ઘટના વિશે તમે પણ
જીવિત મહિલાને કરાઈ દફન

ત્રણ દિવસ પછી મહિલાને આ રીતે જીવિત મળવાની ખબર સાંભળીને દરેક વ્યક્તિ હેરાન છે….
ચીનથી શરુ થયલ નોવેલ કોરોના વાયરસનો આતંકનો સિલસિલો અટકતો જોવા નથી મળી રહ્યો. અત્યાર સુધીના આંકડાઓ મુજબ કોરોના વાયરસ દુનિયાના અલગ અલગ દેશોમાં અંદાજીત ૪૦ લાખ જેટલા લોકોને સંક્રમિત કરી દીધા છે. ત્યાંજ, ૨.૫ લાખથી વધારે વ્યક્તિઓએ આ કોરોના વાયરસના કારણે પોતાનો જીવ પણ ગુમાવી દીધો છે. કોરોના વાયરસની મહામારીની વચ્ચે ચીનથી હવે એક અન્ય હેરાન કરી દેનાર ખબર આવી છે. ચીનમાં એક દીકરાએ પોતાની જ માતાને કબરમાં દફન કરી દીધી અને ત્રણ દિવસ પછી જયારે લોકોએ આ મહિલાને કબર માંથી બહાર કાઢવામાં આવી તો તે જીવિત મળી.

ત્રણ દિવસ સુધી ઘરે પરત ના ફરી મહિલા તો દીકરા પર થયો શક.
આ દિલ દેહલાવનાર મામલો ચીનના ઉત્તરી વિસ્તારનો છે, જ્યાં એક વ્યક્તિએ માં-દીકરાના સંબંધને જ શર્મસાર કરી દીધો. આરોપીની પત્ની પોલીસને આ વિષે જાણકારી આપતા જણાવ્યું છે કે, ગત ૨ મેના રોજ તેમના પતિ એક લારી પર પોતાની માતાને બેસાડીને ક્યાંક લઈ ગયા હતા. જયારે ત્રણ દિવસ સુધી તેઓ ઘરે પરત ના આવ્યા તો આસપાસ શોધ કર્યા પછી આ બાબતની સુચના પોલીસને આપી દેવામાં આવી. પોલીસએ તપાસ શરુ કરી અને શકની સોઈ ગુમનામ મહિલાના દીકરા પર આવીને અટકી, ત્યાર પછી પોલીસે તેને હિરાસતમાં લઈ લીધો.
શું છે આખો મામલો.?

‘ચાઈના ડેલી’ની રીપોર્ટ મુજબ, આરોપી વ્યક્તિની માતા આંશિક રીતે લકવાગ્રસ્ત હતી અને આના કારણ થી તેઓ પોતાની માતાથી હેરાન થઈ ગયા હતા. વ્યક્તિ પોતાની માતાને બહાનું બનાવીને ઘરેથી દુર લઈને ગયા અને એક ખુલ્લી કબરમાં તેને દફન કરીને ઘરે આવી ગયા. જો કે, આ દરમિયાન મહિલા જીવિત રહી અને મદદ માટે બુમ પાડતી રહી. મહિલાને બચાવનાર લોકોનું કહેવું છે કે, તેઓ એટલા બધા ભયભીત હતા કે કબર માંથી કાઢી લીધા પછી પણ ઘણા સમય સુધી તેઓ મદદ માટે બુમો પાડી રહી હતી. મહિલા ખુબ જ શોકમાં છે. પોલીસએ તે વ્યક્તિને હત્યા કરવાના પ્રયત્નના આરોપમાં ગિરફ્તાર કરી લીધા છે અને આ મામલાની તપાસ કરી રહી છે.
ઇક્વાડોરમાં પણ સામે આવ્યો હતો આવો જ મામલો.

આપને જણાવી દઈએ કે છેલ્લા કેટલાક દિવસોમાં એક્વાડોરમાં પણ એક આવો જ મામલો સામે આવ્યો હતો, જ્યાં કોરોના વાયરસ સંક્રમણના કારણે એક મહિલાની મૃત્યુ થઈ ગઈ અને અંતિમ સંસ્કારના કેટલાક દિવસ પછી તે જ મહિલા હોસ્પીટલમાં જીવિત મળી. અહિયાં અલ્બા મારુરી નામની એક ૭૪ વર્ષીય મહિલાને કોરોના વાયરસ જેવા લક્ષણ જોવા મળ્યા પછી હોસ્પિટલમાં એડમીટ કરવામાં આવ્યા. ઉપચાર દરમિયાન મહિલાની સ્થિતી કથળતી ગઈ તો હોસ્પિટલએ તેમને આઈસીયુમાં શિફ્ટ કરી દીધા. સારવાર ચાલી રહી હતી કે બે દિવસ પછી હોસ્પિટલ તરફથી અલ્બાની બહેન ઓરા મારુરીને એક ફોન આવ્યો અને તેમણે જણાવ્યું કે અલ્બાની મૃત્યુ થઈ ગઈ છે.
પરિવાર ઘરે લઈ આવ્યા હતા અસ્થિઓ.
અલ્બાની મૃત્યુના સમાચાર સાંભળીને તેમના પરિવારના સભ્યો પાર્થિવ દેહ લેવા માટે હોસ્પિટલ પહોચ્યા. હોસ્પિટલ પ્રસાશનએ કહ્યું કે કોરોના વાયરસના સંક્રમણથી બચવા માટે તેમણે પાર્થિવ દેહથી બનાવવાનું રહેશે અને પરિવારના કોઈ એક સભ્યએ પાર્થિવ દેહ જોઇને ઓળખ કરી શકે છે. ત્યાર પછી અલ્બાની ભત્રીજી જેમી મોરલાએ પાર્થિવ દેહને જોઇને પોતાની આંટી તરીકે ઓળખ કરી. પાર્થિવ દેહની ઓળખ થઈ ગયા પછી અલ્બાનો અંતિમ સંસ્કાર કરી દેવામાં આવ્યો અને તેમના પરિવાર જનો અસ્થિઓ લઈને પરત પોતાના ઘરે આવી જાય છે.

ત્રણ અઠવાડિયા પછી મહિલાએ કર્યો ઘરે ફોન.
અલ્બાની મૃત્યુને ત્રણ અઠવાડિયા જેટલો સમય પસાર થઈ ગયો હતો અને પરિવારના સભ્યો હવે પોતાના રોજીંદા કામમાં વ્યસ્ત થઈ ગયા હતા અને અચાનક જ એક દિવસ ઘરે એ જ હોસ્પિટલથી એક ફોન આવે છે. ફોન પર વાત કરી રહેલ પરિવારના સભ્યની પગની નીચેથી જમીન ખસી જાય છે. ખરેખરમાં, ઘરે કરનાર મહિલા કોઈ બીજું નહી, ઉપરાંત અલ્બા પોતે હતી. અલ્બાએ ફોન પર જણાવ્યું કે હવે તે પૂરી રીતે સ્વસ્થ થઈ ગઈ છે અને તે લોકો તેને લેવા માટે હોસ્પિટલ આવી જાય. આ સાંભળીને અલ્બાના પરિવારના સભ્યોને ખુબ જ અચરજ થયું, પરંતુ જયારે તે લોકો હોસ્પિટલ પહોચે છે તો તેમને વાસ્તવિકતા ખબર પડી જાય છે.
કેવી રીતે થયો આ ચમત્કાર.?

ખરેખરમાં હોસ્પિટલ પ્રશાસનની ભૂલથી કોઈ અન્ય મહિલાના પાર્થિવ દેહને અલ્બાનો પાર્થિવ દેહ બતાવીને પરિવારના સભ્યોને સોપી દેવામાં આવ્યો હતો. અલ્બાના પાર્થિવ દેહની ઓળખ કરવા જયારે અલ્બાની ભત્રીજીને લઈને ગયા હતા તેને પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું કે, ‘હું ખુબ જ ડરી ગઈ હતી અને અંદાજીત દોઢ મીટરનું અંતર જાળવીને મને પાર્થિવ દેહ બતાવવામાં આવ્યો હતો. આટલી દુરથી મને વાળ અને સ્કીનને જોઇને લાગ્યું કે તેઓ મારા આંટીનું જ પાર્થિવ શરીર છે.’ તેમજ અલ્બાની બહેનનું કહેવું છે કે અમારા પરિવારના સભ્યો માટે આ કોઈ ચમત્કારથી ઓછું નથી. અમે જેને મરી ગયેલ માની લીધી હતી, આજે તે અમારી વચ્ચે જીવિત છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત