આ ગુજરાતની ખમીરાત છે? જે સમયમાં લાકડી બનવાનું હોય ત્યારે દીકરાએ 90 વર્ષની માતાને સાવરણી વડે માર માર્યો

અવાર નવાર સોશિયલ મીડિયા પર વીડિયો સામે આવતા રહે છે. ત્યારે અમુક વીડિયોમાંથી આપણે ઘણુ શીખવા મળતું હોય છે. જ્યારે અમુક વીડિયો ભંગાર જેવા હોય છે, ત્યારે હાલમાં એક વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે અને લોકો એક શખ્સને ગાળો ભાંડી રહ્યાં છે. જો આ વીડિયો વિશે વાત કરવામાં આવે તો મોરબીના સોશિયલ મીડીયામાં એક વિડીયો વાયરલ થયો હતો. જેમાં એક વ્યક્તિ તેની વૃદ્ધ માતાને સાવરણીથી માર મારી રહ્યો છે. આ સનસનીખેજ વિડીયો સામે આવતા પોલીસ હરકતમાં આવી ગઇ હતી.

image source

ત્યારબાદની પરિસ્થિતિ વિશે જો વાત કરીએ તો જ્યારે આ વીડિયો વાયરલ થયો ત્યારે તપાસ કરતા ઘટના મોરબીના કાંતિપુર ગામમાં રહેતા મનસુખ પરમાર નામની વ્યક્તિ તેની 90 વર્ષની વૃધ્ધ માતા રંભાબેન સાવરણીથી માર મારતા હોવાનો સામે આવ્યું હતું. આજુબાજુના લોકો પણ આ વીડિયો જોઈ ચોંકી ગયા છે અને બધા જ કહી રહ્યાં છે કે હાલમાં જ મધર ડે ગયો અને આવા વીડિયો જોઈ ખરેખર દુખ થઈ રહ્યું છે. આ અંગે વધુ તપાસ કરતા આ વ્યક્તિના ભત્રીજાએ રંભાબેનનો મોબાઇલથી વીડિયો બનાવી મનસુખભાઇ અને તેના પરિવારજનો ખાવાનું ન આપતા હોય કે યોગ્ય સંભાળ ન રાખતા હોય તેવુ બોલવા જણાવતો હતો.

image source

જ્યારે આ વીડિયો સામે આવ્યો ત્યારે મનસુખભાઇનો પિત્તો ગયો અને વૃદ્ધ માતાને પહેલા પછાડી નાંખી પછી ઢસડી હતી બાદમાં સાવરણીથી માર માર્યો હતો. ઘટના સામેં આવ્યા બાદ તાલુકા પોલીસે આ નિર્લજ પુત્ર વિરુદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાનું કહ્યું છે. ઉલ્લેખનીય છે કે સોશિયલ મીડિયામાં છેલ્લા એક-બે દિવસથી વૃધ્ધ મહિલાને માર મારતો વીડિયો વાયરલ થયો હતો.

image source

બાદમાં તપાસમાં આ વાઈરલ વિડીયો મોરબી નજીક કાંતિપુર ગામના રહેવાસી રંભાબેન પરમારનો હોવાનું સામે આવ્યું હતુ. રંભાબેન પરમારનો મોટો દિકરો મનસુખભાઇ બાબુભાઇ પરમાર સાવરણી વડે પોતાને જન્મ આપનારી માતાને સાવરણી વડે માર મારતો હોવાનું સામે આવ્યું હતું. ત્યારે હવે લોકો આ શખ્સ પર ફિટકાર વરસાવી રહ્યા છે.

image source

ત્યારે કળિયુગના પુત્રએ માતાને માર મારવાના મામલે DYSP રાધિકા ભારાઈનું નિવેદન સામે આવ્યું છે. DySP એ જણાવ્યું હતું કે, વીડિયો વાયરલ થતા પોલીસ દ્વારા 6 મેના રોજ IPC કલમ 151 હેઠળ અટકાયતી પગલાં લેવામાં આવ્યા હતા. વૃદ્ધા રંભીબેન પરમારને માર મારનાર પુત્ર મનસુખ અને પૌત્રી પૂનમ સામે પોલીસે અટકાયતી પગલાં લીધા હતા. જ્યારે નાના પુત્ર અમૃત પરમાર નશાની હાલતમાં હોવાથી પ્રોહીબિશનનો ગુનો દાખલ કરી અટકાયત કરી હતી. જો કે, માતા પુત્ર સામે કોઈ ફરિયાદ દાખલ કરવા માંગતા ન હોવાથી માત્ર અટકાયતી પગલાં લેવામાં આવ્યા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!