ટેલિવિઝનની આ નાગીને એક બેકગ્રાઉન્ડ ડાન્સર તરીકે શરૂ કર્યું હતું પોતાનું કરિયર, આજે છે ખૂબ જ સફળ.

ખૂબ જ સુંદર અભિનેત્રી મૌની રોયે નાના અને મોટા પડદા પર પોતાના અભિનય થકી દર્શકોનું દિલ જીતી લીધું છે. એમને બોલિવુડના ઘણા શાનદાર કલાકારો સાથે કામ કર્યું છે. મૌની રોયનો જન્મ 28 સપ્ટેમ્બર 1985ના રોજ પશ્ચિમ બંગાળના કુચ બિહારમાં થયો હતો. એ નાના પડદાની જાણીતી અભિનેત્રીઓમાંની એક છે. તો ચાલો આજે જાણી લઈએ મૌની રોય સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો.

image source

મૌની રોય એક બંગાળી પરિવાર સાથે સંબંધ ધરાવે છે. એ પહેલેથી જ અભિનેત્રી બનવા માંગતી હતી. મૌની રોયે પોતાનો શાળાનો અભ્યાસ પશ્ચિમ બંગાળમાં જ કર્યો. એ પછી એમને દિલ્લી યુનિવર્સિટીની મીરાંડા હાઉસ કોલેજમાંથી ગ્રેજ્યુએશન કર્યું હતું. મૌની રોયના માતા પિતા ઇચ્છતા હતા કે એ એક પત્રકાર બને. એ માટે એમને જામીયા મિલ્લીયા ઇસ્લામિયાના માસ કમ્યુનિકેશન કોર્સમાં એડમિશન લીધું હતું.

image source

મૌની રોયને પહેલાથી જ અભિનય પ્રત્યે રસ રહ્યો હતો એટલે એમને માસ કમ્યુનિકેશનનો અભ્યાસ વચ્ચે જ છોડી દીધો અને મુંબઈ તરફ પોતાના પગ માંડી દીધા. મૌની રોયના ઘણા ફેન્સને એવું લાગે છે કે એમને પોતાના અભિનયની શરૂઆત ટીવી સિરિયલથી કરી હતી પણ ખરેખર એવું નથી. એમને પોતાના કરિયરની શરૂઆત બેકગ્રાઉન્ડ ડાન્સર તરીકે કરી હતી.

image source

મૌની રોય પહેલી વાર અભિષેક બચ્ચન અને ભૂમિકા ચાવલાની ફિલ્મ રનના એક ગીતમાં બેકગ્રાઉન્ડ ડાન્સર તરીકે જોવા મળી હતી. એ પછી એમને ટીવી સીરિયલ્સ દ્વારા પોતાના અભિનયની શરૂઆત કરી હતી. એ એકતા કપૂરની ટીવી સિરિયલ ક્યોંકી સાસ ભી કભી બહુ થીમાં દેખાઈ હતી. આ સીરિયલમાં એમના પાત્રનું નામ કૃષ્ણા તુલસી હતું. સિરિયલ ક્યોંકી સાસ ભી કભી બહુ થીમાં એમના અભિનયના ખૂબ જ વખાણ થયા હતા.

image source

એ બાદ મૌની રોયે નાના પડદાની નાગીન, નાગીન 2, કસ્તુરી, જુનુંન- એસી નફરત તો કેસા ઇશ્ક સહિત ઘણી બધી સીરિયલમાં પોતાની એક્ટિંગ ક્ષમતા બતાવી હતી.

image source

મૌની રોયના ફિલ્મી સફરની વાત કરીએ તો એ વર્ષ 2011માં પંજાબી ફિલ્મ હીરો હિટલર ઇન લવમાં દેખાઈ હતી. એ પછી એમને વર્ષ 2018માં અક્ષય કુમાર સાથે ફિલ્મ ગોલ્ડથી બોલીવુડમાં પોતાના કરિયરની શરૂઆત કરી. મૌની રોય મુખ્ય અભિનેત્રી તરીકે અત્યાર સુધુ રોમિયો અકબર વાલટર, મેડ ઇન ચાઈના અને લંડન કોન્ફિડેનાશીયલમાં દેખાઈ ચુકી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત