હે ભગવાન હવે તો ખમી જા, કોરોનાના કારણે માત્ર 10 દિવસની બાળકી બની અનાથ, માતા-પિતા બન્નેનુ મોત

કોરોના મહામારીનાં કારણે લોકો ઘણી મુશ્કેલીમાં મુકાઈ ગયાં છે. બીજી લહેરમાં તો વાયરસે કહેર વર્તાવ્યો છે. કેટકેટલાય પરિવારોને તબાહ કરી નાખ્યાં છે. હવે તો એવાં દિવસો આવ્યાં છે કે જ્યાં ઘણા બાળકો તેમના માતાપિતા બંને ખોઈ બેઠાં છે. આ કોરોનાકાળમાં ઘણા બાળકોનું ભવિષ્ય અંધકારમય બન્યું છે. માતાપિતા વિના આ કુમળા બાળકો કેવી રીતે ઉછેરશે અને કેવી રીતે ભણીગણી આગળ વધી શકશે આ બધા પ્રશ્નો સામે આવી રહ્યાં છે. આ વચ્ચે એક એવો કિસ્સો સામે આવ્યો છે કે જેને સાંભળીને તમારું હૃદય કંપી જશે.

image source

મળતી માહિતી મુજબ માત્ર 10 દિવસની બાળકીએ કોરોનાનાં કારણે પોતાનાં માતા-પિતા ગુમાવ્યા છે. માતા-પિતાનું વાયરસનાં સંક્રમણથી અચાનક મોત થઈ જતાં આ બાળકી ધરતી પર આવતાંની સાથે જ અનાથ થઈ ગઈ છે. આ વિશે વિગતે વાત કરીએ તો આ કિસ્સો કર્ણાટકનાં માંડ્યા જિલ્લાથી સામે આવ્યો છે જ્યાં 10 દિવસની બાળકી અનાથ થઈ ગઈ છે. વાયરસનાં કહેરનાં કારણે તેણે હંમેશ માટે પોતાના માતા-પિતાને ગુમાવ્યા છે. સ્થિતિ એવી બની હતી કે જ્યારે બાળકીનો જન્મ થયો તેના માત્ર પાંચ દિવસ પહેલા જ તેનાં પિતાનું મોત નીપજ્યું હતું અને આ પછી બાળકોના જન્મ આપ્યાનાં પાંચ દિવસ બાદ તેની માતાનું પણ મોત નીપજ્યું હતું.

જાણવા મળ્યું છે કે બાળકીનાં માતા-પિતા બંને કોરોના સાથે હિંમતથી લડી રહ્યાં હતા પરંતુ આ આખરે તેઓએ આ દુનિયાને વિદાય આપી અને એક નિર્દોષ બાળકી કાયમ માટે અનાથ બની ગઈ. જો કે ડોકટરો દ્વારા કહેવામાં આવ્યું છે કે જ્યારે આ બાળકીનો જન્મ થયો ત્યારે તે પણ કોવિડ પોઝિટિવ હતી પરંતુ તેણે કુમળી વયે વાયરસને મ્હાત આપી અને તેની હાલમાં સ્થિતિ પણ સ્થિર છે અને તે સંપૂર્ણ તદુરસ્ત છે. બાળકીનાં પરિવારજનો સાથે થયેલી વાતચીતમાં તેમણે કહ્યું હતું કે આ બાળકીનો જન્મ પણ 9 વર્ષ પછી થયો છે.

image source

આ બાળકી માટે માતા-પિતા તરફથી ઘણી પૂજાઓ અને માનતાઓ કર્યા બાદ ભગવાનને તેમની પ્રાર્થના સ્વીકારી હોય તેમ આ બાળકીનો જન્મ થયો છે. પરંતુ આ નાનકડી બાળકીની કિલકરી સાંભળવા માટે આજે તેનાં પિતા કે માતા જીવંત નથી. હવે આવી સ્થિતિમાં બાળકીનાં ભવિષ્ય વિશે અનેક પ્રકારના પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે કે આ નાનકડી બાળકીને કોણ અપનાવશે. જો કે આ સવાલો વચ્ચે જાણવા મળ્યું છે કે આ બાળકીના સબંધીઓ તેને દત્તક લેવા માટે તૈયાર છે. બાળકીની માતાનાં ભાઈ એટલે કે તેના મામાએ તેને દત્તક લેવાનો નિર્ણય લીધો છે. જો કે આ બાળકીનાં મામાને પહેલાથી જ બે બાળકો છે પરંતુ તેઓ નવા મહેમાનને આવકારવા માટે મનથી તૈયાર છે.

image source

બાળકીએ માતા-પિતા ગુમાવ્યાં હોવાનાં કારણે ચોક્કસપણે અનાથ છે પરંતુ તેને જીવનનો આધાર તેના મામાએ આપ્યો છે જેથી તેનું ભવિષ્ય સુધારી શકે. કોરોના વાયરસથી આવી રીતે ઘણા પરિવાર તબાહ થઈ ગયાં હોય એવી ઘણી ઘટનાઓ સામે આવી છે. વાયરસનો આતંક એટલો બધો વધ્યો છે કે કોઈએ પોતાનાં માતા કોઈએ પિતા તો કોઈએ બન્ને, કોઈએ મિત્ર તો કોઈએ સગા ખોયા છે. આ સમયે લોકડાઉન અને વેક્સિનેશન જેવાં પાગલઓ દ્વારા સ્થિતિને કાબુ કરવાની કોશિશ ચાલી રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!