Site icon News Gujarat

ક્યાં કારણે લીધો હતો ભગવાન વિષ્ણુએ મત્સ્ય અવતાર , આજે મત્સ્ય જયંતિ નિમિતે જાણી લો સમગ્ર કથા

હિન્દૂ પંચાંગ અનુસાર આજે મત્સ્ય જયંતિ છે.આ દિવસે ભગવાન વિષ્ણુએ જળ પ્રલયથી બચાવવા માટે મત્સ્ય અવતાર ધારણ કર્યો હતો. મત્સ્ય અવતાર ભગવાન વિષ્ણુનો 10 અવતારોમાંથી પહેલો અવતાર છે.

પૌરાણિક માન્યતાઓ અનુસાર ભગવાન નારાયણે મધ્યહોતર બેલામાં પુષ્પભદ્રા તટ પર મત્સ્ય રૂપ ધારણ કરીને પૃથ્વીનું કલ્યાણ કર્યું હતું. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા અને મંત્ર જાપ કરવાથી મનુષ્યનું અજ્ઞાન રૂપી અંધકાર દૂર થાય છે અને વ્યક્તિ વિષયોમાં પારંગત થાય છે.

image source

ચાલો જાણી લઈએ મત્સ્ય અવતારની કથા.

કથા અનુસાર દ્રવિડ દેશના રાજશ્રી સત્યવ્રત એક દિવસ કૃતમાળા નદીમાં સ્નાન કરી રહ્યા હતા. જ્યારે એમને પોતાની અંજલીમાં જળ લીધું તો એમના હાથમાં એક નાનકડી માછલી આવી ગઈ. રાજાએ માછલીને પાછી નદીના પાણીમાં છોડી દીધી. જેવી એમન માછલીને પાછી પાણીમાં છોડી તો એને કહ્યું કે હે રાજન નદીના મોટા મોટા જીવ નાના જીવોને ખાઈ જાય છે. મને પણ કોઈ મારીને ખાઈ જશે. મહેરબાની કરીને મારા જીવની રક્ષા કરો.

આ વાત સાંભળીને રાજાને ઘણું જ આશ્ચય થયું. એમને માછલીને પોતાના કમંડલમાં નાખી દીધી પણ એક જ રાતમાં માછલીનું શરીર એટલું મોટું થઈ ગયું કે કમંડળ નાનું પડવા લાગ્યું. ત્યારે રાજાએ માછલીને એમાંથી કાઢીને માટલામાં નાખી દીધી. ત્યાં પણ માછલી એક રાતમાં મોટી થઈ ગઈ.ત્યારે રાજાને માછલીને ત્યાંથી કાઢીને પોતાના સરોવરમાં નાખી દીધી.

image source

હવે એ નિશ્ચિન્ત હતા કે સરોવરમાં એ સુવિધાપૂર્ણ રીતે રહેશે પણ એક જ રાતમાં માછલી માટે સરોવર પણ નાનું પડવા લાગ્યું. આ જોઈ રાજાને ખૂબ ક આશ્ચર્ય થયું. ત્યારે રાજા સમજી ગયા કે આ કોઈ સાધારણ માછલી નથી.

ત્યારે એમને એ માછલીને હાથ જોડીને કહ્યું કે હું જાણી ગયો છું કે ચોક્કસ તમે કોઈ મહાન આત્મા છો. જો આ સત્ય હોય તો કૃપા કરીને મને જણાવો કે તમે મત્સ્ય રૂપ કેમ ધારણ કર્યું છે.

ત્યારે રાજશ્રી સત્યવ્રત સમક્ષ ભગવાન વિષ્ણુ પોતાના અસલી સ્વરૂપમાં પ્રગટ થયા અને કહ્યું કે હે રાજન હ્યગ્રીવ નામના દૈત્યએ વેદોને ચોરી કર્યા છે. એ કારણે જગતમાં ચારેબાજુ અજ્ઞાન અને અધર્મનો અંધકાર ફેલાઈ ગયો છે. મેં હ્યગ્રીવનો અંત કરવા માટે જ મત્સ્ય રૂપ ધારણ કર્યું છે. આજથી સાતમા દિવસે ભૂમિ જળ પ્રલયમાં ડૂબી જશે. ત્યાં સુધી તું એક નાવડી બનાવી લે અને બધા જ પ્રાણીઓના સૂક્ષમ શરીર અને બધા પ્રકારના બીજ લઈને સપ્તર્ષિઓ સાથે એ નૌકા પર ચડી જજે.

image source

પ્રચંડ તોફાનના કારણે જ્યારે નાવડી ડગમગવા લાગે ત્યારે હું મત્સ્યરૂપમાં તમને બધાને બચાવી લઈશ. તમે લોકો નવડીને મારા શીંગડા સાથે બાંધી દેજો. પ્રલયના અંત સુધી હું તમારી નાવડીને ખેંચતો રહીશ. એ સમયે ભગવાન મત્સ્યએ નાવડીને હિમાલયની ચોંટી સાથે બાંધી દિધી. એ જ ચોટીને નૌકા બંધ કહેવામાં આવે છે.

પ્રલય પ્રકોપ શાંત થયો ત્યારે ભગવાને હ્યગ્રીવનો વધ કર્યો અને વેદોને ફરી બ્રહ્માજઈને સોંપી દીધા. ભગવાને પ્રલય સમાપ્ત થયો ત્યારે રાજા સત્યવ્રતને વેદનું જ્ઞાન પાછું આપ્યું. રાજા સત્યવ્રત જ્ઞાન વિજ્ઞાનથી યુક્ત થઈ વૈવસ્વત મનું કહેવાયા. એ સમયે નૌકામાં જે બચી ગયા હતા એમના દ્વારા જ સંસારમાં પુનઃ જીવન શરૂ થયું.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ

Exit mobile version