Site icon News Gujarat

જાણો વર્ષો પહેલા રાજસ્થાનમાં માત્ર એક તરબૂચના ફળ માટે થયેલી લડાઈની આ વાત

ઇતિહાસમાં એવી અનેક લડાઈઓ નોંધાયેલી છે જેના કિસ્સાઓ આજે પણ ગર્વથી કહેવામાં આવે છે.

યુદ્ધ અને લડાઈ મુખ્યત્વે બીજા રાજ્યો પર કબ્જો કરવા માટે જ લડાતી હતી પરંતુ લગભગ 375 વર્ષ પહેલા એક આશ્ચર્યજનક યુદ્ધ પણ ઇતિહાસમાં નોંધાયેલું છે. આશ્ચર્યજનક એટલા માટે કારણ કે આ યુદ્ધ માત્ર એક તરબૂચ માટે લાદવામાં આવ્યું હતું. તમને જાણીને નવાઈ લાગશે કે તે યુદ્ધમાં પણ હજારોની સંખ્યામાં સૈનિકોના મોત થયા હતા.

image source

આ યુદ્ધ લગભગ આખી દુનિયામાં ખેલાયેલું એકમાત્ર એવું યુદ્ધ છે જે એક ફળના લીધે લડવામાં આવ્યું હતું. ઇતિહાસમાં આ યુદ્ધને ” મતીરે કી રાડ ” નામથી ઓળખવામાં આવે છે. અસલમાં રાજસ્થાનના અમુક ભાગોમાં તરબૂચને મતીરા નામથી ઓળખાય છે અને રાડનો અર્થ ઝઘડો થાય છે.

image source

મતીરે કી રાડ નામક આ યુદ્ધ 1644 ઈસ્વી માં લડાઈ હતી. યુદ્ધ વિષે વિસ્તૃત વાત કરીએ તો તે સમયે બિકાનેર રિયાસતનું સીલવા ગામ અને નાગોર રિયાસતનું જાખણીયા ગામણી સરહદ એકબીજા સાથે અડીને જોડાયેલી હતી. આ બન્ને ગામો બન્ને રિયાસતોના અંતિમ ગામ હતા. હવે થયું એમ કે તરબૂચનું એક છોડ બીકાનેરની સીમામાં ઉગી નીકળ્યું પરંતુ તેમાં જયારે તરબૂચનું ફળ આવ્યું તો એ નાગોર રિયાસતની સીમા બાજુ નમી ગયું.

image source

હવે બિકાનેર રિયાસતના લોકોનું એવું માનવું હતું કે તરબૂચનો છોડ એની સરહદમાં થયો હતો એટલે તેમાં ઉગેલું તરબૂચ પણ તેમનું જ કહેવાય. પરંતુ નાગોર રિયાસતના લોકોનું એમ કહેવું થતું હતું કે જયારે તરબૂચનું ફળ તેની સરહદમાં આવ્યું છે તો હવે તેની માલિકી નાગોર રિયાસતની જ કહેવાય. આ વાતને લઈને બન્ને રિયાસતો વચ્ચે ઝઘડો થઇ ગયો અને ધીમે ધીમે આ ઝઘડો વકરતા લોહિયાળ યુદ્ધ સુધી આગળ વધી ગયો.

image source

કહેવાય છે કે આ અજબ-ગજબ લડાઈમાં બીકાનેરની સીનનું નેતૃત્વ રામચંદ્ર મુખિયાએ કર્યું હતું જયારે નાગોરની સેનાનું નેતૃત્વ સિંઘવી સુખમલએ કર્યું હતું. જો કે બન્ને રિયાસતના રાજાઓને આ લડાઈ વિષે કોઈ ખ્યાલ જ ન હતો. કારણ કે જે સમયે લડાઈ થઇ હતી ત્યારે બિકાનેરના રાજા કરણસિંહ એક અભિયાનમાં ગયા હતા જયારે નાગોરના રાજા રાવ અમરસિંહ મુગલ સામ્રાજ્યની સેવામાં હતા.

image source

અસલમાં આ બન્ને રાજાઓએ મુગલ સામ્રાજ્યની આધીનતા સ્વીકારી લીધી હતી. જયારે બન્ને રિયાસતોના રાજાઓને આ લડાઈ વિષે જાણ થઇ તો તેઓએ આ મામલે મુગલ દરબારમાં હસ્તક્ષેપની માંગણી કરી. પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઇ ગયું હતું. વાત મુગલ સામ્રાજ્ય હાથમાં લે એ પહેલા જ લડાઈ શરુ થઇ ગઈ હતી. યુદ્ધમાં ભલે નાગોર રિયાસતની હાર થઇ પરંતુ કહેવાય છે કે આ લડાઈમાં બન્ને બાજુએથી હજારો સૈનિકોના મોત થયા હતા.

source : amarujala

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version