Site icon News Gujarat

બોલ્ડ એન્ડ સેક્સી મૌની રોયની આ તસવીરો જોઇને તમે પણ થઇ જશો પાણી-પાણી, જે શરમ રાખ્યા વગર પોતે જ કરી છે શેર

મૌની રૉયે ફરી ગ્લેમરસ તસ્વીરો શેર કરીને ફેન્સને કર્યા પાગલ – તસ્વીરો પરથી તમે પણ નજર નહીં હટાવી શકો

ટેલિવિઝન જગતમાંથી બોલીવૂડ સુધી પહોંચી ગયેલી પોતાની એક્ટિંગ તેમજ લૂકથી લોકો પર જાદૂ કરનારી મૌની રોય હંમેશા પોતાની તસ્વીરો સોશિયલ મડિયા પર શેર કરતી રહે છે. અને આ વખતે ફરી એકવાર મૌનીએ પોતાનો બોલ્ડ અંદાજ સોશિયલ મિડિયા પર શેર કર્યો છે.

image source

ચાલો તમને બતાવીએ મૌની રૉયનો આ બોલ્ડ અંદાજ. મૌની છેલ્લા ઘણા સમયથી સોશિયલ મિડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તેણી અવારનવાર પોતાની હોટ તેમજ ગ્લેમરસ તસ્વીરો પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કરતી રહે છે. જેને તેના ફેન્સ ખૂબ પસંદ કરતા હોય છે.

મોની રૉયની આ બોલ્ડ તસ્વીરો સોશિયલ મડિયા પર ખૂબ ઝડપથી વાયરલ થઈ રહી છે. આ તસ્વીરોમાં મૌની ખુલ્લાવાળોમાં ગ્લેમરસ પોઝ આપતી જોવા મળી છે. તમને જણાવી દઈએ કે ઇન્સ્ટાગ્રામ પર મૌનીના લાખો ફેન્સ છે. જેમને મૌનીની આ લેટેસ્ટ તસ્વીરો ખૂબ પસંદ આવી છે અને લોકોએ તેના પર કમેન્ટ્સ પણ કરી છે. મૌની રૉય પોતાની સ્ટાઇલ તેમજ ડ્રેસિંગ સેંસના કારણે ખૂબ જ ફેમસ છે.

image source

ફિલ્મોમાં આવ્યા પહેલાં મૌનીએ ટેલિવિઝનની ઘણી બધી સિરિયલોમાં કામ કર્યું છે. તેણીએ એક્ટિંગ ક્ષેત્રે એકતા કપૂરની સિરિયલ ક્યું કી સાંસ ભી કભી બહુથીથી 2006માં પદાર્પણ કર્યું હતું. આ સિરિયલમાં તેણીએ કૃષ્ણા તુલસીનું પાત્ર ભજવ્યું હતું. જો કે ત્યાર બાદ સિરિયલ ઓફ એર થઈ ગઈ હતી. અને ત્યાર બાદ તેણીએ ઘણા નાના-મોટા રોલ ટેલિવિઝન સિરિઝમાં કર્યા છે. આ સિવાય ટેલિવિઝન પર પ્રસારિત થતી દેવો કે દેવ… મહાદેવમાં તેણીએ સતીનું પાત્ર ભજવીને પણ ખૂબ લોકપ્રિયતા મેળવી હતી. અને ત્યાર બાદ એકતા કપૂરની નાગિનથી ફરી મૌનીના સિતારા બુલંદ થઈ ગયા અને તેણીને લોકો નાગિન તરીકે ઓળખવા લાગ્યા. ત્યાર બાદ તેણીએ ટેલિવિઝનને અલવિદા કહી દીધું અને બોલીવૂડમાં પ્રવેશ કર્યો.

image source

રિમા કાગતી દિગ્દર્શિત ફિલ્મ ગોલ્ડમાં તેણી અક્ષય કુમાર સામે જોવા મળી હતી. અને તેણીને તે વર્ષના ફિલ્મફેર બેસ્ટ ફિમેલ ડેબ્યુ માટે નોમિનેશન પણ મળ્યુ હતું. ત્યાર બાદ મૌની રૉયે 2019માં બે ફિલ્મોમાં કામ કર્યું હતું, રોમિયો અકબર વોલ્ટર અને મેડ ઇન ચાઈના. જેમાં તેણીએ અનુક્રમે જોહ્ન અબ્રાહમ અને રાજકુમાર રાવ સાથે કામ કર્યું હતું.

image source

તેણીની આવનારી ફિલ્મોની વાત કરીએ તો તેણી આયાન મુખર્જી દ્વારા દિગ્દર્શિત, અમિતાભ બચ્ચન, આલિયા ભટ્ટ અને રનબીર કપુર અભિનિત ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં જોવા મળશે. આ સિવાય તેણી લંડન કોન્ફીડેન્શિયલમાં પણ જોવા મળશે જે એક ઓટીટી ફીચર ફિલ્મ છે. જેમાં તેણી એક રો ઓફિસરનું પાત્ર ભજવી રહી છે.

image source

મૌની રૉયનો જન્મ 28 સપ્ટેમ્બર 1985માં પશ્ચિમ બંગાળના કૂચ બેહારમાં થયો છે. તેણીના દાદા શેખર ચંદ્ર રોય એક ખૂબ જ જાણીતા જાત્રા થિયેટર આર્ટિસ્ટ હતા. તેણીની માતા મુક્તિ પણ એક થિયેટર આર્ટિસ્ટ હતા અને તેમના પિતા અનીલ રોય કૂચ બેહાર ઝિલા પરિશદના સુપ્રિટેન્ડન્ટ ઓફિસર હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version