નેશનલ શૂટર કિશોરીએ કરી માતા અને ભાઈની હત્યા, છેવટે ડબલ મર્ડર મિસ્ટ્રી ઉકેલાઈ, જાણો કિશોરીએ આખરે કેમ આ પગલું ભર્યુ

નેશનલ શૂટર કીશોરીએ કરી માતા અને ભાઈની હત્યા – છેવટે ડબલ મર્ડર મિસ્ટ્રી ઉકેલાઈ – ડીપ્રેશનમાં હતી કીશોરી

છેલ્લા ઘણા સમયથી દેશમાં ગૂનાનું પ્રમાણ ખૂબ વધી રહ્યું છે. અને ગુનામાં કિશોરોની એટલે કે નાની ઉંમરના યુવાનોની સંખ્યામાં પણ ખૂબ વધારો થયો છે. તેમજ ઘણીવાર તો એવા એવા કિસ્સાઓ સામે આવતા હોય છે જેમાં ઘરની કોઈ વ્યક્તિએ જ કાવતરૂ ઘડીને ગૂનાને અંજામ આપ્યો હોય. તાજેતરમાં ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌનો એક ડબલ મર્ડર મિસ્ટ્રી કેસ ખૂબ જ ચર્ચામાં રહ્યો છે. પોલીસની તપાસ બાદ જાણવા મળ્યું હતું કે નેશનલ લેવલ શૂટર યુવતિએ જ પોતાના ભાઈ તેમજ માતાની ગોળી મારીને હત્યા કરી હતી. આ યુવતિએ પોતાના ભાઈ અને માતાની હત્યા કર્યાબાદ કાચ પર લખ્યું હતું ‘Disqualified Human’.

image source

આ ઘટના લખનૌ શહેરના ગૌતમ પલ્લી ક્ષેત્રમાં ઘટી હતી. અહીંના મુખ્યમંત્રી આવાસ પાસે જ એક રેલ્વે કોલોની આવેલી છે. જ્યાં એક સાથે બે હત્યા થઈ હોવાનો ગુનો નોંધાયો હતો. આ ઘટના રેલ્વેના મોટા અધિકારીના સરકારી મકાનમાં ઘટી હતી. રેલ્વેમાં ઉચ્ચ હોદ્દો ધરાવતા અધિકારીના દીકરા તેમજ પત્નીની હત્યા અહીં કરવામાં આવ હતી. જે તેમની દીકરી દ્વારા જ કરવામાં આવી હતી.

image source

ઘટનાની જાણ થતાં પોલીસે તપાસ હાથ ધરી હતી તપાસ દ્વારા પોલીસને જાણવા મળ્યું કે આ બેવડી હત્યા રેલ્વે અધિકારીની પૂત્રી દ્વારા જ કરવામાં આવી હતી. તેણીએ પોતાના ભાઈ તેમજ માતાની ગોળી મારીને હત્યા કરી દીધી હતી. તમને જણાવી દઈએ કે હત્યા કરનાર આ કીશોરી રાષ્ટ્રિય કક્ષાની શૂટર રહી ચૂકી છે. તપાસ દરમિયાન તેણીના રૂમમાંથી હત્યા માટે વપરાયેલી બંદૂક પણ મળી આવી હતી. જો કે આ હત્યા કરતી વખતે આ કીશોરી પણ ઘાયલ થઈ હોવાનું જાણવા મળ્યું છે. શરૂઆતના સંજોગો જોતા આ હત્યા પારિવારિક વિવાદના કારણે થઈ હોય તેવું માનવામાં આવી રહ્યું છે.

image source

આ ડબલ મર્ડર કેસનો લખનૌ પોલીસે માત્ર ચાર કલાકમાં જ ઉકેલ લાવી દીધો હતો. પોલીસ દ્વરા મળેલી માહિતી પ્રમાણે હત્યા વખતે ત્રણ ગોળી ચલાવવામાં આવી હતી. પહેલી ગોળી કાચ પર મારવામાં આવી હતી તો બીજી તેમજ ત્રીજી ગોળી અનુક્રમે માતા અને ભાઈને મારવામાં આવી હતી.

image source

આ હત્યા બાબતે પોલીસનું કહેવું છે કે હત્યા કરનાર કીશોરીની માનસિક સ્થિતિ યોગ્ય નથી. તેણીએ બંગલાના વોશરૂમના કાચ પર Disqualified Human લખ્યું હતું અને તે જ કાચ પર પહેલી ગોળી મારી હતી. તો વળી યુવતિના બન્ને હાથ પર ઇજાના નિશાન પણ મળી આવ્યા હતા. પોલીસને ઘટના સ્થળેથી એક રેઝર પણ મળ્યું છે જેની મદદથી યુવતિએ પોતાના હાથ પર આ નિશાન કર્યા હતા. જેને હાલ પોલીસે પૂરાવા તરીકે જપ્ત કર્યું છે. આ ઘટના રેલ્વેના સિનિયર અધિકારીના બંગલામાં ઘટી હતી. ઘટના વખતે ઘરમાં તેમના પુત્ર, પુત્રી અને પત્ની હાજર હતા.

ડિપ્રેશનમાં હતી યુવતિ

image source

લખનૌ પોલીસે આરોપી દીકરીની ધપકડ કરી લીધી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે આરોપી યુવતિ ડિપ્રેશનનો શિકાર હતી. હત્યા પહેલાં તણીએ પોતાના હાથમાં 100 વાર બ્લેડથી કટના નિશાન લગાવ્યા હતા અને ડિપ્રેશનમાં છોકરીએ પોતાના માતા તેમજ ભાઈને સૂતી વખતે જ ગોળી મારી મારી નાખ્યા હતા. જો કે કીશોરી હજુ સગીર છે. તેની વિરુદ્ધ કામગીરી થઈ રહી છે. મૃતક ભાઈ 12માં ધોરણમા અભ્યાસ કરતો હતો જ્યારે દીકરી હાઇ સ્કૂલની વિદ્યાર્થીની હતી. છોકરીએ પોતાના હાથ પર અગણિત કટ લગાવ્યા બાદ, .22 પિસ્ટલ લઈને ભાઈના ઓરડામાં પહોંચી ગઈ હતી. તેણીએ રાઇફલથી માતા અને ભાઈની હત્યા કરી હતી અને ગોળી વાગતા જ તે બન્નેના મૃત્યુ થઈ ગયા હતા. ત્યાર બાદ આરોપી કીશોરી બેભાન થઈ ગઈ હતી. જેને હોસ્પિટલમાં એડમિટ કરવામા આવી હતી. પોલીસના કહેવા પ્રમાણે લગભગ 3 કલાક ચાલેલી પૂછપરછ બાદ કીશોરીએ પોતાનો ગૂનો કબૂલી લીધો હતો અને જણાવ્યું કે કેવી રીતે તેણીએ આ હત્યા કરી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત