મોક્ષના માર્ગ પર નીકળેલા MBBSના વિદ્યાર્થીએ જીવંત જળ સમાધિ લીધી, કારણ જાણીને હેરાન રહી જશો

મોક્ષના માર્ગ પર નીકળેલા MBBSના વિદ્યાર્થીએ જીવંત જળ સમાધિ લીધી, કારણ જાણીને હેરાન રહી જશો

image source

ભારતનું કાશી એ આખાય વિશ્વમાં ધાર્મિક શહેર તરીકે પ્રચલિત છે. લોકો એટલે સુધી કહે છે કે જે લોકોનું મૃત્યુ કાશીમાં થાય છે એમને સીધી જ મુક્તિ મળી જાય છે. તેમ જ એમ પણ ઘણા લોકો કહે છે કે આ જગ્યાએ યમરાજનું શાસન નથી. અહી મૃત્યુ પામતા લોકોને સ્વયં ભગવાન ભોલેનાથ મૃત્યુ પામતા જીવને મુક્તિ આપે છે. આ જ એક કારણ છે કે અહીના મણિકર્ણિકા ઘાટમાં ચિતાઓની અગ્નિ ક્યારેય શાંત નાથ થતી. જો કે આવી બધી વાતોને વિજ્ઞાન સ્વીકારતું નથી પણ જે ખબર સામે આવી છે એ પ્રમાણે ત્યાં કઈક એવું ઘટ્યું છે જેને કારણે વિજ્ઞાન પણ વિચારવા મજબુર થઇ જશે.

કાશીમાં જળ સમાધિ લઈને જીવ આપી દીધો

image source

મળતી માહિતી મુજબ મોક્ષની શોધમાં ડોક્ટરીનો અભ્યાસ કરતા એક વિદ્યાર્થીએ ગંગામાં જીવંત જળ સમાધિ લીધી હતી. જો કે લોકોના કહ્યા પ્રમાણે આ બીએચયુ વિદ્યાર્થીની જિંદગી આધ્યાત્મિકતા તરફ વળી ગઈ હતી, અને મોક્ષની પ્રાપ્તિ માટે એણે આ પગલું ભર્યું હતું. જો કે, પોલીસ હજુ પણ આ કેસની તપાસ કરી રહી છે. બીએચયુ IMSના MBBS પ્રવાહના વિદ્યાર્થી નવનીત પરાશર મૂળ બિહારના છે જેમણે મોક્ષ મેળવવા કાશીમાં જળ સમાધિ લઈને જીવ આપી દીધો હતો.

મોક્ષ માટે સ્વેચ્છાએ ગંગામાં જળ સમાધિ

image source

જો કે આઠ જૂનના દિવસથી ખોવાઈ ગયેલા નવનીત પરાશરની લાશ મિરઝાપુરની વિંધ્યવાસિની કોર્ટ પાસે ગંગામાં તરતી હાલતમાં મળી હતી. આ ઘટના જ્યારે વારાણસીના લંકા પોલીસ મથકની પાસે આવી તો ત્યાની પોલીસે સમગ્ર મામલાની તપાસ કરી અને જેમાં કેટલીક ચોંકાવનારી બાબત પણ પ્રકાશમાં આવી હતી. જો કે કહેવામાં આવી રહ્યું છે કે નવનીતે મોક્ષ પ્રાપ્તિ માટે સ્વેચ્છાએ ગંગામાં જળ સમાધિ લીધી હતી.

નવનીત પરાશર અચાનક જ ગાયબ થઈ ગયો હતો

image source

બીએચયુની ધન્વતરી હોસ્ટેલમાં રહેત એમબીબીએસ વિદ્યાર્થી નવનીત પરાશર અચાનક જ ગાયબ થઈ ગયો હતો. લગભગ 8 જૂન પછી એના અંગે કોઈ પણ નથી જાણતું. જો કે આ કેસ વારાણસીના લંકા પોલીસ મથકમાં ગુમ થયેલ વ્યક્તિ તરીકે નોંધવામાં આવ્યો હતો. જ્યારે વિદ્યાર્થીના પિતા સાથે વાત કરવામાં આવી તો એમણે જણાવ્યું કે આ મહીને એણે દર મહિના કરતા થોડાક વધારે રૂપિયા માંગ્ય હતા. પૂછવા પર એણે કહ્યું કે, મારે રુદ્રાક્ષની માળા સહિત આધ્યાત્મિકતાને લગતી કેટલીક અન્ય વસ્તુઓ પણ ખરીદવી છે.

સીસીટીવી ફૂટેજની તલાશી પણ લીધી

image source

લંકા પોલીસના ઓફિસરોએ મિરઝાપુરમાં શોધ કરી ત્યારે નવનીતની લાશ ગંગામાંથી મળી આવી હતી. જો કે આ ઘટના ધ્યાનમાં રાખતા પોલીસે વિંધ્યા વાસિની દરબારમાં લાગેલ સીસીટીવી ફૂટેજની તલાશી પણ લીધી હતી. અહી નવનીત નાળિયેર અને સિંદૂર ખરીદતો નજરે પડ્યો હતો. તપાસ કરતા જાણવા મળ્યું હતું કે ગંગા નદીમાં સ્નાન કરીને એણે ભીના કપડામાં જ માતા વિંધ્યા વાસિનીના દર્શન કર્યા હતા.

દક્ષિણામાં પંડિતને બાઈકની ચાવી આપી હતી

image source

ઘટનાની તપાસમાં કડીઓ મળતી ગઈ હતી અને એક પછી એક કડી જોડતા જે પંડિત સાથે એણે છેલ્લી વાતચીત કરી એને પૂછતાં જાણવા મળ્યું કે દક્ષિણામાં એણે પોતાના બાઈકની ચાવી આપી હતી. આ દક્ષિણા આપીને એ પગની ધૂળ સાફ કરવા ગંગા તરફ ગયો હતો અને પાછો ફર્યો ન હતો. નારિયેળ અને સિંદૂર પણ નવનીતે ઘાટની સીડીઓ પર જ મુક્યું હતું. ત્યારબાદ ગંગામાં તે ક્યાં ગુમ થઈ ગયો કોઈ નથી જાણતું.

image source

પોલીસના જણાવ્યા પ્રમાણે નવનીત સંપૂર્ણ રીતે આધ્યાત્મિકતા તરફ વળી રહ્યો હતો. કદાચ આ જ કારણે મોક્ષ મેળવવાની ચાહનામાં ગંગા નદીમાં જળ સમાધિ લીધી હશે. જો કે પોલીસની તપાસ હજુ ચાલી રહી છે. તપાસ ચાલુ હોવાથી બીએચયુની ધન્વંતરી છાત્રાલયમાં નવનીતનો રૂમ (રૂમ નંબર 18) વધારે તપાસ માટે સીલ કરવામાં આવ્યો છે. કદાચ વધારે કડીઓ રૂમમાં મળી શકે.

માતા પિતા અને પરિવાર આઘાતમાં

image source

એક તરફ આ રહસ્ય હજુ પણ વણઉકેલાયેલું છે ત્યારે એકના એક પુત્રના નિધનથી માતા પિતા અને પરિવાર આઘાતમાં સરી પડયા છે. આ સાથે જ સાથી વિદ્યાર્થીઓ પણ ઉદાસ થઇ ગયા છે. આ અંગે બીએચયૂ આઈએમએસનાં પૂર્વ ચિકિત્સા અધિક્ષક ડૉ. વિજય નાથ મિશ્રાનાં પ્રકરણમાં તપાસ કરી તંત્ર-મંત્ર સાથે જોડાયેલાં લોકો પર પણ કાર્યવાહી કરવાની માંગ થઇ રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત