ગર્વ થાય એવી છે વાત, ભારતીય મૂળની મેધા રાજને જો બાઇડનના ડિજિટલ કેમ્પેનના બનાવવામાં આવ્યા ચીફ

ભારતીય મૂળની મેધા રાજને ડેમોક્રેટિક ઉમેદવાર બાઇડનના ડિજિટલ કેમ્પેનની ચીફ બનાવવામા આવી

image source

અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપ્રમુખ બરાક ઓબામાએ મંગળવારે રાષ્ટ્રપ્રમખપદની ચૂંટણીમાં જો બાઇડનની દાવેદારીનું ઔપચારિક સમર્થન કર્યું.તેમણે કહ્યું કે અમેરિકા જ્યારે મુશ્કેલ સમયનો સામનો કરી રહ્યું છે ત્યારે જો બાઇડન સંકટમોચક બની શકે છે.બાઇડન ઓબામાના શાસનકાળમાં લાંબા સમય સુધી ઉપરાષ્ટ્રપતિ રહ્યા હતા.બરાક ઓબામાએ કહ્યું કે, જો બાઇડન પાસે લાંબો અનુભવ અને ચરિત્ર છે અને તેઓ આપણા કઠણ સમયમાં માર્ગરદર્શન પૂરૂં પાડી શકે છે.

લાંબા સમયથી જ્યારે અમેરિકા મુશ્કેલીમાંથી બહાર આવવા મથી રહ્યું છે ત્યારે સંકટમોચક બની શકે છે. મને વિશ્વાસ છે કે જો બાઇડનમાં એ બધા ગુણ છે જે એક રાષ્ટ્રપ્રમુખમાં હોવા જોઈએ. અમેરિકામાં આ વર્ષે નવેમ્બર મહિનામાં રાષ્ટ્રપ્રમુખપદ માટે ચૂંટણી યોજાવાની છે.

image source

ડોનાલ્ડ ટ્રમ્પ બીજી વખત રાષ્ટ્રપ્રમુખ બનવા માટે ચૂંટણી મેદાનમાં ઉતરવાની તૈયારીમાં છે પરંતુ અત્યારે વિશ્વમાં કોરોના સંક્રમણનો સૌથી વધારે પ્રકોપ અમેરિકામાં જોવા મળી રહ્યો છે. આ પહેલાં બર્ની સૅન્ડર્સ રાષ્ટ્રપ્રમુખપદની ઉમેદવારીના દાવેદાર તરીકે રેસમાં સામેલ હતા પરંતુ તેમણે પોતાની દાવેદારી પાછી ખેંચી લીધી હતી. ભારતીય મૂળની અમેરિકન મેધા રાજને ડેમોક્રેટિક પાર્ટીના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જો બાઇડનના ચૂંટણી કેમ્પેનમાં ડિજિટલ પ્રચારના ચીફ તરીકે જવાબદારી મળી છે. આ જવાબદારી એટલા માટે અગત્યની છે કારણ કે કોરોના વાયરસ મહામારીના કારણે આ વખતે પ્રચાર સંપૂર્ણ રીતે વર્ચ્યુઅલ થવાનો છે.

આ પહેલા પીટ બુટીગીગના કેમ્પનમાં હતી

image source

આ પહેલા મેધા રાજ પીટ બુટીગીગના ચૂંટણી પ્રચાર અભિયાન સાથે જોડાયેલી રહી છે. બુટીગીગે પણ બાઇડનને સમર્થન આપ્યું છે. CNN ચેનલે આ સમાચાર સૌથી પહેલા દેખાડ્યા હતા. તેમનું કહેવું છે કે ક્લાર્ક હમ્ફ્રીને બાઇડનના અભિયાનના ડેપ્યુટી ડિજીટલ ડાયરેક્ટર બનાવવામા આવ્યા છે. તેમની જવાબદારી લોકો પાસેથી ફંડ એકત્ર કરવાની રહેશે. તેઓ ૨૦૧૬માં હિલેરી ક્લિંટનના ચૂંટણી પ્રચાર અભિયાનમાં કામ કરી ચૂક્યા છે.

મેધાએ જોર્જટાઉન યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યૂએશન કર્યું છે

image source

મેધા રાજે ઇન્ટરનેશનલ પોલિટિક્સમાં જોર્જટાઉન યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન અને સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાંથી MBA કર્યું છે. અમેરિકામાં ૩ નવેમ્બરે રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી યોજાશે. ૭૭ વર્ષના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ બિડેનનો મુકાબલો રિપબ્લિક ઉમેદવાર અને વર્તમાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે થશે. અમુક ઓપીનિયન પોલમાં બાઇડનની ટ્રમ્પ પર ૮ ટકા વૃદ્ધિ સાથે જીત થશે તેવું કહેવામાં આવી રહ્યું છે.

આ ક્ષમતામાં, મીસ રાજ ડિજિટલ વિભાગના તમામ પાસાંઓ પર કામ કરશે અને તેના ડિજિટલ આઉટપુટની અસરને કેવી રીતે વધારશે તે સુસંગત બનાવવા માટે સંકલન કરશે.

image source

“ડિજિટલ ચીફ ઓફ સ્ટાફ તરીકે જ બીડેનની ઝુંબેશમાં હું જોડાઇ છું તે શેર કરીને હું ઉત્સાહિત છું. ચૂંટણીના ૧૩૦ દિવસ બાકી છે અને અમે એક મિનિટનો વ્યય કરીશું નહીં!” મેધા રાજએ લિંક્ડઇન પર કહ્યું. મીસ રાજ પીટ બટિગીગના અભિયાનમાંથી આવે છે, જેમણે હવે જ બિડેનને સમર્થન આપ્યું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત