સેલિબ્રિટીના માત્ર એક ટ્વીટથી કરોડોના શેરમા મચી અફરાતફરી, ફક્ત બે શબ્દોમાં વ્હોટ્સએપનો પણ છૂટ્યો પરસેવો

લોકો સેલિબ્રિટી કઈ ચીજો ઉપયોગ કરી રહ્યા છે અને તેના વિશેની માહિતી જાણીને પોતે પણ તે ચીજોનો ઉપયોગ કરતા હોય છે. આ સેલિબ્રિટી કોઈ એડ કે અન્ય રીતે સામે આવીને આ વિશે વાત પણ કરતા હોય છે. જો કે તેમના આવા કથનથી કંપનીઓને તરી જતી હોય છે. હાલમા આવી વાતો સામે આવી છે જ્યા કેટલીક સેલિબ્રિટીઝે જે-તે પ્રોડ્કટ વાપરવાની સલાહ આપી હોય કે પછી એને અવગણવાની વાત કહી હોય તેની ઘણી જ ઈમ્પેક્ટ જોવા મળે છે. ખાસ કરીને કંપનીની માર્કેટ વેલ્યુ પર ખાસ ફરક પડે છે. એલન મસ્ક, ટેસ્લા કંપનીના માલિકે બિટકોઈનને લઈને એક ટ્વીટ કર્યું અને એના ભાવ આસમાને પહોંચી ગયા જ્યારે તેમની બીજા ટ્વીટથી બિટકોઈનના ભાવ તળિયે પણ પહોંચી ગયા હતા.

મળતી માહિતી મુજબ યુરો કપમાં હંગેરી સામેની મેચ પહેલાં જોવા મળ્યો જ્યા પોર્ટુગલના સ્ટાર ખેલાડી ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ પ્રેસ-કોન્ફરન્સમાં ટેબલ પર પડેલી કોકા કોલાની બોટલો હટાવી દીધી અને લોકોને પાણી પીવાની સલાહ આપી. રોનાલ્ડોએ લોકોને કોલ્ડડ્રિંકથી દૂર રહેવાનું અને પાણી પીવાની સલાહ આપી. જે કોકા કોલાને મોંઘુ પડ્યુ હતુ. આ સિવાય મસ્કના જ ટ્વીટથી સિગ્નલ જેવી એપ પણ લાઈમલાઈટમાં આવી હતી અને બે જ દિવસમાં લાખો લોકોએ સુધી તે પહોચવામા સફળતા રહી હતી. બહોળી સંખ્યામા લોકોએ ડાઉનલોડ કરી લીધી હતી. આવુ થતા વ્હોટસએપ જેવી પોપ્યુલર એપના ઓનર્સને ભારે નુકસાનનો સામનો કરવો પડ્યો હતો. હાલમાં ફરી એક વખત સૂચેતા દલાલના એક કથિત ટ્વીટની અસરથી ગૌતમ અદાણીનુ નામ એ વિશ્વના ધનીકોની યાદીમાંથી આગળ દેખાઇ રહ્યુ છે.

કોકા કોલાને થયેલા નુકસાન વિશે વાત કરીએ તો તે ઘટના ખરેખર એમ હતી કે યુરોપમાં ફૂટબોલની સીઝન ચાલી રહી દરમિયાન પોર્ટુગલની ટીમના કેપ્ટન ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ એક પ્રેસ કોન્ફરન્સ સંબોધિત કરી હતી. આ સમયે રોનાલ્ડો જ્યારે પ્રેસ કોન્ફરન્સવાળા ટેબલ પર આવ્યા અને ત્યાં માઈક પાસે જ કોકા કોલાની બે બોટલ પડેલ હતી. આ પછી રોનાલ્ડોએ ત્યાં રાખેલી કોકા કોલાની બંને બોટલને હટાવી દીધી અને પાણીની બોટલ ઉઠાવી. તેણે કેમેરા સામે કહ્યું હતુ કે DRINK WATER’. ફકત 25 સેકન્ડની આ ઘટનાની ઈમ્પેક્ટ કોકા કોલાની માર્કેટ કેપ પર જોવા જોરદાર જોવા મળી છે. આ બાદ કોકા કોલાને ભારે નુકશાનનો સામનો કરવો પડ્યો હતો. તેના શેર ધડાધડ તૂટવા લાગ્યા.

મળતી માહિતી મુજબ આ શેર લગભગ 4 બિલિયન ડોલર સુધી તુટી પડ્યા હતા. આ સમયે જયારે યુરોપમાં બપોરે 3 વાગ્યે માર્કેટ ખુલ્યું તે સમયે કોકા કોલાના શેરનો રેટ 56.10 ડોલર હતો અને પછી માત્ર અડધા કલાક બાદ જ રોનાલ્ડોની પ્રેસ કોન્ફરન્સની ઘટના બાદથી શેર સતત ઘટવા લાગ્યા હતા. કોકા કોલાના ભાવ 55.22 ડોલર સુધી પહોંચી ગયા હતા. શેરમાં થયેલ આ ઘટાડાને પગલે કોકા કોલાની માર્કેટ વેલ્યૂ પણ ઘટી ગઈ છે. એક રીપોર્ટ મુજબ શેરમાં ઘટાડાને પગલે કોકા કોલાની માર્કેટ વેલ્યૂ જે 242 અબજ ડોલર હતી તે ઘટીને 238 અબજ ડોલર થઈ ગઈ છે.

આ સાથે કોકા કોલાએ આ ઘટના અંગે શુ રિએક્શન આપ્યુ તેના વિશે વાત કરીએ તો કોકા કોલા 11 દેશોમાં રમાઈ રહેલા UEFA યુરો કપનું ઓફિશિયલ સ્પોન્સર છે. હવે આ વિવાદ બાદ કોકા કોલાએ નિવેદન આપ્યું કે ખેલાડીઓની પ્રેસ કોન્ફરન્સ કે મેચ દરમિયાન દરેક પ્રકારના ડ્રિંક આપવામાં આવતા હોય છે અને તે સમયે ખેલાડી શું પીવાનું પસંદ કરે છે તે તેમની પસંદ હોય છે. આ ઘટના જેના લીધે થઈ તે રોનાલ્ડોની વિશે વાત કરીએ તો તે વિશ્વના સર્વશ્રેષ્ઠ ફુટબોલર છે. તેના ચાહકો સોશિયલ મીડિયા અને ફુટબોલ ફેન્સ બધી જગ્યાએ છે. આ સમયે રોનાલ્ડો કરેલ આ કામે કોલાને ઘણુ નુકશાન આપ્યુ છે. જો કે કેટલાક લોકો આ સમયે રોનાલ્ડોની પ્રશંસા કરી રહ્યા છે તો બીજી તરફ કેટલાંક લોકો તેને ઢોંગ કહી રહ્યા છે.

આ પાછળ રોનાલ્ડોની એક જૂની જાહેરાત જવાબદાર હોવાની વાત સામે છે જેમાં રોનાલ્ડો પોતે કોકનો પ્રચાર કરતો જોવા મળે છે. તે જાહેરાત વિશે વિગતે વાત કરીએ તો રોનાલ્ડો ફ્રિઝમાં રાખેલી કોકા કોલાના કેન પર ફુટબોલ રમતો નજરે પડે છે. એડમા તે ફુટબોલની જગ્યાએ આઈસ ક્યૂબને કિક મારી રહ્યો છે. આ એડ 2006માં સામે આવી હતી. આવી જ બીજી એક ઘટના વિશે વાત કરીએ તો અદાણી જૂથની કંપનીઓમાં બોગસ વિદેશી રોકાણના થયુ હોવાની વાત સામે આવતા સોમવારે શેરબજારમાં તેની ખુબ અસર દેખાઇ હતી. આ અંગે નેશનલ સિક્યોરિટી ડિપોઝિટરી લિમિટેડ (NSDL) દ્વારા અદાણી જૂથની 6 કંપનીમાં 3 વિદેશી ફંડ દ્વારા તેમની કુલ મૂડીમાંથી 95%થી વધારે રકમ એટલે કે 43,500 કરોડ રૂપિયાનું રોકાણ કરાયું હોવાનુ જાણવા મળ્યુ હતુ. આ સાથે કહેવામા આવ્યુ છે કે ત્રણેય વિદેશી ફંડને ફ્રીઝ કરાયાં હતાં.

હવે અદાણી જૂથને શૅર્સમાં બાબતે 1.03 લાખ કરોડ સુધીનું નુકશાન થયું હતું. આ સિવાય પણ ગ્રુપના વિવિધ શૅર 25% તૂટ્યા છે જેમા અદાણી એન્ટરપ્રાઈઝના શેર સૌથી વધારે તૂટ્યા છે. મળતી માહિતી મુજબ સોમવારે અદાણી એન્ટરપ્રાઈઝીઝના શેર ઈન્ટ્રા-ડેમાં 22 ટકા તૂટીને 1201 રૂપિયા પ્રતિ યુનિટ જોવા મળ્યા હતા. જો કે આ પછી અંતિમ કલાકોમાં રિકવરી જોવા પણ મળી હતી. આ બાબતે સૂચેતા દલાલના એક ટ્વીટ પણ ઘણુ કામ કરી ગયુ હતુ. આ પાછળનુ કારણ કહેવામા આવી રહ્યુ છે કે નેશનલ સિક્યોરિટી ડિપોઝિટરી લિમિટેડ (NSDL) દ્વારા અદાણી ગ્રુપમાં રોકાણ કરનાર ત્રણ વિદેશી ફંડ સામેની કાર્યવાહીના અહેવાલ બાદ અદાણીના શૅરમાં ધોવાણ થયું હતું.

આ પછી શનિવારે સવારે 10.26 વાગ્યે સૂચેતા દલાલે ફરી એક વખત અદાણી ગ્રુપનું નામ લીધા વિના પોસ્ટ કરેલા ટ્વીટ જોવા મળ્યુ હતુ જેમા એક સમૂહ દ્વારા શૅરના ભાવમાં ઉછાળો આવે એ માટે ગેરરીતિ આચરવામાં આવી હોવાનો સંકેત આપ્યો હતો. આ ટ્વીટમાં દલાલે સેબીની ટ્રેકિંગ સિસ્ટમ દ્વારા મળેલ માહિતી મુજબ કહી શકાય કે ‘સ્કેન્ડલ’ આચરવામાં આવ્યું છે. જાણવા મળ્યુ કે દલાલે ટ્વીટમાં ભાજપ નેતા સુબ્રહ્મણ્યમ સ્વામીને પણ ટૅગ કર્યા. વાત કરીએ સૂચેતા દલાલ વિશે તો તે 1992માં હર્ષદ મહેતાના શેર કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો ત્યારે ભારે ચર્ચામા આવી હતી. આ પછી તેમના પુસ્તકના આધારે ‘સ્કેમ-92’ સિરીઝ બની હતી જેણે ઘણી ધૂમ મચાવી હતી.

સૂચેતા દલાલના આ ટ્વીટ બાદ અદાણી ગ્રુપની કંપનીઓમાં રોકાણ કરનારા વિદેશી રોકાણકારોનાં ખાતાં ફ્રીઝ થવાના સમાચારથી ગૌતમ અદાણીની પ્રતિષ્ઠાને ઝટકો લાગ્યો છે. વિશ્વના અમીરોના લિસ્ટમા અચાનક જ શેરમાં ઘટાડાથી ગૌતમ અદાણીની નેટવર્થમાં 5.4 બિલિયન ડોલર લગભગ 39 હજાર કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે. આ નુકશાન બાદ ગૌતમ અદાણી સૌથી વધુ અમીરોમાં 16મા સ્થાને છે. જાણવા મળ્યુ છે કે આ શેરોમા ઉતારચઢાવના કારણે નેટવર્થમાં આવેલા ઘટાડાથી ગૌતમ અદાણીએ એશિયાની બીજી સૌથી અમીર વ્યક્તિ તરીકેનું સ્થાન ગુમાવ્યું છે.

આ બદલાવ બાદ ચીનના જોંગ શાનશાન હવે એશિયાની બીજી સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે જ્યારે ગૌતમ અદાણી ત્રીજી સૌથી અમીર વ્યક્તિ છે. છેલ્લા 24 કલાકની સ્થિતિ પર નજર કરવામા આવે તો જોંગ શાનશાનની નેટવર્થમાં 2.1 બિલિયન ડોલરનો ઘટાડો આવ્યો છે. હવે શાનશાનની કુલ નેટવર્થ 70 બિલિયન ડોલર થઈ ગઈ છે જ્યારે ગૌતમ અદાણીની નેટવર્થ 69.5 બિલિયન ડોલર પહોચી છે. જો કે શાનશાનની નેટવર્થ ગૌતમ અદાણીથી માત્ર 0.5 બિલિયન ડોલર વધુ છે. ગૌતમ ઝડપથી શાનશાનને પછાડી શકે છે તેવી શક્યતાઓ છે.

હાલમા એલન મસ્ક પણ તેના એક ટ્વિટથી ચર્ચામા આવ્યા છે. તેમના એક જ ટ્વિટથી નાની-નાની કંપનીઓના શેરમાં અચાનક ઉછાળો નોંધાયો છે. હાલમાં જ એલન મસ્કે ‘I Kinda Love Etsy’ ટ્વિટ કર્યું હતું અને તે સાથે જ Etsyના શેરમાં 9 ટકાનો વધારો જોવા મળ્યો. મળતી માહિતી મુજબ એલને બે ટ્વિટ કર્યાં છે. Etsy એક ઈ-કોમર્સ વેબસાઈટ છે જેના પર હેન્ડમેડ પ્રોડ્કટ મળે છે. વાત કરીએ આ ટ્વિટ વિશે તો તેમાં તેને ‘I Kinda Love Etsy’ લખ્યું અને આ પછી બીજા ટ્વિટમાં તેઓએ કહ્યું કે તેઓએ Etsyથી પોતાના કુતરા માટે હાથેથી બનાવેલું એક ઉનનું માર્વિન ધ માર્ટિયન હેલ્મ ખરીદ્યું.

મસ્કની આ ટ્વીટ બાદ Etsyને લોટરી લાગી ગઈ જે માર્કેટ ખુલતાં જ કંપનીના શેર્સ થયેલ વધારા પરથી કહી શકાય છે. આ ટ્વિટથી 9 ટકા વધારો જોવા મળ્યો હતો જે છેલ્લાં 12 માસનો સૌથી વધારે વધારો હતો. મળતી માહિતી મુજબ ચીનને ક્રિપ્ટોકરન્સીને લગતી કોઈ પણ સેવા પૂરી પાડવા નાણાકીય સંસ્થાઓ તથા પેમેન્ટ કંપનીઓ પર પ્રતિબંધ મૂકતા ક્રિપ્ટો કરન્સી તેની અત્યાર સુધીની સૌથી વધારે 64,899 ડોલર હતી જે આશરે 53 ટકા તૂટી 31,000 ડોલરથી નીચી જોવા મળી હતી. ચીને અગાઉ વર્ષ 2017માં પણ આવી જ એક નિયમનકારી જાહેરાત કરી હતી, જેમાં વિવિધ સેવાઓને પ્રતિબંધિત કરવામાં આવી હતી.

જોવા મળ્યુ છે કે એલન મસ્કે આ પહેલાં સોશિયલ મેસેજિંગ એપ સિગન્લને લઈને પણ ટ્વિટ કર્યું હતું અને ત્યારે વ્હોટ્સએપની નવી પ્રાઈવેસી પોલિસીને લઈને વિવાદ ચાલી રહ્યો હતો. આ બાબતે મસ્કે ટ્વિટ કરીને કહ્યું હતું ‘Use Signal’. મસ્કની આ ટ્વીટ બાદ સિગ્નલની ડાઉનલોડિંગમાં ઉછાળો આવ્યો હતો. મસ્કે આ ટ્વિટ 7 જાન્યુઆરીનાં રોજ ટ્વિટ કર્યું હતું, આ પછી 11 જાન્યુઆરી સુધીમાં 1.3 મિલિયન લોકોએ એપ ડાઉનલોડ કરી લીધી હતી. મસ્કના ટ્વિટ બાદ એવરેજ 50,000 લોકોએ એપ ડાઉનલોડ કરી હોવાની જાણકારી મળી છે. જો કે મસ્કના ટ્વિટથી એક મેડિકલ કંપનીના શેર્સને પણ ફાયદો થયો હતો.

આ વિશે વિગતે વાત કરીએ તો સિગ્નલ એડવાન્સ ઈંક કંપની અમેરિકાની ટેક્સાસ રાજ્યની એક નાનકડી મેડિકલ ડિવાઈસ કંપની છે. એલન મસ્કે એપ સિગ્નલને લઈને ટ્વિટ કર્યું હતું પરંતુ શેર્સ સિગન્લ એડવાન્સ ઈંકને થયો હતો. આ કંપનીના શેર્સ 116 ગણા વધી ગયા હતા. આમ તો છેલ્લા એક વર્ષ દરમિયાન ક્રિપ્ટોકરન્સીના મૂલ્યમાં ભારે ઉથલ-પાછલ થઈ રહી છે પણ ટેસ્લાના વડા એલન મસ્કના નિવેદન તેમ જ વિવિધ દેશો દ્વારા ભરવામાં આવી રહેલા પગલાંની અસર માનવામાં આવે છે. આ પછી માર્ચ મહિનામાં એલન મસ્કે જાહેરાત કરી હતી કે અમેરિકામાં બિટકોઈન મારફતે ટેસ્લાના વાહનોની ખરીદી કરી શકાશે.

આ અગાઉના મહિને ટેસ્કાએ જાહેરાત કરી હતી કે તેણે 1.5 અબજ ડોલરના મૂલ્યના બિટકોઈનની ખરીદી કરી હતી અને ટૂંક સમયમાં પેમેન્ટ સ્વરૂપમાં ક્રિપ્ટોકરન્સીનો સ્વીકાર કરશે. આ વિશે એલન મસ્કે સોશિયલ મીડિયા પર માહિતી આપતા કહ્યુ હતુ કે ટેસ્લા તેના વાહનોની ખરીદી કરવા બિટકોઈન સ્વીકારવાનું બંધ કરશે તેવા તેવા અહેવાલને પગલે તેના મૂલ્યમાં 17 ટકાનો ઘટાડો થઈ ગયો હતો આ જાહેરાત બાદ ક્રિપ્ટો કરન્સીના મૂલ્યમાં ભારે ઉછાળો આવ્યો હતો જે 52000 ડોલર પાર હતો. એલન મસ્કે બિટકોઈનનો સ્વીકાર નહીં કરવાની જાહેરાત કરતા બિટકોઈનની કિંમતો 54,819 ડોલરથી ઘટીને 45,700 ડોલર થઈ ગઈ હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!