કાનપુર માટે આવતા સપ્તાહ રવાના થશે મેટ્રો, અહીંયા થશે એસેમ્બલિંગ

ગુજરાત દેશનું એવું રાજ્ય છે કે જ્યા દેશની અનેક મોટી ઉપલબ્ધીઓ જોવા મળે છે, જેમાં વિશ્વનું સૌથી મોટૂ સ્ટેડીયમ હોય કે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ગુજરાત આ બાબતે મોખરે છે, ત્યારે આપણા જ ગુજરાતમાં મેટ્રો ટ્રેનનું નિર્માણ પણ થઈ રહ્યું છે.એટલે કહેવાય કે ગુજરાત નિર્માણ ક્ષેત્રે પણ આગવું સ્થાન ધરાવે છે.

image soucre

શહેરમાં મેટ્રો ટ્રેનને જોવાનો ઇન્તજાર ખતમ થવાનો છે. ગુજરાતના સાવલી પ્લાન્ટમાં બની રહેલા મેટ્રોના કોચ 5 સપ્ટેમ્બરના રોજ ત્યાંથી રવાના થશે અને લગભગ 15 સપ્ટેમ્બરના રોજ કાનપુર પહોંચશે. પહોંચવામાં આટલા દિવસ એટલા માટે લાગશે કારણ કે વાયા સડક માર્ક મેટ્રોને સુરક્ષિત રીતે લાવવામાં 10 થી 12 દિવસ લાગી જાય છે. અહીંયા આવ્યાના એક સપ્તાહ બાદ ત્રણેય કોચીને પોલીટેક્નિક કોચમાં એસેમ્બલ કરી એને ટ્રેનના રૂપમાં તૈયાર કરી લેવામાં આવશે. અને એ જ સમયે એને પહેલી વાર સામે લાવવાની તૈયારી છે.

image source

15 નવેમ્બર 2019ના રોજ કાનપુરમાં મેટ્રોનું કામ શરૂ કઈ દેવામાં આવ્યું હતું. મેટ્રોનું કાર્ય શરૂ થતાં જ લોકોને રાહ હતી કે આખરે ક્યારે મેટ્રો ટ્રેન કાનપુર ક્યારે આવશે. મેટ્રોના અધિકારીઓએ આમ તો ઘોષિત કરી રાખ્યું છે કે સપ્ટેમ્બરના અંતમાં મેટ્રો આવી જશે પણ સાવલીથી પાંચ સપ્ટેમ્બરના રોજ મેટ્રો ટ્રેન રવાના થવાની બધી જ તૈયારી કરી લેવામાં આવી છે. આખા રૂટને પણ ચેક કરી લેવામાં આવ્યો છે..મેટ્રોના ત્રણ કોચની લંબાઈ કુલ મળીને લગભગ 89 મીટર હોય છે. એક કોચની લંબાઈ લગભગ 30 મીટર હોય છે..અલગ અલગ ટ્રેલરથી એમને લાવવાના છે એટલે આ રૂટ ચેક કરવો જરૂરી હતો. આમ તો ટ્રેલરની આગળ વાયરલેસથી એક ટીમ ચાલશે.

ઉર્જા રિજનરેટમાં લખનઉથી અપગ્રેડ.

image soucre

કાનપુરની મેટ્રો ઉર્જાને ઉતપન્ન કરી એને આગલી ટ્રેન સુધી પહોંચાડવાની બાબતમાં લખનઉ મેટ્રો વધુ અપગ્રેડ છે. ટ્રેનની બ્રેક લાગવા પર જે ઉર્જા પેદા થાય છે એને ટ્રેન પાછળથી આવતી ટ્રેનને મોકલી દેશે. લખનઉમાં એનાથી 38 ટકા ઉર્જાની બચત થઈ રહી છે. કાનપુરમાં એનાથી 45 ટકા ઉર્જાની બચત થશે.

970 યાત્રીઓની હશે ક્ષમતા.

image source

ત્રણ કોચમાં 960 યાત્રી એકસાથે યાત્રા કરી શકશે. વચ્ચે વાળા કોચની ક્ષમતા 340 યાત્રીઓની છે. પહેલા અને ત્રીજા કોચની ક્ષમતા 315- 315 યાત્રીઓની છે.

ટ્રેન પર દેખાશે કાનપુરના મુખ્ય સ્થાનોનો લુક.

ટ્રેનની આગળ અને બન્ને તરફ અમુક એવા ચિહ્ન હશે જે કાનપુરના મુખ્ય સ્થાનોને દર્શાવશે. એમાંથી જેકે મંદિરની ઝલક જોવા મળશે. એ સાથે સ્વતંત્રતા સંગ્રામના સ્થળ વિશે પણ દર્શાવવામ આવી શકે છે.