માતા-પિતા બન્ને કોરોના પોઝિટિવ હોય તો બાળકની દેખરેખ હવે સરકાર રાખશે, નોંધી લો આ હેલ્પ લાઈન નંબર તમે પણ

માતા અને પિતા બંને કોરોના વાયરસથી સંક્રમિત થઈ જાય છે તો બાળકની દેખરેખ હવેથી સરકાર દ્વારા કરવામાં આવશે, હેલ્પલાઈન નંબર જાહેર કરવામાં આવ્યો.

ગુજરાત રાજ્યમાં માતા- પિતા માંથી કોઈ એક કે પછી બંનેનું મૃત્યુ થઈ ગયું હોય કે પછી માતા- પિતા બંને કોરોના વાયરસથી સંક્રમિત થઈને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હોય આવી પરિસ્થિતિમાં તેમના બાળકની સંભાળ સરકાર દ્વારા રાખવામાં આવશે. બાળકના માતા- પિતા કોરોના વાયરસની સારવાર લેવા માટે હોસ્પિટલમાં એડમિટ થયા હોય અને ઘરે બાળકની સંભાળ રાખનાર કોઈ વ્યક્તિ ના હોય તો બાળકને બાલ સુરક્ષા એકમ દ્વારા બાળકની પુરેપુરી જવાબદારી ઉપાડવામાં આવશે.

૧ દિવસના નવજાત શિશુથી લઈને ૧૮ વર્ષના કિશોરોની દેખરેખ કરવા માટે સરકાર દ્વારા આદેશ આપવામાં આવ્યો છે. માતા- પિતાએ મદદ મેળવવા માટે ચાઈલ્ડ હેલ્પલાઈન નંબર ૧૦૯૮ પર કોલ કરવાનો રહેશે.

image source

કોરોના વાયરસ સંક્રમણની બીજી લહેરમાં પરિવારના તમામ સભ્યો કોરોના વાયરસથી સંક્રમિત થઈ રહ્યા છે. તેમાં નવજાત શિશુથી લઈને ૧૫ વર્ષ સુધીના કિશોરો પણ કોરોના વાયરસથી સંક્રમિત થઈ રહ્યા છે. ત્યારે હોમ આઈસોલેશનની વ્યવસ્થા ના હોય તેવા દર્દીઓ માટે સરકાર દ્વારા આઈસોલેશન સેન્ટર શરુ કરવામાં આવ્યા છે.

તેમ છતાં કેટલીક વાર એવું બને છે કે, માતા- પિતા બંને કોરોના વાયરસથી સંક્રમિત થઈ જાય છે. અને બાળક કોરોના વાયરસથી સંક્રમિત હોતું નથી ત્યારે આવી પરિસ્થિતિમાં માતા- પિતા સિવાય બાળકનું ધ્યાન રાખનાર કોઈ હોતું નથી જેના લીધે માતા- પિતાની મુશ્કેલીમાં વધારો થઈ જાય છે અને આ મહામારી દરમિયાન સંબધીઓ પણ સાથ આપતા નથી. આવા મુશ્કેલીના સમયમાં બાળકની સંભાળ રાખવાનો પ્રશ્ન ઉભો થઈ જાય છે.

image source

આવા સમયમાં ગુજરાત રાજ્ય સરકાર દ્વારા માતા- પિતાની આ સમસ્યાને દુર કરવા માટે કોરોના વાયરસથી સંક્રમિત માતા-પિતાના બાળકોની દેખરેખ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોરોના વાયરસથી સંક્રમિત માતા- પિતા કે પછી બંને માંથી એક વ્યક્તિનું અવસાન થઈ ગયું હોય કે પછી માતા- પિતા બંને કોરોના વાયરસથી સંક્રમિત હોય અને ઘરે બાળકની સંભાળ રાખનાર કોઈ વ્યક્તિ ના હોય તો તે બાળકને બાળ સુરક્ષા એકમ દ્વારા આવા બાળકોની દેખરેખ કરવામાં આવશે. માતા- પિતાએ ફક્ત ચાઈલ્ડ હેલ્પલાઈન નંબર ૧૦૯૮ પર કોલ કરીને મદદ પ્રાપ્ત કરી શકે છે.

બાળકોની દેખરેખ કરવા માટે આટલી સાવચેતી રાખવી જરૂરી છે.

  • -બાળકોને સંભાળગૃહમાં મુકવા આવતા સમયે કોરોના વાયરસનો રીપોર્ટ નેગેટિવ હોવો જોઈએ.
  • -માતા- પિતાએ બાળકને સંભાળગૃહમાં રાખવા માટે ચાઈલ્ડ વેલ્ફેર કમિટીની પરવાનગી લેવી જરૂરી છે.
  • -૧ દિવસના નવજાત શિશુથી લઈને ૬ વર્ષના બાળકોને કતારગામ પોપાવાલા ચિલ્ડ્રન હોમમાં રાખવામાં આવશે. ત્યારે ૬ થી ૧૮ વર્ષની ઉમર ધરાવતા કિશોરોને પણ કતારગામ પોપાવાલા ચિલ્ડ્રન હોમમાં રાખવામાં આવશે.
  • -છોકરીઓને રામનગર ચિલ્ડ્રન હોમમાં દેખરેખ માટે રાખવામાં આવશે.
  • -તમામ બાળકોને જમવાથી લઈને રમત- ગમતના તમામ સાધનો નિઃશુલ્ક ઉપલબ્ધ કરાવવામાં આવશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!