એક બાજુ માતાની મમતા અને બીજી બાજુ થઇ ચમત્કારીક ઘટના: પુત્રની લાશ જોઈને માતા બોલી…’બેઠો થઈ જા અને બાળક થયો જીવતો પછી…’

હરિયાણાની ચમત્કારી ઘટના : પુત્રની લાશ જોઈને માતા બોલી, બેઠો થઈ જા, બેઠો થઈ જા, અને માસૂમ જીવતો થયો, હરિયાણાના બહાદુરગઢમાં એક માતાનો કરુણ પોકાર સાંભળીને મરેલો પુત્ર સજીવન થવાની ચમત્કારી ઘટના બનતા લોકોમાં ભારે કુતૂહલ સર્જાયું છે.

મરેલા પુત્રના જીવીત થવાની ચમત્કારી ઘટના

image source

દુનિયામાં આજે પણ ચમત્કાર સર્જાય છે તેમાં બેમત નથી. સાચા હૃદયની પ્રાર્થના તો ઈશ્વરે પણ સાંભળવી પડે છે. એક માતાના સાચા હૃદયની પ્રાર્થના અને કરુણ પોકારને કારણે મરેલો પુત્ર જીવીત થયાની એક ચમત્કારી ઘટના બની છે.

પુત્રની લાશ સામે જોઈને મા બોલવા લાગી, બેઠો થઈ જાવ મારા દિકરા

હરિયાણાના બહાદુરગઢમાં આજથી 20 દિવસ પહેલા એક છ વર્ષીય પુત્રને ડોક્ટરોએ મૃત જાહેર કરી દીધો. પરિવાર અંતિમ સંસ્કારની તૈયારી પણ કરી લીધી હતી. પરંતુ મા તો તેના પુત્રને જીવતો જોવા માંગતી હતી. માતા પુત્રની નનામી પાસે બેસી રહી. નનામીમાં બાંધેલી પુત્રીની લાશ સામે જોઈને મા બોલવા લાગી કે બેઠો થઈ જા મારા દિકરા, બેઠો થઈ જા.

image source

માતાના કરુણ પોકાર બાદ પુત્રનો પ્રાણ પાછો આવ્યો

ભગવાને પણ જાણે માતાનો કરુણ પોકાર સાંભળી લીધો હોય તેમ થોડી વારમાં તો પુત્રના શરીરમાં પ્રાણનો સંચાર થયો અને તેના શરીરમાં હલનચલન થવા લાગી. આ જોઈને લોકો ચોંક્યા અને તાત્કાલિક ધોરણે પુત્રને રોહતકની હોસ્પિટલમાં દાખલ કરાયો હતો જ્યાં તેનો સંપૂર્ણ સાજો થઈ ગયો અને હસતા હસતા ઘેર પાછો પણ આવી ગયો.

દિલ્હીમાં ટાઈફોડની સારવાર ચાલતી હતી

બહાદુરગઢના રહેવાશી હિતેશ અને પત્ની જાહન્વીએ જણાવ્યું કે તેમના એકના એક પુત્રને ટાઈફોડ થયો હતો. સારવાર માટે તેને દિલ્હી લઈ જવાયો. 26 મે ના દિવસ ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી દીધો. ત્યાર બાદ અમે લાશ લઈને ઘેર આવ્યાં.

image source

પિતાએ મોંએ શ્વાસ આપ્યો તો પુત્રે હોઠ પર દાંત બેસાડી દીધા

જાહન્વી રડતા રડતાં પુત્રની લાશને હલાવીને તેને બેઠો થવાનો પોકાર કરી રહી હતી. થોડા સમય બાદ પુત્રના શરીરમાં પ્રાણનો સંચાર થયો. ત્યાર બાદ પિતા હિતેશે પુત્રને નનામીમાંથી બહાર કાઢ્યો અને તેને મોંઢેથી શ્વાસ આપવા લાગ્યા. કોઈકે બાળકની છાતી પર પણ દબાણ આપવાનું શરુ કર્યું. ત્યાર બાદ બાળકે પિતાના હોઠ પર દાંતી બટકું ભરી લીધું. પુત્રને તાત્કાલિક રોહતકની હોસ્પિટલમાં દાખલ કરાયો જ્યાં સઘન સારવાર બાદ તે સંપૂર્ણ સાજો થઈ ગયો હતો અને ઘેર પાછો ફર્યો હતો. જીવતો થઈને પાછો આવતા પુત્રનું ગામ લોકોએ ભવ્ય સ્વાગત પણ કર્યું હતું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!