માત્ર 119 રૂપિયામાં આ રીતે મેળવો ગેસ સિલિન્ડર, હવે આટલા જ દિવસ બાકી છે…

રૂ. 700નો ગેસ સિલિન્ડર ફક્ત 119 રૂપિયામાં મળશે, જાણો કેવી રીતે ઓફરનો લાભ લઈ શકશો

શહેરથી ગામ સુધીના દરેક ઘરમાં એલપીજી સિલિન્ડર (LPG cylinder)નો ઉપયોગ કરવામાં આવે છે. તાજેતરમાં સરકારે એલપીજીના ભાવમાં 50 રૂપિયા વધારો કર્યો છે. જે બાદ સબસિડી વિના 14.2 કિલો એલપીજી સિલિન્ડર (Gas cylinders) ની કિંમત 644 રૂપિયાથી વધીને 694 રૂપિયા થઈ ગઈ છે. આ મહિનામાં આ સિલિન્ડરના ભાવમાં આ બીજો વધારો છે. આ પહેલા 1 ડિસેમ્બરે તેના ભાવમાં 50 રૂપિયા વધારો થયો હતો.

image source

પરંતુ હવે તમે આ મોંઘુદાટ સિલિન્ડર ફક્ત 119 રૂપિયામાં આ રીતે ખરીદી શકો છો. તો ચાલો જાણીએ આ ઓફર કેવી રીતે મેળવી શકાય. કંપનીઓ તરફથી ગેસ સિલિન્ડરની નક્કી કરેલી કિંમતમાં હોમ ડિલિવરીની રકમ પણ સામેલ હોય છે. પરંતુ જો એજન્સી હોમ ડિલિવરી ન કરે તો તમને આ ચાર્જ મેળવવાનો અધિકાર છે. પેટીએમ એપની મદદથી 31 માર્ચ સુધીમાં ગેસ સિલિન્ડર બુક કરાવો છો તો તમને 700 રૂ.નું કેશબેક મળશે. છેલ્લા 3 મહિનામાં રસોઈ ગેસની કિંમતોમાં વારેઘડી વધારો થયો છે.

image source

આ 4 વારના વધારામાં LPG Gas Cylinder 125 રૂપિયા મોંઘો થયો છે. દિલ્હીમાં ગેસ સિલિન્ડરનો ભાવ 819 રૂપિયા છે. ઓનલાઈન પેમેન્ટ એગ્રીમેન્ટ પેટીએમ તમને સસ્તામાં રસોઈ ગેસ ખરીદવાનો અવસર આપી રહ્યું છે. આ ઓફરમાં તમને 819 રૂપિયાનો સિલિન્ડર ફક્ત 119 રૂપિયામાં મળશે. આ ઓફર 31 માર્ચ સુધી વેલિડ છે. તો તમે જ્લ્દી આ રીતે તમારા ગેસ સિલિન્ડરનું બુકિંગ કરાવો અને ઓફરનો લાભ લો.

આ રીતે મળશે કેશબેકનો લાભ

image source

આ ઓફરનો લાભ લેવા માટે તમારે મોબાઈલ ફોનમાં પેટીએમ એપને ડાઉનલોડ કરીને ગેસનું બુકિંગ કરવાનું રહે છે. આ પછી તમને 700 રૂપિયાનું કેશબેક મળશે. કેશબેકનો લાભ લેવા માટે પેટીએમમાં Book a Cylinderનો વિકલ્પ પર જાઓ. અહીં તમે Bharat Gas, HP gas અને Indane નો વિકલ્પ પસંદ કરો. તમે જે કંપીનીના ગ્રાહક છો તેને પસંદ કરો. ગ્રાહક મોબાઈલ નંબર કે એલપીજીના આઈડી મદદથી તમે બુકિંગ કરી શકો છો. ડિટેલ્સ ભર્યા બાદ પ્રોસીડ કરો અને તમારી ડિટેલ્સ ભરાઈ જશે. પહેલી વાર બુકિંગ કરવા બદલ તમને 700 રૂપિયાનું કેશબેક મળે છે.

વીમાની બે સ્થિતિ

image source

તમને જણાવીએ કે સંબંધિત કંપની તરફથી દરેક એલપીજી ગ્રાહકને 50 લાખ રૂપિયા સુધીનો વીમો હોય છે. આ વીમાની બે સ્થિતિ હોય છે. આ માટે કોઈ પણ ગ્રાહકે કોઈ વધારાનું માસિક પ્રિમિયમ ભરવાનું હોતુ નથી. જો ગેસ સિલિન્ડરથી કોઈ અકસ્માત થાય તો પહેલી કંડીશન હેઠળ 40 લાખ અને બીજી કન્ડિશન હેઠળ 50 લાખ રૂપિયા સંબંધિત એજન્સીએ આપવા પડતા હોય છે.

31 માર્ચ સુધી મળશે ઓફરનો લાભ

image source

આ ઓફર 31 માર્ચ સુધી વેલિડ રહેશે. ઓફરનો લાભ ફક્ત 1 વાર જ લઈ શકાશે. કેશબેક ક્લેમ કરવા પહેલા પેમેન્ટ કરવાનું છે અને પછી ફરી તમારી સામે સ્ક્રેચ કાર્ડ આવશે. આ કાર્ડને ઓપન કરશો તો તમને કેશબેક મળશે. અહીં સ્ક્રેચ કાર્જને સ્ક્રેચ કરવાનું ભૂલી જશો તો Cashback and Offers ના ઓપ્શનમાં જાઓ અને તેનો યૂઝ કરો. આ સ્ક્રેચ કાર્ડને 7 દિવસમાં ઉપયોગમાં લેવાનું રહે છે.

જો દુર્ઘટના ઘટે તો આમ કરો

image source

જો તમે કોઈ પણ પ્રકારની દુર્ઘટનાનો ભોગ બનો તો સૌથી પહેલા પોલીસ અને વીમા કંપનીને તેની જાણ કરો. અનેકવાર પોલીસ આવા મામલે એફઆઈઆર નોંધતી નથી. આથી જરૂરી છે કે તમે એફઆઈઆર કરાવો અને વીમાની રકમનો દાવો કરવા માટે એફઆઈઆરની કોપી સુરક્ષિત રાખો. કોઈ ઈજાગ્રસ્ત થયું હોય તો તે અંગેના બિલ પણ સાચવીને રાખો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *