બિઝનેસમેન બનવું હોય તો આમ બનાય, સંઘર્ષ કહાની સાંભળી સલામી આપશો, 97 વર્ષે પણ કમાઈ છે 21 કરોડ રૂપિયા

અમુક વ્યક્તિની કહાની કંઈક એવી હોય કે તે તમને કંઈક કરવા માટે મજબુર કરી દેતી હોય. તમને ખુમારી ચઢી જાય એવા ઘણા વ્યક્તિત્વ છે જેમાંથી એકનો પરિચય આજે કરાવશું. એમડીએચ મસાલાની જાહેરાતમાં દેખાતા એમડીએચના માલિક મહાશય ધર્મપાલ ગુલાટીને તો તમે ઓળખતા જ હશો. જો કે આ પહેલાં એના નિધનના સમાચાર ફેલાવવામાં આવ્યા હતા જે તદ્દન ખોટા છે, તેમના પરિવારે વીડિયો શેર કરીને જણાવ્યું કે, તે સંપૂર્ણ રીતે સ્વસ્થ છે. 97 વર્ષના ધર્મપાલ ગુલાટી દેશના એક સફળ ઉદ્યોગપતિ છે, પાકિસ્તાનના સિયાલકોટમાં જન્મેલા ધર્મપાલ ભાગલા બાદ દિલ્હી આવી ગયા હતા. જ્યા તેમણે મસાલાનું કામ શરૂ કર્યું અને આજે એમડીએચ મસાલા દેશ જ નહીં, પરંતુ દુનિયાભરમાં મસાલા માટે ફેમસ છે. ત્યારે આજે જાણીએ એની જ સંઘર્ષભરી કહાની…

image source

1947માં દેશના ભાગલા વખતે પાકિસ્તાનતી બધુ છોડીને દિલ્હી આવ્યાં

મહાશય ધર્મપાલ ગુલાટીજીનો જન્મ 27 માર્ચ 1923ના રોજ સિયાલકોટમાં થયો હતો. ધર્મપાલ જ્યારે 5માં ધોરણમાં હતા ત્યાર પછી જ મળે એ કામ કરવા લાગ્યા હતા. 5માં ધોરણમાં અભ્યાસ કર્યા બાદ તેમના પિતાએ ધર્મપાલને ક્યારેક સાબુની ફેક્ટરી પર કામ પર લગાવ્યા તો ક્યારેક ચોથાની ફેક્ટરીમાં કામ કરવા માટે મોકલ્યા. કપડાથી લઈને હાર્ડવેરની દુકાન સુધી પણ ધર્મપાલે કામ કર્યું છે. તેમણે 15 વર્ષની ઉંમર સુધી ઘણી મહેનત કરી. ક્યાંય સફળ ના થયા તો વર્ષોથી ચાલતા આવતા વંશના બિઝનેસમાં લગાવી દીધા. ત્યારબાદ 1947માં દેશના ભાગલા વખતે તેઓ પાકિસ્તાની પોતાનું બધુ છોડીને દિલ્હી આવી ગયા હતાં અને દિલ્હી કેન્ટ વિસ્તારમાં આખા પરિવાર સાથે એક શરણાર્થી કેમ્પમાં રહેવા લાગ્યા.

image source

650 રૂપિયમાં એક ઘોડાગાડી ખરીદી અને કામ શરુ કર્યું

જ્યારે તેઓ દિલ્હીમાં આવ્યા ત્યારે તેની પાસે માત્ર 1500 રૂપિયા જ હતા. બેરોજગારી હતી, સમય પણ ખરાબ હતો અને આગળ શું કરવું એનો કોઈ આઈડિયા નથી તે છતાં ધર્મપાલ તૂટ્યા નહીં અને તેમના તથા પરિવારના ભરણ પોષણ માટે કામ શોધવા ચાંદની ચોક ગયા. તેની પાસે પોતાનું ઘર પણ નહોતું. એક તો ભણતર ઓછું હોવાથી અને મનગમતું કામ ના મળવાથી તેમણે 650 રૂપિયમાં એક ઘોડાગાડી ખરીદી. અને દિલ્હીના રસ્તા પર બે આના પ્રતિ સવારીના ભાવે ઘોડા ગાડી ચલાવવાનું શરુ કર્યું. થોડા દિવસ ઘોડાગાડી ચલાવ્યા બાદ તેને આ કામ પણ પસંદ ના આવ્યું, અને તેમને ઘોડાગાડી વેચીની લાકડાનું ખોખું ખરીદી લીધું.

image source

સિયાલકોટવાળા ‘મહાશિયાં દી હટ્ટી’ મરચાવાળા નામે ધંધો શરુ કર્યો

આ લાકડાનું ખોખું તેના જીવન માટે જડી બૂટ્ટી સાબિત થયું અને પોતાનો વારસાગત મસાલાનો ધંધો શરૂ કર્યો, જેનું નામ રાખ્યું સિયાલકોટવાળા ‘મહાશિયાં દી હટ્ટી’ મરચાવાળા. ધંધો ચાલવા લાગ્યા, ત્યારબાદ તેમણે ખોખું છોડીને એક દુકાન લઈ લીધી, પછી ધીમે ધીમે દુકાનમાંથી ફેક્ટરી, ફેક્ટરીથી કંપની બની ગઈ. એમડીએસ મસાલાના ક્ષેત્રમાં સૌથી મોટી કંપની છે જેના મસાલાની ધૂમ માત્ર ભારતમાં જ નહીં, પરંતુ દુનિયાના દરેક દેશમાં છે.

image source

દુનિયાના મોટાભાગના દેશોમાં થાય છે મસાલાની હેરફેર

તેની કંપનીના વિસ્તારની વાત કરીએ તો આજે એમડીએચની ઓફસ તથા આઉટલેટ્સ ભારતના દરેક શહેર ઉપરાંત લંડન, દુબઈ, અમેરિકા, યુકે, કેનેડા, યુરોપ, ઓસ્ટ્રેલિયા, સાઉથ આફ્રિકા, ન્યુઝિલેન્ડ, હોંગકોંગ, સિંગાપુર, ચીન, જાપાન સહિત દુનિયાના મોટાભાગના દેશોમાં છે. જો 2017ના એક રિપોર્ટ પ્રમાણે તેની સંપત્તિની વાત કરીએ તો દુનિયાના 100 દેશોને મસાલા એક્સપોર્ટ કરનાર ધર્મપાલ ગુલાટીની વાર્ષિક સેલરી 21 કરોડ છે. ધર્મપાલ પોતે જ કંપનીના સીઈઓ છે. કહેવામાં આવી રહ્યું છે કે, તેમનું પેકેજ ગોદરેજ કંપનીના સીઈઓથી પણ વધારે છે. આ જોઈને દુનિયાને એક વાત ગળે ઉતરી ગઈ કે માણસની લગન અને મહેનત તેને એકના એક દિવસે તેના મુકામ સુધી પહોચાડે જ છે કે જ્યાં લોકો પહોંચવા માટેના વિચારો કરતા રહેતા હોય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત