માવઠા પછી ઠંડ ફરી પકડશે જોર, ગુજરાતમાં આ 3 દિવસોમાં હાડ થીજવતી ઠંડી પડશે

ગત સપ્તાહમાં અચાનક વાતાવરણમાં પલટા બાદ સૌરાષ્ટ્ર સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં માવઠું થયું હતું. ત્યારે હવે હવામાન વિભાગે ફરી વાતાવરણને લઈને આગાહી કરી છે. માવઠા બાદ હવે રાજ્યમાં ફરી એકવાર ઠંડીનું જોર વધશે. ઠંડીના પ્રમાણમાં આજથી જ વધારો નોંધાવા લાગ્યો છે અને હવે આગામી 3 દિવસ માટે પણ રાજ્યભરમાં કોલ્ડ વેવ જોવા મળશે.

image source

હવામાન વિભાગએ વ્યક્ત કરેલી સંભાવના અનુસાર રાજ્યમાં આગામી 3 દિવસમાં હાડ ધુ્જાવતી ઠંડી પડી શકે છે. તેની શરુઆતના ભાગરુપે રાત્રિના સમયે ઠંડી વધારે જણાશે. તેમાં પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આગળ વધવાથી રાજ્યમાં લોકોને થરથર ધ્રુજાવી દેતી ઠંડીનો અનુભવ થશે.

image source

રાજ્યમાં જે સિસ્ટમના કારણે માવઠું થયું હતું તેનું જોર દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં જ રહ્યું હતું અને આવતીકાલથી રાજ્યમાં ફરીથી ઠંડીનો ચમકારો જોવા મળશે. હવામાન વિભાગના જણાવ્યાનુસાર લઘુતમ તાપમાનનો પારો નોર્થ વેસ્ટ ઇન્ડિયામાં 3 થી 5 ડિગ્રી જેટલો ઘટી શકે છે જેના કારણે ઠંડીનું જોર આગામી દિવસોમાં વધે તેવી સંભાવના છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ સુરત, વલસાડ, નવસારી, ડાંગ, દમણ, દાદરા નગર હવેલીમાં માવઠાની પણ શક્યતા છે. પરંતુ તે સિવાયના સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વાતાવરણ સૂકું રહેશે અને ઠંડા પવન વધશે.

image source

ઉલ્લેખનીય છે કે છેલ્લા 3 દિવસ દરમિયાન રાજ્યના 140થી વધુ તાલુકામા વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધુ સુરત જિલ્લામાં વરસાદ નોંધાયો હતો. અહીંના ઉમરપાડામાં 2 ઈંચ વરસાદ નોંધાયો હતો. આ સિવાય સૌરાષ્ટ્રમાં પણ અનેક જગ્યાએ વરસાદ થયો હતો. ભર શિયાળામાં 3 દિવસ સુધી લોકોએ વરસાદી વાતાવરણનો અનુભવ કર્યો હતો.

image source

માવઠાના કારણે ઠેર ઠેર લોકોની મગફળી અને કપાસનો તૈયાર માલ પલળી ગયાની અને ખેતરના પાકને નુકસાની થવાની ફરિયાદો ઉઠવા પામી હતી. આ અંગે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જાહેરાત કરી છે કે માવઠાથી થયેલી નુકસાનીનો સર્વે થશે અને ખેડૂતોને વળતર ચુકવવામાં આવશે.

image source

જો વરસાદી માવઠા બાદ હવે ફરીથી ગુજરાતીઓએ થરથર ધ્રુજવા માટે તૈયાર રહેવું પડશે. કારણ કે હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી સપ્તાહમાં ઠંડીનું જોર વધશે અને હાડ ધ્રુજાવતી ઠંડી લોકોને સહન કરવી પડશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત