માત્ર 16 વર્ષની આ દીકરી દિવ્યાંગ પિતાને વ્હીલચેરમાં બેસાડી માત્ર ‘ગોલ્ડન ટેમ્પલ’ના દર્શન કરાવશે, ચારેકોર થઈ રહી છે ચર્ચા

આપણા સમાજમા એક એવી માન્યતા લોકોના મનમાં ઘર કરી ગઈ છે કે દીકરો તો જોઈએ જ. લગ્ન પછી આપણું કોણ? દીકરો કમાઈને આપે અને દીકરી તો ન આપે, આખરે દીકરી બીજાના ઘરે જ જઈને રહેવાની છે. પરંતુ હાલમાં જે કિસ્સો સામે આવ્યો એણે આવા લોકોને જડબાતોડ જવાબ આપ્યો છે. તો આવો જોઈએ કે શું છે આ કિસ્સો.

image source

મૂળ પંજાબ લુધિયાણામાં જન્મેલા અને બિહાર પટનામાં પરિવાર સાથે પોતાનું ગુજરાન ચલાવતા તેમજ હાલમાં કુબેરનગરના ગુરૃનાનક દરબારમાં થોડા દિવસ રોકાયેલા 55 વર્ષીય દિવ્યાંગ કુલદીપસિંઘ રાઠોડ લૉકડાઉનના સમયમાં ભૂજમાં રોકાયા હતા.

image source

બન્યું એવું કે આ સમયે તેમની 16 વર્ષની દીકરી ટીના કૌરને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિ સર્જાઇ હતી ત્યારે કુલદીપસિંઘે તેમની દીકરી ઝડપથી સાજી થઇ જાય તો તેઓ અમૃતસરમાં આવેલા ગુરૂનાનકના ગોલ્ડન ટેમ્પલના સુવર્ણ મંદિર દર્શન કરવા માટે જશે તેવી માનતા માની હતી. પછીની વાત કરીએ તો સમય જતા ટીના કોરોનામાંથી બહાર આવી હતી અને ફરીથી પિતાના વ્યવસાયમાં મદદ કરવા લાગી હતી. ટીના કૌરે સમગ્ર કિસ્સા વિશે જણાવ્યું હતું કે, મારી ત્રણ વર્ષની ઉંમરે માતાનું અવસાન થયું હતું. ત્યારપછી પિતાએ માતાની જવાબદારી નિભાવીને મને નવું જીવન આપ્યું છે. કોરોનામાંથી બહાર આવ્યા પછી પિતાની માનતા પ્રમાણે મેં વ્હિલચેર પર બેસાડીને તેમને ગુરૂનાનકના દર્શન કરવા માટે લઇ જવાનું નક્કી કર્યું છે.

image source

તેમણે તેમની યાત્રા વિશે વાત કરતાં આગળ કહ્યું કે, અમે બે દિવસ પહેલાં અમદાવાદથી નીકળ્યા છીએ અને 15 ડિસેમ્બર સુધીમાં ગુજરાત, રાજસ્થાન, હરિયાણા થઇને પંજાબ સુધીનું 1550 કિલોમીટર અંતર કાપીને અમૃતસર પહોંચીશું જ્યાં પિતાને સુવર્ણ મંદિરમાં દર્શન કરાવીશ. અમે અમારી પગપાળા યાત્રા દરમિયાન દિવસમાં 30થી 35 કિલોમીટર અંતર કાપીશું. મારા પિતાએ જીવનભર સખત મહેનત કરીને અમારું ભરણપોષણ કર્યું છે જેના માટે સમગ્ર જીવનભર સેવાકાર્ય કરું તો પણ ઓછું પડે.

image source

ટીનાનું કહેવું છે કે, મારા માટે તેમણે રાખેલી માનતા માટે હું તેમને વ્હિલચેર પર લઇ જઇને દર્શન કરાવું તેનાથી તેઓ ઘણા ખુશ થશે અને મારી હિમ્મત પણ વધશે. વ્હિલચેરની સાથે અમે થોડા દિવસ સુધી ચાલે તેટલી રોજિંદા જીવનની સામગ્રી સાથે લઇ જવાના છીએ. શક્ય બનશે તો અમે જાતે ભોજન બનાવનાનો અમારો પ્રયાસ રહેશે.

image source

મારા જીવનના દરેક સમયે પિતાએ ઘણી જ મદદ કરી છે ત્યારે તેમને પગપાળા સુવર્ણ મંદિરના દર્શને લઈ જવા એ મારા માટે અત્યંત આનંદની વાત છે. હવે હાલમાં આ કિસ્સાની ચારેકોર ચર્ચા થઈ રહી છે. લોકો કહી રહ્યા છે કે આજે લોકોને દીકરી જોઈતી નથી અને દીકરાની લાલચ હોય છે. પરંતુ આ કિસ્સાએ આવી વિચારધારા ધરાવતા લોકો પણ સણસણતો તમાચો માર્યો એવું કહેવું જરાય ખોટું નથી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત