કોરોનાએ બધાના હાજા ગગડાવી નાખ્યાં, માતાના દૂધનો રંગ બદલાઈ જવાનો રિપોર્ટ જોઈને ડોકટરો ધ્રુજી ઉઠ્યા

કોરોનાએ બધી તરફ મહામારી સર્જી મૂકી છે. બધા રોગોને માર મારી દે તેવાં નજીવા લક્ષણોથી ફેલાય રહ્યો છે. આખા વિશ્વમાં મહામારી ફેલાવનાર આ વાઇરસથી એક વિચિત્ર વાત બહાર આવી રહી છે. કોરોના વાયરસથી સંક્રમિત મહિલાએ દાવો કર્યો છે કે જે મહિલાઓને કોવિડ -19 ચેપ લાગ્યો છે તેમના દૂધનો કલર બદલાયેલો જોવા મળેલ છે જે ખરેખર ચોકવાનારુ છે. આ દૂધ લીલું થઈ ગયાના કારણે હવે મહિલાની સાથે તેના બાળકને પણ કોરોના ચેપ લાગ્યો છે તેવું જાણવા મળ્યું છે.

image source

મિરર વેબસાઇટમાં પ્રકાશિત થયેલ માહિતી મુજબ 23 વર્ષીય અન્ના કોર્ટેઝ નામની મહિલા તાજેતરમાં જ માતા બની છે. થોડા દિવસો પછી, અન્ના કોર્ટેઝને કોરોના વાયરસનો ચેપ લાગ્યો હતો. તેમ તેમનું બાળક પણ આ દરમિયાન, અન્નાના દૂધનો રંગ હળવા લીલો થઈ ગયેલ જોવા મળ્યો હતો. મેક્સિકોના મોંટેરેમાં રહેતી આ મહિલા અન્નાએ જણાવ્યું કે ડિલિવરીના થોડા જ દિવસો પછી તેમને કોરોનામાં ચેપ લાગ્યો હતો.

image source

આ સમય દરમિયાન, જ્યારે તેણે તેના નવજાત બાળકને ખવડાવવાનો પ્રયાસ કર્યો, ત્યારે તેણે જોયું કે તેના દૂધનો રંગ આછો લીલો થઈ ગયેલ જોવા મળ્યો હતો અને આ ઘટનાથી તેણીને ખુબ આશ્ચર્ય થયું હતું. આ સમગ્ર ઘટનાની વાત તેણે ડોકટરને કહેવા વિચારું. તેણે ડોકટર પાસે જઈને આ વાત જણાવતાં કહ્યું કે કોરોનાનાં સંક્રમણ પછી મારા દૂધનાં કલારમાં પરિવર્તન જોવા મળ્યું છે જે આછા લીલા રંગનું થઈ ગયું છે.

image source

ડોક્ટરોએ માતા અને બાળકીની કોરોના તપાસ કરાવી અને મળેલાં રીપોર્ટ પરથી જાણવા મળ્યું હતું કે અન્નાના દૂધને કારણે બાળકીમાં કોરોનામાં પણ ચેપ લાગ્યો છે. પરંતુ જ્યારે અન્ના અને બાળક કોરોનાની સારવાર બાદ સ્વસ્થ થઈ ગયા બાદ ફરી બનેનો કોરોના ટેસ્ટ કરાવ્યા અને સામે આવ્યું કે દૂધનો રંગ સામાન્ય થઈ ગયો. કોરોના નેગેટિવ રિપોર્ટ આવ્યાના બે દિવસ પછી ફરી અન્નાનું દૂધ સામાન્ય રંગમાં ફરી ગયેલ જોવા મળ્યું હતું. અન્નાને ડોકટરએ કહ્યું કે શક્ય છે કે દૂધનો રંગ બદલાઈ જાય. પરંતુ ગભરાવાનું કંઈ જ જરૂર નથી કારણ કે હવે અન્ના સંપૂર્ણ સલામત છે અને તેનું બાળક પણ નિરોગી છે.

image source

ડોકટરે કહ્યું કે જ્યારે એન્ટિબોડીઝ શરીરમાં ચેપ સામે લડે છે, ત્યારે આવા ફેરફારો શક્ય છે. દૂધનો રંગ બદલવો શક્ય છે. પરંતુ આ શરીરના પ્રતિકારમાં સકારાત્મક ફેરફારોનું પરિણામ છે. અન્ના અને તેનું બાળક હમણાં સલામત છે. આ વિશે , ડાયેટિશિયન માને છે કે સ્ત્રીના ખોરાક અને પીણાને લીધે તેના દૂધનો રંગ બદલાઈ જશે. પરંતુ જ્યારે અન્ના કોર્ટેઝે કહ્યું કે તે ડોકટરોના જણાવ્યા મુજબ જ આહારનું પાલન કરે છે અને તેના આહારમાં કોઈ ફેરફાર નથી કરતી, ત્યારે ડાયેટિશિયનને આઘાત લાગ્યો.

image source

કારણ કે અન્નાએ કહ્યું હતું કે તે ઘણી લીલા શાકભાજી ખાતી હતી પરંતુ તેના દૂધનો રંગ સામાન્ય હતો. જ્યારે અન્નાની માતાએ આ વિશે સ્તનપાન નિષ્ણાત એક ડોક્ટર સાથે વાત કરી ત્યારે તેણે કહ્યું કે આ એક સામાન્ય પ્રક્રિયા છે. જ્યારે માતા બીમાર હોય અથવા તેમનું બાળક બીમાર હોય અથવા બંને બીમાર હોય.

એટલે કે, તેમને પેટમાં શરદી અથવા શરદી અથવા વાયરસનો ચેપ હોય છે, ત્યારબાદ માતાના દૂધનો રંગ બદલવો એ સામાન્ય પ્રક્રિયા છે. તે શરીરમાં એન્ટિબોડીઝ વિકસિત થવાને કારણે થાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!