માત્ર 11 અને 12 વર્ષની બે ગુજરાતી છોકરીઓએ વગાડ્યો ડંકો, વિશ્વ લેવલે મેળવી આ સિદ્ધિ, જાણો સમગ્ર માહિતી

દંગલ ફિલ્મ આવ્યા બાદ એક ડાયલોગ ભારે ફેમસ થયો હતો કે હમારી છોરી છોરો છે કમ હે કા. કારણ તે હવે દરેક ફિલ્ડમાં છોકરીઓ છોકરાની સમોવડી થઈને ઉભી છે. ત્યારે હવે ફરીથી ગુજરાતની બે છોકરીઓએ કમાલ કરી છે અને ડંકો વગાડ્યો છે. જમનાબાઈ નરસી સ્કૂલની બે ગુજરાતી છોકરીઓ વર્લ્ડ રોબો ઑલિમ્પિયાડમાં વિજેતા થઈ છે. તેમણે ઍર-કન્ડિશનર યુનિટ્સની બહાર હવાનું તાપમાન ઘટાડવામાં મદદરૂપ થાય એવું સંશોધન કર્યું છે, યુનિટ્સની બહાર નીકળતી ગરમીનું પ્રમાણ ઘટાડવામાં મદદરૂપ સંશોધન કર્યું છે.

image source

મળતી વિગત પ્રમાણે વાત કરીએ તો, 11 વર્ષની અંતરા પટેલ અને 12 વર્ષની પ્રિશા પટેલે માટીનો ઉપયોગ કરીને ઠંડક કરવાની પરંપરાગત પદ્ધતિનો ઉપયોગ કર્યો છે. કૅનેડામાં યોજાયેલી વર્લ્ડ રોબો ઑલિમ્પિયાડમાં 75 દેશોએ ભાગ લીધો હતો. વિવિધ કૅટેગરીમાં 15 ભારતીય ટીમે ભાગ લીધો હતો. ચોક્કસ કૅટેગરીમાં અને વયજૂથમાં પસંદ કરવામાં આવેલી 20 ટીમમાં ટેક્નૉનર્ડ્સનો સમાવેશ છે. ઉલ્લેખનીય છે કે, આ વર્ષે વર્લ્ડ રોબો ઑલિમ્પિયાડમાં હવામાન સંબંધી સમસ્યાનો વિષય હતો.

image source

અંતરા અને પ્રિશાએ ટીમ ટેકનોનર્ડ્સ રૂપે રોબો ઑલિમ્પિયાડમાં ભાગ લીધો હતો. તેમણે એક્વા ક્લે ઍટમૉસ્ફિયર કૂલર અથવા એસી સ્ક્વેર નામે સિસ્ટમ ડેવલપ કરી છે. ઍલ્યુમિનિયમ ફ્રેમમાં અરેન્જ કરેલા ક્લે કોન્સ વડે બનાવવામાં આવેલા નૅચરલ ફિલ્ટરિંગ સ્ક્રીનનો વપરાશ કરવામાં આવે છે. એ માટીના ક્લે કોન્સને રીસાઇકલ્ડ પાણી વડે ભીના રાખવામાં આવે છે. ગરમ હવા એ ભીના ક્લે કોન્સમાંથી પસાર થતાં ઠંડી પડે છે. ટેક મટીરિયલ્સ અને હાઈ-ટેક મેથડ્સની સાથે ભૌતિકશાસ્ત્રના સિદ્ધાંતોનો સમન્વય અંતરા અને પ્રિશાની જોડીએ કર્યો છે. પરિવારને પણ આ બન્ને છોકરીઓની સિદ્ધિ જોઈને હરખ થયો હતો અને આનંદ ઉલ્લાસમાં જોવા મળ્યા હતા. ત્યારે હવે આ બન્ને છોકરીએ બનાવેલું મશીન ઍર-કન્ડિશનર યુનિટ્સની બહાર હવાનું તાપમાન ઘટાડવામાં મદદ કરશે.

image source

2019માં પણ ગુજરાતની આ છોકરીની સિદ્ધિ ઘણી વખણાઈ હતી. સ્ટુડેંટ્સ કૉમ્પિટિટિવ અને જુદા જુદા એંટ્રેસ પરીક્ષાઓમાં ભાગ લઈને પોતાના કેરિયરના માર્ગમાં આગળ વધે છે. અનેક લોકો વર્ષો સુધી આ પ્રતિયોગી પરીક્ષાઓની તૈયારી કરે છે પ નિષ્ફળ રહે છે. અનેક સ્ટુડેંટ્સ એવા હોય છે જે બોર્ડ પરીક્ષા આપતા જ રાહતનો શ્વાસ લે છે. પણ અનેક સ્ટુડેંટ્સ પોતાનુ કેરિયર સારુ બનાવવા માટે ઘણી બધી કોમ્પિટિટિવ એક્ઝામ આપે છે અને સફળતા મેળવીને એક સારો મુકામ મેળવે છે.

image source

ત્યારે આ છોકરીએ એક સાથે ઘણી બધી એંટ્રેસ એક્ઝામ પાસ કરી છે. દર વર્ષે લાખો વિદ્યાર્થીઓ પ્રતિયોગી પરીક્ષાઓમાં પાસ થવા માટે દિવસ રાત મહેનત કરે છે અને ઘણા પરેશાન થાય છે. તો બીજી બાજુ એક છોકરી એવી પણ છે જેણે ભારતની દરેક મોટી એંટ્રેસ એક્ઝામમાં સફળતા મેળવી છે. અમે વાત કરી રહ્યા છીએ સૂરતની રહેનારી સ્તુતિ ખંડવાલાની જેણે એક્સ આથે NEET, AIIMS, MBBS અને JEE (main) એક્ઝામમાં સફળતા મેળવીને સૌને આશ્ચર્યમાં નાખી દીધા છે. આ મોટી સફળતા મેળવ્યા પછી સ્તુતિને 90 ટકા સ્કોલરશિપની પણ ઓફર મળી છે. મીડિયાના મુજબ સ્તુતિએ સફળતાનો શ્રેય પોતાના માતા-પિતા અને શિક્ષકોને આપ્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત