એક માતા રોજ દરિયા કાંઠે માત્ર 2 વર્ષના બાળકને કલાકો સુધી રેતીમાં દાટી રાખે, કારણ જાણીને અક્કલ કામ નહીં કરે

મુંબઈ મલાડ બીચની એક ખુબ વિચિત્ર ઘટના સામે આવી છે જે જાણીને કોઈ પણ લોકો વિચારમાં પડી શકે છે. કારણ કે બે વર્ષના બાળક સાથે જે કરવામા આવતું એ કોઈના પલ્લે ન પડે એવું કામ હતું. આમ તો મુંબઈના મલાડ બીચ પર સૌ કોઈ લોકો ફરવા માટે આવે છે અને મસ્તી કરતાં જોવા મળે છે. પરંતુ એક માતા ત્યાં પોતાના બે વર્ષના બાળકને રોજ કેટલોક સમય ત્યાં લાવે અને બે ફૂટના ખાડામાં કલાકો સુધી રેતીમાં દાટીને રાખે. આ જોઈને બધાને આશ્રર્ય પણ થતું હતું. આ મહિલાનું નામ છે પ્રતિભા જોશી અને પુત્રનું નામ રાજવંશ.

બાળકના જન્મ સમયે તે બરાબર નહોતો

image source

જ્યારે આ ઘટના અંગે પ્રતિભાને પૂછવામાં આવ્યું કે તે રોજ આ રીતે બાળકને શા માટે રેતીમાં દબોચીને રાખે છે. તો તેણે જવાબ આપ્યો એ સાંભળીને તમે ચોંકી જશો. તેણે કહ્યું કે જ્યારે બે વર્ષ પહેલાં બાળકનો જન્મ થયો ત્યારે તે નોર્મલ માણસ જેવો ન હતો. તેને જન્મતા વેંત જ 22 દિવસ સુધી આઈસીયુમાં રાખવો પડ્યો હતો. રાજવંશનો જીવ તો બચી ગયો પણ સામાન્ય માણસ જેવો તે નથી રહ્યો.

પતિનો પગાર માત્ર 8000 રૂપિયા જ હતો

image source

પ્રતિભાએ કહ્યું કે, બે વર્ષ બાદ પણ તે પોતાના પગ પર ઉભો રહી શકતો નહોતો. સમય જતાં ખબર પડી કે બાળકના શરીરના ઘણા ભાગોનો વિકાસ થંભી ગયો છે અને વિકાસ થતો જ નથી. ડોક્ટરને બતાવવામાં આવ્યું ત્યારે ઘણા ઉપાયો કર્યા અને દવાઓ પણ કરી. પરંતુ પતિની આવક માત્ર 8000 રૂપિયા જ હતી એટલે મોંઘા દવાખાના અને મોંઘી દવાઓ પોસાય નહીં. પરંતુ તે હિંમત હારી નહી.

તે બીચ પર રોજ આવે અને બાળકને કલાકો સુધી રેતીમાં દાટીને રાખે

image source

પ્રતિભા દરેક ડોક્ટરને મળી અને સારા સારા લોકોનો સંપર્ક કર્યો કે જેને આ મામલે વધારે અનુભવ હોય. તો સલાહ મળી કે આવા કિસ્સામાં રેતીનો ઉપચાર સૌથી સારો અને અસરકાર સાબિત થઈ શકે છે.લ ત્યારબાદથી પ્રતિભાએ શરુ કરી એક નવી રીત. તે બીચ પર રોજ આવે અને બાળકને કલાકો સુધી રેતીમાં દાટીને રાખે.

આ પહેલાં એક મહિલાને મળ્યું હતું પરિણામ

image source

પ્રતિભાનું એવું કહેવું છે કે આ પહેલાં એક મહિલા આ રીતે બીચ પર આવતી અને એક વર્ષમાં તો તેનો દીકરી ચાલતો થઈ ગયો હતો. જેથી પ્રતિભાને પણ એક આશાનું નવું કિરણ જાગ્યું છે અને તેણે આ ઉપચાર કરવાનું શરુ કર્યું છે. તેને પણ આશા છે કે રોજ રેતીમાં દબોચીને તેનો રાજવંશ પણ એક દિવસ ચાલતો થઈ જશે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે આખરે શું પરિણામ આવે છે.તેનો બાળક સામાન્ય માણસ જેવો થશે કે કેમ એ તો સમય જ બતાવશે. અમે આ વાતની કોઈ પુષ્ટિ કરતાં નથી, બસ જે ઘટના સામે આવી છે તે તમારા સમક્ષ પહોંચાડીએ છીએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત