પૈસાને લઇને પડતી તકલીફથી કંટાળી ગયા છો? તો આ એક મંત્ર સાથે લક્ષ્મીજીની કરો પૂજા

દરેક વ્યક્તિ ને ધન અને સમૃદ્ધિ ની લાલસા હોય છે. આ માટે લોકો અનેક પ્રકાર નાં વ્રત અને ઉપવાસ કરતા હોય છે, પરંતુ કેટલીક એવી પણ રીતો છે જેના થી તમે ધનની દેવી લક્ષ્મી માતાની કૃપા સરળતાથી મેળવી શકો છો. તેના માટે શુક્રવાર નો દિવસ ખાસ હોય છે, કારણ કે તેને દેવી લક્ષ્મીનો દિવસ માનવામાં આવે છે.

image source

આ દિવસે દેવી લક્ષ્મીજીની પૂજા કરવાથી આપણા જીવનમાં આવેલી બધી આર્થિક સમસ્યાઓ દૂર થાય છે, અને આપણા ઘરમાં સંપત્તિ અને સમૃદ્ધિ આવે છે. તેના માટે શુક્રવારે કેટલાક વિશેષ ઉપાય કરવાથી ઘણો ફાયદો થશે. તો ચાલો જાણીએ ક્યા છે આ ફાયદા?

લાલ પોશાક અર્પણ કરવા :

લાલ રંગ દેવી લક્ષ્મીજી ને ખૂબ જ પ્રિય છે, તેથી શુક્રવારે માતા મહાલક્ષ્મી ના મંદિરે જાવ અને તેમને લાલ રંગ ના વસ્ત્રો અર્પણ કરો. તેની સાથે જ લક્ષ્મીજી ને લાલ ચાંલ્લો, સિંદૂર, લાલ ચૂનરી અને લાલ બંગડીઓ અર્પણ કરો. તેના થી પૈસા સંબંધિત તમામ સમસ્યાઓ દૂર થાય છે.

image source

પૂજા દરમિયાન લાલ ફૂલનો ઉપયોગ કરો :

શુક્રવારે દેવી લક્ષ્મીજી ના આશીર્વાદ મેળવવા માટે તમારા હાથમાં પાંચ લાલ ફૂલ લો, અને માતાનું સ્મરણ કરો. તેમના આશીર્વાદ મેળવવા માટે પ્રાર્થના કરો, પછી આ ફૂલો ને તમારી તિજોરીમાં મૂકી દો.

લક્ષ્મી-નારાયણનો પાઠ વાંચો :

image source

શ્રી લક્ષ્મી નારાયણ નો પાઠ કરો. તેનાથી દેવી લક્ષ્મીજી પ્રસન્ન થાય છે, અને વ્યક્તિને ધન અને યશ મળે છે. એવું કહેવામાં આવે છે કે પાઠ કર્યા બાદ ભગવાન લક્ષ્મી નારાયણ ને ખીરનો ભોગ ધરાવવો જોઈએ. કેમ કે તેને ખીર ખુબ પ્રિય છે. ત્યાર પછી આ પ્રસાદ કન્યાઓને વહેંચવો જોઈએ.

અક્ષત ચોખા :

image source

જો તમે લાલ રેશમનુ કાપડ લો અને તે કપડામા આખા ચોખાના એકવીસ દાણા મૂકી તે પોટલી ને દેવી માતા લક્ષ્‍મી ની મૂર્તિની સામે રાખી અને વિધિવત તેની પૂજા કરો અને ત્યારબાદ આ પોટલી ને તમારી પૈસાની જગ્યાએ રાખો, તો માતા લક્ષ્મી તમારા થી અત્યંત પ્રસન્ન થઇ જાય છે, અને તમારે ક્યારેય પણ આર્થિક નાણા ભીડનો સામનો કરવો પડતો નથી.

દિવ્ય મંત્ર :

જો તમે શુક્રવારના શુભ દિવસે માતા લક્ષ્‍મી ની સામે બેસીને સાંજના સમયે દીવો પ્રજ્વલિત કરીને “ઓ ઓં હ્રીં શ્રીં લક્ષ્‍મીભ્યો નમ:” આ દિવ્ય મંત્રનો ૧૦૮ વાર જાપ કરો તો તમારા ઘરમા સુખ , શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહે છે.

image source

જો તમે નાણા સાથે સંકળાયેલ કોઈપણ કાર્ય હેતુસર બહાર જાવ છો તો જતા પહેલા મુખ્ય દ્વાર પર થોડા કાળા મરી રાખો. ત્યારબાદ બહાર નીકળતી વખતે તેના પર પગ મૂકી બહાર નીકળો. આમ, કરવાથી તમારા અધૂરા તમામ કાર્યો પૂર્ણ થઇ જશે. આ સિવાય કાળા મરીના પાંચ દાણા લો અને તેને તમારા માથા પર થી સાત વાર ફેરવી લો, અને ત્યારબાદ ઘર થી દૂર ચારેય દિશાઓમા એક-એક દાણો ફેંકી દો. આ ઉપાય અજમાવવા થી તમારુ સ્વાસ્થ્ય સ્વસ્થ અને તંદુરસ્ત રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *