અજબ પ્રેમ કી ગજબ કહાની: ફૂટબોલ મેચ જોવા ગયેલા બે મિત્રો એક જ છોકરીના પ્રેમમાં પડ્યા, આખી કહાની વાંચીને તમે પણ પડી જશો વિચારમાં

દુનિયામાં ઘણા લોકો એવા છે જેઓ ઘણીવાર એક જ સમયે બે બે છોકરીઓના પ્રેમમાં પડે છે. આવુ છોકરીઓ સાથે પણ થાય છે જ્યારે તેને એક સાથે બે છોકરા સાથે પ્રેમ થઈ જાય છે. પરંતુ શું તમે ક્યારેય સાંભળ્યું છે કે એક જ છોકરીના પ્રેમમાં બે મિત્રો પડી ગયા છે અને તે બંને તે છોકરી સાથે રહેવા માંગતા હોય છે?

image source

આ ત્રણેય લોકો એક બીજાને ડેટ કરી રહ્યા છે

બ્રાઝિલમાં આવું જ બન્યું છે. ત્યાં બે બેસ્ટ ફ્રેન્ડ એક જ છોકરીના પ્રેમમાં પડ્યા. સૌથી અનોખી વાત એ છે કે તે બંને તે છોકરી સાથે જીવન વિતાવવા માંગે છે. એટલું જ નહીં, તે છોકરી તે બંને મિત્રોને પણ પ્રેમ કરે છે અને છેલ્લા દોઢ વર્ષથી આ ત્રણેય લોકો એક બીજાને ડેટ કરી રહ્યા છે. આ ત્રણેય પરંપરાગત યુગલોની જેમ રેસ્ટોરન્ટ થતા ફરવા સાથે જાય છે અને ત્રણેય એક સાથે સુવે છે અને ત્રણેય એક સાથે જિંદગી શેર કરે છે. જો કે, તેઓને વિશ્વના અન્ય લોકોની વિચિત્ર પ્રતિક્રિયાઓનો પણ સામનો કરવો પડી રહ્યો છે. આ ત્રણેયે ભવિષ્યને લઈને પણ ઘણું આયોજન કર્યું છે.

image source

બન્ને ફ્રેડ્સની મુલાકાત 27 વર્ષીય સુંદર છોકરી ઓલ્ગા સાથે થઈ

બ્રાઝિલના ડીનો ડીસુઝા અને સાલો ગોમ્સ ગયા વર્ષે સ્પેનના બાર્સિલોનામાં રજા પર ગયા હતા. આ સમય દરમિયાન, જ્યારે તે બેલારુસ ગયા, ત્યારે બન્ને ફ્રેડ્સની મુલાકાત 27 વર્ષીય સુંદર છોકરી ઓલ્ગા સાથે થઈ. તે તેના મિત્રો સાથે ફરવા માટે આવી હતી. આ દરમિયાન, ડિનો અને સોલો બંનેએ ઓલ્ગાને પ્રપોઝ કર્યું. આ પછી અલ્ગાએ બંનેના પ્રેમનો સ્વીકાર કર્યો અને પછી ત્રણેય એક સાથે મળીને ડેટ પર જવા લાગ્યા.

image source

અમારા વચ્ચે વધુ સારી કેમેસ્ટ્રી

ડિનોએ જણાવ્યું હતું કે તે અને સોલો ફુટબોલ મેચ જોવા બાર્સેલોના ગયા હતા. અમને ત્યાં ઓલ્ગા મળી. તેણે ઓલ્ગાને ડ્રિંક્સ માટે અપ્રોચ કર્યું, ત્યારબાદ ત્રણેયની કહાની શરૂ થઈ. ડિનોએ કહ્યું કે અમારા માટે તે કોઈ મુદ્દો નથી કે અમે ત્રણેય એક સાથે સંબંધમાં છીએ. અમારા માટે વધુ જરૂરી કેમેસ્ટ્રી છે, અમારા વચ્ચે વધુ સારી કેમેસ્ટ્રી છે. હાલમાં આ ત્રણેયની લવ સ્ટોરી સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની છે. લોકોના મતે આ એક અનોખી ઘટના છે જેમા બન્ને યુવકો સાથે યુવતી રહેવા તૈયાર છે

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત