Site icon News Gujarat

હે ભગવાન હવે બસ કર, માતાને તડપતી જોઈને મોંઢાથી ઓક્સિજન આપવા લાગી પુત્રી, વીડિયો જોઈ રડવું આવી જશે

હાલમાં કોરોનાના કારણે દેશમાં રોજના હજારો લોકોના મોત થઈ રહ્યા છે અને લાખો લોકો કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે. ત્યારે જો રવિવારની જ વાત કરવામાં આવે તો સવારે જાહેર કરેલા આંકડા મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 3,92,488 નવા કોરોનાના કેસ સામે આવ્યા છે. શનિવાર કરતા આ પ્રમાણમાં ઓછા છે. શનિવારે ચાર લાખથી વધુ નવા કેસ મળી આવ્યા હતા. જો કે, રવિવારે સક્રિય કેસ 33 લાખને પાર કરી ગયા છે. ત્યારે હાલમાં એક વાત બહાર આવી છે જે જાણીને તમને પણ રડવું આવશે. આ વાત છે ઉત્તર પ્રદેશના બહરાઈચની કે જ્યાંનો એક વીડિયો સામે આવ્યો છે.

image source

ઉલ્લેખનીય છે કે ઉત્તર પ્રદેશમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. ત્યારે હોસ્પિટલમાં બેડ અને ઓક્સિજનની અછતને લીધે દરેક દર્દી મુશ્કેલીમાં છે. એવામાં બહરાઇચની એક હોસ્પિટલનો આ શોકિંગ વીડિયો સામે આવ્યો છે. હોસ્પિટલમાં ઑક્સિજનની ભારે અછત હોવાને લીધે એક મહિલા દર્દી તરફડતાં હતાં. માને ઓક્સિજન માટે તરફડતાં જોઈ દીકરીએ પોતાના જીવની ચિંતા કર્યાં વગર મોઢાથી તેની માતાને ઑક્સિજન આપ્યો હતો.

image source

અહીં એવી હાલત થઈ છે કે ઓક્સિજનની ભયંકર કમી જોવા મળી રહી છે. આ બીમાર માતાને તેની પુત્રીઓએ મોંઢાથી ઓક્સિજન આપી રહી છે. જીવના જોખમે પુત્રી બચાવી રહી છે અને હવે આ વીડિયો ભારે વાયરલ પણ થઈ રહ્યો છે. માતાને આ રીતે જોઈ ઓક્સિજનની કમીથી તપડતા જોઈને તેમનાથી રહેવાયું નહીં. ત્યારબાદ જીવ જોખમમાં મુકીને માતાને મોંઢાથી ઓક્સિજન આપવા લાગી હતી. આ વીડિયો વાયરલ થતાં જ હોસ્પિટલની ઈમર્જન્સીની કથડેલી હાલત જોવા મળી હતી. ત્યારે હવે આ વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે અને જોઈને લોકોની આંતરડી કકળી ઉઠી છે.

ઉલ્લેખનીય છે કે દેશમાં બેકાબૂ થયેલ કોરોના વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. આ દરમિયાન મોદીએ નિષ્ણાતો સાથે વિવિધ મુદ્દાઓ પર વાત કરી. બેઠક દરમિયાન દેશમાં ઓક્સિજન અને દવાની ઉપલબ્ધતાની પણ સમીક્ષા કરવામાં આવી હતી. બેઠકમાં કોરોના સામેની લડાઈમાં ઘણા મહત્વપૂર્ણ પગલા લેવામાં આવ્યા હતા.

સરકારી સુત્રોના જણાવ્યા મુજબ, વડાપ્રધાને આજે દેશમાં કોરોનાના અસરકારક સંચાલન માટે માનવ સંસાધનો વધારવાના મુદ્દાની સમીક્ષા કરી. બેઠકમાં મેડિકલ અને નર્સિંગના અભ્યાસક્રમોમાંથી પાસ-આઉટ અથવા વિદ્યાર્થીઓને કોવિડ ડ્યુટીમાં સામેલ કરવા માટે પ્રોત્સાહિત કરવા જેવા અનેક પગલાં લેવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. સોમવારે વિગતવાર માહિતી શેર કરવામાં આવશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version