જયંતિ રવિની જ્યાં બદલી થઈ છે એ ઓરોવિલ ફાઉન્ડેશન જિંદગીમાં એક વખત ફરવા જેવું, PICS

છેલ્લા ઘણા સમયથી ગુજરાત ચર્ચાનો વિષય બન્યું છે. કારણ છે કોરોનાના કપરા કાળમાં રાજ્યમાં આરોગ્ય સચિવ તરીકે ખડેપગે કામગીરી કરનાર જયંતિ રવિની તમિલનાડુમાં બદલી. ગુજરાતના 1991ની બેચના આઈએએસ અધિકારી અને ગુજરાતના આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિની બદલી થઈ ચુકી છે. તેઓ હવે તમિલનાડુના એરોવિલ ફાઉન્ડેશનના સેક્રેટરી તરીકે ફરજ બજાવશે.

image source

કોરોનાના કપરા કાળમાં તેઓ રાજ્યભરમાં પરિસ્થિતિનું સતત મોનિટરીંગ કરી રહ્યા હતા. જો કે ગુજરાતમાંથી જવા માટે આરોગ્ય સચિવ જયંતિ રવિએ ખુદ અરજી કરી હતી જેને કેન્દ્ર દ્વારા મંજૂર કરવામાં આવી હતી.

આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિ 1991ની બેચના ગુજરાત કેડરના આઈએએસ અધિકારી છે. આરોગ્ય અગ્ર સચિવ પહેલા તેઓ રાજ્યના હેલ્થ કમિશ્નર પણ રહ્યા હતા. તેમણે 15 સપ્ટેમ્બર 1991ના રોજ આઈએએસ તરીકે ચાર્જ સંભાળ્યો હતો. રાજ્યના આરોગ્ય સચિવ પહેલા તેઓ સાબરકાંઠાના ટીડીઓ, પંચમહાલના કલેક્ટર, લેબર કમિશ્નર અને હાયર એજ્યુકેશન કમિશ્નર તરીકે ફરજ બજાવી ચુક્યા છે. તેઓ 2019થી રાજ્યના આરોગ્ય અને કુટુંબ કલ્યાણ વિભાગના અગ્ર સચિવ નિયુક્ત થયા હતા.

image source

હવે ગુજરાતના પૂર્વ આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિને કેંદ્રના પ્રતિનિધિ તરીકે તમિલનાડુના એરોવિલ ફાઉંડેશનના સેક્રેટરી બનાવાયા છે. જણાવી દઈએ કે જયંતિ રવિ મૂળ તમિલનાડુના ચેન્નાઈના વતની છે અને તેઓ જ્યાં જવાના છે તે ઓરોવિલ ફાઉન્ડેશન પણ ખાસ જગ્યા છે. આ જગ્યા આંતરરાષ્ટ્રીય સ્તરે પણ પ્રખ્યાત છે. આ જગ્યાનું મુલાકાત પીએમ મોદી પણ લઈ ચુક્યા છે.

ઓરોવિલ એક વૈશ્વિક શહેર તરીકે ઓળખાય છે. અહીં 2500 લોકો વસે છે. અહીં દુનિયાના 59 જેટલા દેશોમાંથી લોકો આવી વસ્યા છે. અહીં દરેક સમાજના, વર્ગના અને જાતિના લોકો ભેદભાવ વિના વસે છે. ઓરોવિલ તમિલનાડુમાં આવેલું છે અને તે ચેન્નઈથી 150 કિમી દૂર છે. આ ટાઉનશીપ ઊભી કરવા પાછળનું કારણ પણ ભેદભાવ રાખ્યા વિના માનવતાને અનુસરે તેવું છે.

image source

ઓરોવિલ શબ્દ ફ્રેન્સ ભાષામાંથી આવ્યો છે જેમાં ઓરોનો અર્થ સવાર થાય છે અને વિલનો અર્થ નગર થાય છે. ઓરોવિલની સ્થાપના 28 ફેબ્રુઆરી 1968માં યુનેસ્કોના સહયોગથી અરવિંદ સોસાયટીના માં મીરા આલ્ફાસાએ કરી હતી. ભારતની મંજૂરી મળ્યા બાદ અહીં આ સોસાયટીનું નિર્માણ થયું. ઓરોવિલના ઉદ્ઘાટન સમારોહમાં 124 દેશના પ્રતિનિધિ હાજર રહ્યા હતા.

આ સોસાયટીની સ્થાપનામાં જેનો મહત્વનો ફાળો છે તે મીરા આલ્ફાસાનો જન્મ પેરિસમાં 21 ફેબ્રુઆરી 1878માં થયો હતો. કિશોરાવસ્થાથી જ તેમને લાગ્યું હતું કે આધ્યાત્મિક શક્તિ તેમને તેના તરફ દોરી રહી છે. તેઓ પહેલીવાર ભારત 1914માં આવ્યા હતા. તેઓ અહીં આવી અને મહર્ષિ અરવિંદને મળ્યા હતા. તેમને મળ્યા બાદ તેઓ તેમના શિષ્ય બની ગયા. અરવિંદ ઘોષ પણ તેમને માતા કહી બોલાવતા હતા.

image source

આ નગરી સૌથી અલગ અને અનોખી છે. અહીં 2500 જેટલા લોકો વસે છે. ખાસ વાત છે કે અહીં કોઈ પોલીસ નથી, ગુનો કરનાર નથી, પૈસાના વહિવટ અહીં થતા નથી લોકો અહીં શાંતિથી વસવાટ કરે છે. અહીં વિવિધ પ્રકારની સામાજિક, સાંસ્કૃતિક અને શૈક્ષણિત પ્રવૃતિઓ થાય છે.

ઓરોવિલ 6 ભાગમાં વહેંચાયેલું છે. જેમાં પીસ એરિયા, ઈન્ડસ્ટ્રિયલ ઝોન, રેસિડેન્શિયલ ઝોન, ઈન્ટરનેશનલ ઝોન, કલ્ચર ઝોન અને ગ્રીન બેલ્ટનો સમાવેશ થાય છે. ટાઉનશીપની વચ્ચે પીસ એરિયા આવેલો છે. અહીં માતૃ મંદિર છે અને આસપાસ બગીચા છે. અહીં એક ખાસ કળશ છે જેમાં 124 દેશ અને 23 ભારતીય રાજ્યોની માટી રાખવામાં આવી છે.

image source

વડાપ્રધાન મોદી 25 ફેબ્રુઆરી 2018માં ઓરોવિલ ગયા હતા અને માતૃ મંદિરની મુલાકાત લીધી હતી. તેમણે આ જગ્યાને વિશ્વનું સ્પિરીચ્યુઅલ ડેસ્ટીનેશન ગણાવ્યું હતું. અહીં સ્મોલ, મીડિયમ સ્કેલનો ઈન્ડસ્ટ્રિયલ ઝોન આવેલો છે. ટાઉનશીપના 189 હેક્ટરના વિસ્તારમાં 55 ટકા હરિયાળી અને 45 ટકામાં બાંધકામ કરવામાં આવ્યું છે.

ટાઉનશીપમાં એક મોટો ગ્રીન બેલ્ટ આવેલો છે જે 1.25 કિમીનો વિસ્તાર ગ્રીનરીથી ઢંકાયેલો છે. આ ગ્રીન બેલ્ટ વિસ્તાર 404 હેક્ટરમાં ફેલાયેલો છે. જ્યાં પશુપાલન અને અન્ય જીવોનો વસવાટ છે.

ઓરોવિલ ફાઉન્ડેશનમાં માતા મીરાના નિધન બાદથી ભારત સરકારે તેને પોતાના તાબામાં લીધું છે. જો કે આ ફાઉન્ડેશન ભારત સરકાર હેઠળ આવતું હોવા છતાં સ્વતંત્ર છે. અહીં ભારત સરકારના પ્રતિનિધિ તરીકે આઈએએસ અધિકારીની નિમણૂંક થાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!