Site icon News Gujarat

માત્ર રુપાણી જ નહીં ચૂંટણીમાં મહત્વની જવાબદારી વાળા ભાજપના આ દિગ્ગજ નેતાઓ પણ કોરોના પોઝિટિવ

એમપી વિનોદ ચાવડા અને ભીખુ દલસાનિયા થયા કોરોના સંક્રમિત, સીએમ વિજય રૂપાણીના સંપર્કમાં આવ્યા હતા, રૂપાણીના સ્વાસ્થ્ય માટે થઈ પ્રાર્થના.

14 ફેબ્રુઆરી ને રવિવારે સીએમ વિજય રૂપાણી વડોદરાની મુલાકાતે આવ્યા હતા, એ દરમિયાન રવિવારે રાત્રે જાહેરસભા દરમિયાન વિજય રૂપનીનું બ્લડપ્રેશર લૉ થઈ ગયું હતું અને તે ચક્કર ખાઈને પડી ગયા હતા.

image source

મુખ્યમંત્રી વિજય રૂપાણીને મોડી રાત્રે અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, જ્યાં ECG, 2D, બ્લ્ડ ટેસ્ટ સહિતના રિપોર્ટ કરાયા હતા, જે એકદમ નોર્મલ હતા. આ સિવાય એમનો કોરોનાનો RT-PCR ટેસ્ટ પણ કરવામાં આવ્યો હતો, જે આજે સવારે પોઝિટિવ આવ્યો છે. હાલમાં તેમને સારવાર માટે યુએન મહેતા હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરાયા છે.

તમને જણાવી દઈએ કે વિજય રૂપાણીની પરિસ્થિતિ હાલ સ્થિર છે અને કોઈ ચિંતાજનક વાત નથી એવું યુએન મહેતા હોસ્પિટલ દ્વારા જણાવવામાં આવ્યું છે, આ સિવાય મુખ્યમંત્રીના સંપર્કમાં આવેલા સંગઠનમંત્રી ભીખુ દલસાણિયા અને કચ્છના સાંસદ વિનોદ ચાવડા પણ કોરોનાગ્રસ્ત થયા છે.

image source

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મુખ્યમંત્રીના સ્વાસ્થ્ય વિશે જણાવ્યું હતું કે રાત્રે જ વિજય રૂપાણીના ટેસ્ટ કરવાનો નિર્ણય કર્યો હતો અને ગઈકાલે તેમના ટેસ્ટ નોર્મલ હતા. હાલમાં તેમની તબિયત સારી છે. વિજય રૂપાણીની સ્પેશિયલ વોર્ડમાં કોરોનાની સારવાર શરૂ કરી દેવામાં આવી છે અને તેઓ એક અઠવાડિયા સુધી હોસ્પિટલમાં રહેશે.

તમને જણાવી દઈએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને ડાયાબીટિસ કે બીપીની કોઈ તકલીફ નથી.

image source

ભાજપના પાર્લમેન્ટરી બોર્ડની બેઠક સ્થાનિક સ્વરાજની ચૂંટણીને પગલે મળી હતી. આ બેઠકમાં મુખ્યમંત્રી હાજર રહ્યા હતા અને એમની સાથે ભીખુ દલસાણિયા અને વિનોદ ચાવડા પણ હાજર હતા જેઓ પણ કોરોના સંક્રમિત થયા છે, જેને પગલે પાર્લામેન્ટરી બોર્ડના તમામ સભ્યોના પણ ટેસ્ટ કરવામાં આવશે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વડોદરામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને 14 ફેબ્રુઆરીથીએ એક સભા સંબોધી હતી. આ ચૂંટણી સભામાં મુખ્યમંત્રીને ચક્કર આવ્યા હતા અને તેઓ સ્ટેજ પર જ ઢળી પડ્યા હતા. ત્યાર બાદ મુખ્યમંત્રી સભા ટૂંકાવી રવાના થયા હતા પણ પછી મુખ્યમંત્રીની તબિયત સારી થઈ ગઈ હતી.

image source

મુખ્યમંત્રી વિજય રૂપાણીનું વ્યસ્ત ચૂંટણી કાર્યક્રમના કારણે બીપી લૉ થઈ ગયું હતું. તેઓ એક પછી એક ચૂંટણી સભા સંબોધી રહ્યા છે, જેને પગલે થાક અને તણાવને કારણે બીપી લૉ થયાની શક્યતા છે.

યુ.એન.મહેતા હોસ્પિટલના ડોક્ટરે જણાવ્યું હતું કે મુખ્યમંત્રી વિજય રૂપાણીના તમામ રિપોર્ટ નોર્મલ આવ્યા છે અને તેમને 24 કલાક ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવશે. થાક અને ડિહાઇડ્રેશનને કારણે તેમને ચક્કર આવ્યાં હતાં.

6 મહિના પહેલાં સંક્રમિત થયેલા ધારાસભ્યો અને મંત્રી

image source

6 મહિના પહેલાં સંક્રમિત થયેલા સંગઠનના હોદ્દેદારો

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version