મા તે મા બીજા બધા વગડાના વા: જોઇ લો એવી તસવીરોમાં જેમાં એક માતાને કેટલી થતી હોય છે પોતાના બાળકની ચિંતા…

દેશમાં કોરોના વાયરસ સંક્રમણને અટકાવવા માટે છેલ્લા બે મહિનાથી દેશવ્યાપી લોકડાઉન ચાલી રહ્યું હતું. ત્યારે હવે આ લોકડાઉનમાં કેટલીક છૂટછાટ આપવામાં આવી રહી છે. ત્યારે દેશના મોટાભાગના રાજ્યોમાં અચાનક લોકડાઉન લાગુ કરી દેવાના કારણે ફસાઈ ગયેલ પ્રવાસી મજુરોને પોતાના માદરે વતન પરત મોકલવા માટે ૧ જુન, ૨૦૨૦ થી ૨૦૦ સ્પેશિયલ ટ્રેન ચલાવવામાં આવી રહી છે.

image source

આ સમાચાર પ્રવાસીઓને કેટલાક અંશે રાહત આપનાર સમાચાર સાબિત થયા છે. ત્યારે આવા સમયમાં ટ્રેનમાં પ્રવાસ કરી રહેલ મુસાફર હોય કે પ્લેનમાં મુસાફરી કરનાર કે પછી બસમાં મુસાફરી કરનાર વ્યક્તિઓ હોય. આ પ્રવાસી મુસાફરોમાં ફક્ત મહિલાઓ અને પુરુષો જ નહી પણ તેમના બાળકો પણ તેમની સાથે જ મુસાફરી કરી રહ્યા હોય છે.

ત્યારે આ પ્રવાસી મજુરોના બાળકોની માતા પોતાના બાળકને કોરોના વાયરસ સંક્રમણથી બચાવવા માટે માતા પોતાના કરતા વધારે ધ્યાન બાળકોનું રાખી રહ્યા છે. માતા પોતાના એક- બે વર્ષના બાળકને માસ્ક અને ગ્લવ્ઝ પહેરાવ્યા છે. ઉપરાંત માતાના માથા પર સામાનનો ભાર વધારે હોય છે અને ભીડ પણ ખુબ હોવા છતાં માતાએ બાળકને કસીને પકડી રાખવામાં કોઈ કસર રાખી નહી.

પટના : મારી મમ્મીને પોતાના કરતા મારી વધારે ચિંતા કરે છે.:

image source

આ ફોટો બિહાર રાજ્યના પટના શહેરમાં આવેલ જય પ્રકાશ નારાયણ ઇન્ટરનેશનલ એરપોર્ટનો છે. આ મહિલા પોતાના બાળકને ખોળામાં જ રાખીને પોતાની આવનાર ફ્લાઈટની રાહ જોઈ રહ્યા છે. પોતાના બાળકને કોરોના વાયરસ સંક્રમણથી બચાવવા માટે માતાએ પોતાના બાળકને માસ્ક અને ગ્લવ્ઝની સાથે સંપૂર્ણ ઢાંકી દીધેલ જોવા મળી રહ્યું છે.

જમ્મુ.: દુપટ્ટો જ અમારું માસ્ક છે.

image source

આ મહિલા મુસાફર સ્પેશીયલ ટ્રેનમાં મુસાફરી કરવા માટે દિલ્હી સ્ટેશન પહોચી ગઈ છે. આ મુસાફર મહિલાએ પોતાને અને પોતાના બાળકને કોરોના વાયરસ સંક્રમણથી બચાવવા માટે પોતાના દુપટ્ટાની એક બાજુથી પોતાનું મોઢું ઢાંક્યું છે જયારે એ જ દુપટ્ટાના બીજી બાજુથી બાળકનું મોઢું ઢાંકી દીધું છે. આ મહિલા પાસે માસ્ક લેવાના પણ પૈસા નહી હોવાથી કે પછી સમયના અભાવે પોતાના દુપટ્ટાનો ઉપયોગ કર્યો છે. આ મહિલાએ બાળકને કહેતી હશે કે, અત્યારે આપણી પાસે બચાવનો આ એક જ ઉપાય છે.

મેરઠ.: ગરમીએ મુશ્કેલીમાં વધારો કર્યો છે.

image source

આ ફોટો ઉત્તર પ્રદેશના મેરઠ શહેરનો છે. અહિયાં કેટલાક મુસાફરો પોતાના પરિવારની સાથે વતન પાછા જવા માટે બસ આવવાની રાહ જોઈ રહ્યા છે. ત્યારે એક માતાને પ્રયત્ન કરતા જોઈ શકાય છે કે તે પોતાના બાળકને તાપ ના લાગે તેનું ધ્યાન રાખી રહી છે.

પ્રયાગરાજ: સુરક્ષિત મુસાફરી.

image source

આ ફોટો પ્રયાગરાજ શહેરની છે. પ્રવાસી મજૂરોને પોતાના વતન પરત મોકલવા માટે શ્રમિક સ્પેશીયલ ટ્રેનમાં મુસાફરી કરતા જોવા મળી રહ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત