માતા-પિતા માટે ચેતવણીરૂપ ઘટના: બાળકનો જન્મ થયા બાદ આપવામાં આવ્યું ઈન્જેક્શન, રિએક્શનને કારણે કાળો પડી ગયો હાથ અને અંતે આવ્યો કાપવાનો વારો

માતાપિતા માટે ચેતવણીરૂપ ઘટના – નવજાત બાળકને ઇન્જેક્શન આપતાં હાથ થઈ ગયો કાળો – ઇન્ફેક્શનના કારણે માસુમ બાળકનો હાથ કાપવાનો આવ્યો વારો

માતાપિતા માટે બાળકનો જન્મ એ જીવનની સૌથી સુખદ ક્ષણ હોય છે. માતા પિતા હંમેશા એ વાત માટે પ્રાર્થના કરતા રહેતા હોય છે કે તેમનું બાળક હંમેશા સ્વસ્થ અને સુખી રહે. અને આવનારા બાળક માટે પણ તેવું જ ઇચ્છતા હોય છે કે બાળક કાળુ હોય કે ગોરું પણ તેનું સ્વાસ્થ્ય સારું હોવું જોઈએ. અને ભગવાનની કૃપાથી બાળક સ્વસ્થ જન્મે પણ તબીબોની એક ભૂલથી તે બાળકનો હાથ જ કાપવાનો વારો આવે તો માતાપિતા માટે આથી વધારે કારમું દુઃખ બીજું કોઈ જ ન હોઈ શકે. આવી જ એક દુઃખદ ઘટના તાજેતરમાં ઘટી ગઈ છે.

image source

એક નવજાત બાળકને તાવ આવતા ડોક્ટરે તેને ઇન્જેક્શન આપ્યું હતું અને થોડા દિવસો બાદ પરિવારજનોએ જોયું તો બાળકનો હાથ કાળો પડી ગયો હતો. આ બાબતે એવું માનવામા આવી રહ્યું છે કે નવજાત બાળકને એક્સપાયર થઈ ગયેલું ઇન્જેક્શન આપવામા આવ્યું હતું અને તેના કારણે બાળકના હાથમાં ઇન્ફેક્શન લાગ્યુ હતું જેના કારણે તેના હાથમાં ઝેર ફેલાઈ ગયું હતું. અને માટે તેનો હાથ કાળો પડી ગયો હતો. આ ઘટના મધ્ય પ્રદેશના વિદિશા જિલ્લામાં બની ગઈ છે.

image source

મળેલા અહેવાલ પ્રમાણે મધ્ય પ્રદેશના વિદિશા જિલ્લાની એક હોસ્પિટલમાં આ માસુમ બાળકનો જન્મ 24મી ઓગસ્ટના રોજ થયો હતો. જન્મ બાદ બાળકના ઉપચાર માટે ડોક્ટર દ્વારા તેના હાથ પર ઇન્જેક્શન આપવામાં આવ્યું અને ત્યાર બાદ બાળકનો હાથ ધીમ ધીમે કાળો પડવા લાગ્યો હતો. આમ થતાં તાત્કાલીક હોસ્પિટલના સ્ટાફે બાળકને સારવાર માટે એનઆઈસીયુમાં દાખલ કર્યો હતો.

image source

આ ઘટના વિષે બાળકના પિતા જણાવે છે કે તેમની પત્નીએ 24મી ઓગસ્ટના રોજ એક સ્વસ્થ બાળકને જન્મ આપ્યો હતો. પણ જન્મ બાદ બાળકને કોઈ ઇન્જેક્શન લગાવવામાં આવ્યું હતું અને ત્યાર બાદ તેને તાવ આવવા લાગ્યો હતો અને તેના કારણે તેને હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં દાખલ કરવામા આવ્યો હતો.

પણ તે વિષે પરિવારજનોને હોસ્પિટલ દ્વારા કોઈ સ્પષ્ટ જાણકારી આપવામાં આવી નહોતી. છેવટે 5-7 દિવસ થઈ ગયા અને પરિવારજનોએ હોસ્પિટલના સ્ટાફ પર દબાણ કર્યું ત્યારે તેમને કહેવામાં આવ્યું કે બાળકને ભોપાલની કમલા નેહરુ હોસ્પિટલમાં મોકલવામા આવ્યો હતો. પરિવારજનો તાત્કાલીક આ ખબર સાંભળીને ભોપાલ પહોંચી ગયા હતા. અને ત્યાં બાળકને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યું હતું.

image source

જ્યારે બાળકને તેમણે જોયું તો તેનો હાથ કાળો પડી ગયો હતો. ત્યાર બાદ ડોક્ટરોએ માતાપિતાને એક આઘાતજનક સમાચાર સંભળાવ્યા. ડોક્ટરે માતાપિતાને જણાવ્યું કે બાળકના હાથમાં ઇન્ફેક્શન થઈ ગયું છે અને હવે તેનું ઓપરેશન કરીને તેનો હાથ કાપવો પડશે. આ ઘટનાને લઈને એ શંકા સેવાઈ રહી છે કે બાળકને એક્સપાયર થઈ ગયેલું ઇન્જેક્શન આપવામા આવ્યું હતું અને તેના કારણે તેના હાથમાં ઝેર ફેલાઈ ગયું હતું. જો કે આ વિષે હોસ્પિટલ તરફથી હજુ સુધી કોઈ જ સ્પષ્ટતા કરી નથી.

તમને જણાવી દઈએ કે આવા તો ઘણા બધા કિસ્સાઓ કે જે હોસ્પિટલ તેમજ ડોક્ટરની બેદરકારીથી ઘટતા હોય છે તે અવારનવાર છાપે ચડતા રહે છે અને તેમ છતાં આવી બેદરકારીઓમાં કોઈ ઘટાડો જોવા મળતો નથી. પણ તંત્ર દ્વારા કોઈ જ આક્રમક પગલા લેવામાં ન આવતા હોવાથી આવી બેદરકારીઓ અવારનવાર ઘટતી રહે છે. પણ વાસ્તવમાં જવાબદાર લોકોને ગંભીર સજા કરવામાં આવવી જોઈએ જેથી કરીને ભવિષ્યમાં આવી કોઈ બેદરકારી ન થઈ શકે અને કોઈના લાડકા બાળકે તેનું ભોગ ન બનવું પડે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત