Site icon News Gujarat

ગુજરાતમાં આ જગ્યાએ આવેલા મેલડી માતાના મંદિરમાં લોકો કચરા પોતું કરવાની માનતા કેમ માને છે..?

આપણા દેશમાં ઘણા બધા ભગવાન ના મંદિરો આવેલા છે. ભારતના બધા જ મંદિરોમાં અલગ અલગ ભગવાનની મૂર્તિઓને સ્થાપિત કરવામાં આવી છે. એટલે બધા મંદિરોમાં દર્શનાર્થીઓ દર્શન કરવા માટે દુરદુર થી આવતા હોય છે. જયારે પણ લોકો પર કોઈ આપત્તિ કે તકલીફ આવી પડે ત્યારે લોકો માતાજીની અલગ અલગ બાધાઓ રાખતા હોય છે.

જેવી કે શ્રીફળ, સુખડી અથવા મંદિરે ચાલીને જવાની બધા રાખતા હોય છે. ગુજરાતમાં એક એવું મંદિર આવેલું છે કે જ્યાં લોકો શ્રીફળ, સુખડીની નહિ પણ મંદિરમાં કચરા પોતું કરવાની બાધા રાખે છે. આ પછી જયારે પણ લોકોની માનતા પુરી થાય છે. ત્યારે લોકો અહીં આવીને કચરા પોતું કરે છે.

image soucre

આ મંદિર નાદિયાડ થી ચાર કિલોમીટર દૂર મરીડા નામના ગામમાં આવેલૂ છે. આ મંદિરમાં રાજ રાજેશ્વરી મેલડીમાં બિરાજમાન છે. અહીં હજારો શ્રધ્ધારુ માતાના આશીર્વાદ લેવા માટે અહીં આવે છે. આ મંદિરમાં આવતા ભક્તો દ્વારા રાખવામાં આવતી કચરા પોતાની માનતા પાછળ પણ એક રહસ્યમય કારણ છે.

આમા થયું એવું કે આ ગામમાં રહેતા રાજભા નામના એક વ્યક્તિને એવી ઈચ્છા થઇ કે આપણા ગામમાં મેલડી માતાનું મંદિર હોવું જોઈએ અને તેમને પોતાની આ વાત ગામના લોકોને કહી ગામ લોકોએ પણ તેમની વાતને માન આપ્યું. અને કહ્યું કે આપણા ગામમાં પણ મેલડી માતાનું એક મંદિર હોવું જોઈએ.

image soucre

મંદિર બની ગયું પછી ગામના લોકો વિચારતા હતા કે માતાજી ની મૂર્તિ બનાવડાવી કે તૈયાર લાવવી. ત્યારે ગામના એક વ્યક્તિ ને માતાજી એ સંકેત આપ્યું કે જયપુરમાં આ જગ્યા એ મૂર્તિ પડેલી છે. તેની સ્થાપના કરો. ગામ લોકો જયપુર ગાયા ને જોયું તો સાચે જ ત્યાં મૂર્તિ પડી હતી આજે તે જ મૂર્તિ નું સ્થાપન મંદિરમાં કરવામાં આવેલૂ છે. આ ચમત્કાર ને જાણીને લોકો દૂર દૂરથી અહીં દર્શન કરવા માટે આવવા લાગ્યા.

ત્યારે આવેલા દર્શનાર્થી કોઈ વાર મંદિર ની સાફ સફાઈ કરવા લાગી જતા. થોડા સમય પછી લોકો અહીં કચરા પોતાની માનતા રાખવા લાગ્યા અને લોકોની માનતા પુરી થવા લાગી. ત્યારથી જે લોકો પણ અહીં કચરા પોતાની માનતા માને છે. તે લોકોની માનતા મેલડી માં જરૂર પુરી કરે છે.

Exit mobile version