Site icon News Gujarat

મીરા રાજપૂતની બેસ્ટ ફ્રેન્ડના ક્રશ હતા શાહિદ કપૂર, લગ્નની વાત સાંભળીને આપી હતી આ પ્રતિક્રિયા

બૉલીવુડ સ્ટાર શાહિદ કપૂર અને એમની પત્ની મીરા રાજપૂત હંમેશા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. બન્ને થોડા થોડા દિવસે ફેન્સ સાથે એમના ફોટા અને વીડિયો શેર કરતા રહે છે. ફેન્સને આ બન્નેની જોડી ખૂબ જ પસંદ આવે છે. હાલમાં જ શાહીદની પત્ની મીરા રાજપુતે એક ઇન્ટરવ્યૂ દરમિયાન મજેદાર ખુલાસો કર્યો છે. એમમે જણાવ્યું છે કે એમની બેસ્ટ ફ્રેન્ડને શાહિદ કપૂર પર ક્રશ હતો.

image soucre

એટલું જ નહીં મીરા રાજપુતે એ પણ જણાવ્યું કે એ મિત્ર સાથે એમની મિત્રતા કોલેજ સમયથી છે. હવે મીરા રાજપુતે પોતાના લગ્ન સાથે જોડાયેલા અમુક મજેદાર કિસ્સા જણાવ્યા છે. તમને જણાવી દઈએ કે મીરા રાજપૂત અને શાહિદ કપૂરે વર્ષ 2015માં ગુરુગ્રામમાં અરેન્જ મેરેજ કર્યા હતા. ઇન્ટરવ્યૂમાં મીરા રાજપુતે જણાવ્યું છે કે મારી બેસ્ટ ફ્રેન્ડને શાહિદ પર ક્રશ હતો. એવામાં જ્યારે મેં એને જણાવ્યું કે મારા લગ્ન શાહિદ કપૂર સાથે થવાના છે તો એ સાંભળીને જ એ ચોંકી ગઈ અને એના મોઢામાંથી નીકળી ગયું ઓહ માય ગોડ

image soucre

એ ઘણીવાર મને કહેતી હતી કે શાહિદ એનો ક્રશ છે. જો કે ત્યારે મને એ વાતથી કોઈ ફરક નહોતો પડતો. પણ અમે લોકો આજે પણ એ વાત પર હસીએ છીએ કે મારી ફ્રેન્ડ સ્કૂલના સમયથી શાહીદને પસંદ કરતી હતી.

શાહિદ કપૂરની પત્ની મીરા રાજપૂત કપૂર કોઈ ગ્લેમરસ અભિનેત્રીથી ઓછી નથી. મીરાની સિમ્પલ ફેશન સ્ટાઇલ દરેકને પસંદ છે. મીરા રાજપૂત કપૂરે આ ઇન્ડસ્ટ્રીમાં અભિનેત્રી ન હોવા છતાં પોતાની અલગ ઓળખ બનાવી છે

image soucre

શાહિદ કપૂર અને મીરા રાજપૂતે એરેન્જ મેરેજ કર્યા છે. શાહિદે તેના ઘણા ઇન્ટરવ્યુમાં આ વાત કહી છે કે તેને મીરા જોતાની સાથે જ તે ગમી ગઇ હતી અને તેણે તેમની વચ્ચે 13 વર્ષના તફાવતની ક્યારેય પરવા કરી નથી.

લગ્ન પહેલાની બેઠકમાં બંનેએ લગભગ સાત કલાક એકબીજા સાથે વાત કરી હતી. દરેક વ્યક્તિ વિચારે છે કે શાહિદ કપૂર અને મીરા તેમની પ્રી-વેડિંગ મીટિંગ દરમિયાન પહેલી વખત મળ્યા હતા, પરંતુ આ સાચું નથી.

હા, મીરા રાજપૂત પહેલાથી જ શાહિદ કપૂરને મળી ચૂકી છે અને તે પણ જ્યારે તે માત્ર 16 વર્ષની હતી.

image soucre

તમને જણાવી દઈએ કે શાહિદનો સમાવેશ બોલિવૂડના ફિટ સ્ટાર્સમાં થાય છે અને એના ફિટનેસ રૂટિનથી અનેક લોકોને પ્રેરણા મળે છે. શાહિદની પત્ની મીરા પણ સ્વસ્થ જીવનશૈલી અને ઓર્ગેનિક ખાનપાનની સમર્થક રહી છે.

Exit mobile version