વાંચો અને સુધારો તમારી આદતો, નહિં તો માં લક્ષ્મીને તમે ક્યારે નહિં કરી શકો પ્રસન્ન

ખરાબ આદતો, ધનની સાથે સ્વાસ્થ્ય માટે પણ નુકસાનકારક.:

માતા લક્ષ્મી સામાન્ય રીતે ચંચળ સ્વભાવની માનવામાં આવી છે અને એવું માનવામાં આવે છે કે આ હંમેશા કોઈ એક વ્યક્તિની પાસે નથી ટકી શકતી. જેવું કોઈ વ્યક્તિ ખરાબ કામ કરવા લાગે છે કે પછી ખરાબ આદતો અપનાવવા લાગે છે તો ત્યાં જ માતા લક્ષ્મી રૂષ્ટ થઈને અન્ય કોઈ વ્યક્તિ પાસે ચાલી જાય છે. કેટલીક વાર આપણે જાણી જોઈએને જ નહી અજાણતામાં જ એવી કેટલીક આદતોને અપનાવી લઈએ છીએ જેનાથી માતા લક્ષ્મી રૂષ્ટ થઈને આપની પાસેથી ચાલી જાય છે. આવો જાણીએ આવી ૧૦ આદતો વિષે, જેનાથી દુર રહેવામાં જ બધાનું સુખ છે.

સાફ- સફાઈ નથી થતી તો.:

image source

એવું માનવામાં આવે છે કે માતા લક્ષ્મીને સાફ- સફાઈ ખુબ પસંદ હોય છે. જે ઘટમાં ગંદકી રહે છે, એવા ઘરમાં માતા લક્ષ્મી વાસ કરતી નથી. આપે ઘરની સાફ- સફાઈની સાથે જ પોતાના તન- મનની સફાઈ પણ ખુબ જ જરૂરી હોય છે. આપના મનમાં અન્ય વ્યક્તિઓ પ્રત્યે કોઈ પ્રકારનો વેરભાવ છે તો માતા લક્ષ્મી આપનાથી દુર જ રહેશે.

મહિલાઓ અને વૃધ્ધોનું અપમાન.:

image source

કહેવાય છે કે, મહિલાઓ માતા લક્ષ્મીનું રૂપ હોય છે, જે ઘરમાં પુરુષ મહિલાઓનું અપમાન કરે છે, દરિદ્રતા તેવા ઘરનો સાથ નથી છોડતી અને ધનની દેવી લક્ષ્મીના બદલે અલક્ષ્મીનો વાસ ઘરમાં થઈ જાય છે. આની સાથે જ જે વ્યક્તિઓ પોતાના માતા- પિતા કે પછી વૃધ્ધ વ્યક્તિઓનું અપમાન કરે છે, તેવી વ્યક્તિઓને માતા લક્ષ્મીની કૃપા નથી મળતી.

ઢળતો સૂર્ય.:

image source

ઢળતા સૂર્યને જોવું ભલે ખુબ જ મનમોહક લાગે છે, પરંતુ શાસ્ત્રોમાં જણાવ્યા મુજબ ઢળતા સૂર્યને સારું નથી માનવામાં આવ્યું. કેટલાક લોકો સાંજના સમયે ઢળતા સૂર્યને જોવા માટે ધરની બહાર ચાલ્યા જાય છે તો ત્યાં જ કેટલાક લોકો ઢળતા સૂર્યના ફોટોને પણ ઘરમાં લગાવી દે છે. જો આપે પણ આવી ભૂલ કરવાની આદત છે તો આ આદતને અત્યારે જ દુર કરી દો, નહી તો માતા લક્ષ્મી આપનાથી દુર થઈ જશે.

પુજાના સામાનની સાથે ના કરો આ ભૂલ.:

image source

કેટલીક વાર એવું જોવામાં આવે છે કે, કેટલાક વ્યક્તિઓ પૂજા કરતા સમયે કેટલીક સામગ્રીને જમીન પર મૂકી દે છે અને તેમાંથી ઉઠાવીને પુજાના ઉપયોગ માટે કરે છે. આ રીતે પૂજા કરવી ખરેખરમાં ખોટું છું. ક્યારેય પણ આપે ભૂલથી પણ પૂજાની સામગ્રીને જમીન પર મુકવી નહી. જો આપની પાસે અન્ય કોઈ વ્યવસ્થા નથી થઈ શકતી તો આપે પૂજાની સામગ્રીને કોઈ કપડા પર કે પછી કાગળ પાથરીને જ મુકવી જોઈએ.

બહારથી ઘરે આવો છો ત્યારે.:

image source

કેટલાક લોકો મોટાભાગે આ ભૂલ કરે છે કે, બહારથી ઘરમાં પ્રવેશ કરીને હાથ- પગ નથી ધોતા અને સીધા જ આવી જાય છે કે પછી કઈક ખાવા લાગે છે કે પછી પોતાના રૂમમાં ચાલ્યા જાય છે. ધાર્મિક, વૈજ્ઞાનિક અને વાસ્તુશાસ્ત્ર આ ત્રણેવની દ્રષ્ટીએ આ આદતને ખરાબ માનવામાં આવી છે. એટલા માટે આપે ઘરમાં આવતાની સાથે જ સૌથી પહેલા બાથરૂમમાં જઈને સારી રીતે સાબુથી પોતાના હાથ- પગને ધોવા અને પછી જ કોઈ કામ કરો. આમ કરવાથી બહારની અપવિત્રતા, નેગેટીવ એનર્જી અને જીવાણું ત્રણેવ દુર થઈ જાય છે.

ખોટા સંબંધ.:

image source

માતા લક્ષ્મી એવા લોકોને બિલકુલ પસંદ નથી કરતા જેઓ પોતાના જીવનસાથી સિવાય કોઈ અન્ય વ્યક્તિના વિષયમાં વિચારે છે. એ પછી મહિલા હોય કે પછી પુરુષ હોય પોતાના જીવનસાથી સિવાય કોઈ અન્ય વ્યક્તિ સાથે સંબંધ રાખનાર વ્યક્તિઓ પર માતા લક્ષ્મી ક્યારેય પણ પ્રસન્ન થતી નથી.

તાંબાના વાસણ અને કાંસાના વાસણ.:

image source

તાંબાના વાસણ અને કાંસાના વાસણમાં ભોજન કરવાથી આપને દોષ લાગે છે. શાસ્ત્રોમાં તાંબા અને કાંસાના વાસણને ભગવાનની પૂજા- અર્ચના કરવા માટે ઉત્તમ માનવામાં આવ્યા છે. તાંબા અને કાંસાના વાસણોમાં ભોજન કરવાથી આ અશુદ્ધ થઈ જાય છે અને આપને દોષ લાગે છે. એટલા માટે સારું એ જ રહેશે કે, આપ સ્ટીલના વાસણમાં જ ભોજન કરો.

આ સમયે ના બનાવો સંબંધ.:

image source

જે લોકો સૂર્યાસ્તના સમયે, અમાસ, પુનમ, અગિયારસ કે પછી બારસની તિથિના દિવસે સંબંધ બનાવે છે, માતા લક્ષ્મી આવા લોકો પર ક્યારેય પણ પ્રસન્ન થતા નથી. આવા લોકો અને તેમના પરિવારને દુઃખોનો સામનો કરવો પડે છે.

સાંજના સમયે સુવાનું.:

image source

કેટલાક લોકોમાં આ ખરાબ આદત હોય છે કે તેઓ દિવસમાં આરામ કરવાને બદલે સાંજના સમયે ગૌધુલી વેળામાં વિશ્રામ કરે છે. હિંદુ શાસ્ત્રોમાં આ સમયને દેવદર્શનનો સમય માનવામાં આવ્યો છે. આ સમયે આપે સુવું જોઈએ નહી. ઉપરાંત આપે પ્રભુ ભક્તિમાં મન લગાવવું જોઈએ.

ઝઘડા અને અશાંતિ.:

image source

જે ઘરના લોકો અંદરોઅંદર લડે છે અને એકબીજાનું સમ્માન નથી કરતા, તેવા ઘરમાં દરિદ્રતા છવાઈ રહે છે અને જે ઘરમાં દરિદ્રતા રહે છે, તેવા ઘરમાં માતા લક્ષ્મીનો વાસ ક્યારેય શક્ય નથી. જો આપ આપના ઘરમાં માતા લક્ષ્મીની કૃપા દ્રષ્ટિ ઈચ્છો છો તો આપે ઘરના બધા જ સભ્યોએ એકબીજા માટે સદભાવનાની સાથે જ પ્રેમથી રહેવું જોઈએ.

Source : navbharattimes

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત