માતા-પિતા બન્ને કોરોના સંક્રમિત હોવા છતાં પણ આ મેડિકલ ઓફિસર 50થી વધુ ગામો માટે કરી રહ્યો છે રાત-દિવસ કોવિડ ડ્યૂટી

કોરોનાએ ફરી એકવાર દુનિયાભરમાં હાહાકાર મચાવ્યો છે. બીજી લહેરમાં વાયરસનાં લક્ષણો પણ બદલાયા છે અને વધારે ઘાતક પણ બની ગયો છે. કોરોનાના કહેરમાં ઘણાં પરિવારો તબાહ થઈ ગયાં છે. લોકો માનસિક અને આર્થિક મુશ્કેલીમાં મુકાયા છે. આ સમયે લોકોના જીવ બચાવનાર એક મેડિકલ ઓફિસર વિશે અહી વાત થઈ રહી છે. મળતી માહિતી મુજબ બહુચરાજીની શંખલપુર સિવિલ હોસ્પિટલના તે હાલ મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવે છે. ડૉ. મિલાવ પટેલના માતા અને પિતા બંનેના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવી ચુક્યો છે.

image source

કોરોના સંક્રમિત હોવા છતાં તેમનાથી દૂર રહી તે હોસ્પિટલમાં કોરોના સંક્રમિત દર્દીઓની સેવા કરી રહ્યો છે. જાણવા મળ્યુ છે કે છેલ્લા 5 દિવસથી સતત રાત દિવસ જોયા સિવાય 24 કલાક સેવા આપી રહ્યો છે. તેની સાથે થયેલી વાતમાં તેનુ કહેવુ હતુ કે જેમ મારા પરિવારને આજે જેટલી મારી જરૂર છે એ રીતે દર્દીઓને પણ સારવારની ખુબ જરૂર છે. બહુચરાજી વિસ્તારનાં 50થી વધુ ગામોની જનતા જ્યાં સારવાર માટે આવે છે. જો કે આ પહેલા અહીની હાલત એવી હતી કે સિવિલમાં 15 દિવસ પહેલાં સુધી ઓક્સિજન કે બેડની કોઇ જ વ્યવસ્થા ન હતી.

image source

આ સાથે મહેસાણા, પાટણ જેવા જિલ્લા મથકે પણ ઓક્સિજન બેડ મળતા ન હતા. આ સમયે અહીં સારવારની આશાએ આવતાં કોરોના સંક્રમિતોની હાલત જોઇ હચમચી જવાય તેવી હતી. આ પછી ડૉ. મિલાવ પટેલ આ કામ માટે આગળ આવ્યો હતો. અહીં કોરોનાની સારવાર થઇ શકે તે માટે સામેથી તે શંખલપુર ગ્રામ પંચાયતના સરપંચ અને યુવા અગ્રણી પરેશ પટેલે સાથે વાત કરી હતી જે પછી ઓક્સિજનની બોટલોની વ્યવસ્થા કરવા સાથે ભરી લાવવા સુધીની જવાબદારી તેઓએ ઉઠાવી લીધી હતી.

image source

આના પરિણામે આજે સિવિલમાં ઓક્સિજનની સેન્ટ્રલ લાઇન સાથે 10 બેડનો ઓઇસોલેશન વોર્ડ અહી શરૂ પણ થઈ ગયો છે. આ વોર્ડમાં 10 દર્દી હાલ સારવાર પણ ચાલી રહી છે. અહીં છેલ્લા 5 દિવસથી 24 કલાક ફરજ પર છે. ડૉ. મિલાવ પટેલ કહે છે માતા-પિતા બંને હાલમાં કોરોના સંક્રમિત છે અને તેઓ હોઇ હોમ આઇસોલેટ છે. તેમના સ્વાસ્થયની સતત ચિંતા રહે છે પરંતુ સમય મળે ત્યારે મોબાઇલથી વાત કરી દવા સહિતની બાબતની જાણકારી હુ મેળવતો રહુ છુ.

image source

તેને આગળ વાત કરતા કહ્યુ હતુ કે તેઓ હાલ સ્વસ્થ છે. આ સિવય તેમની દોઢ વર્ષની દીકરી પણ છે. તેની પત્ની અને દીકરી બન્ને હાલ પિયર છે. પરિવારનો ઘણો સપોર્ટ પણ છે જેથી જ કોવિડની આ ફરજ ચિંતામુક્ત રહી નિભાવી શકું છું. આવનારા દર્દીઓ વિશે વાત કરતા કહ્યુ કે અહીં દાખલ થતાં દરેક દર્દીમાં નારાયણનાં દર્શન કરીએ છીએ. દર્દી સાજા થઇને ઘરે જાય ત્યારે તેઓ અંતરથી જે આશીર્વાદ આપે છે જે પછી બધા દર્દ ભુલાઈ જાય છે અને સેવા આપી રહ્યો છુ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!