આવી લવસ્ટોરી અને આવા લગ્ન વિશે નહીં સાંભળ્યું હોય આજ સુધી

દેશમાં જ્યારે રાષ્ટ્રવ્યાપી લોકડાઉન હતું ત્યારે લગભગ તમામ પ્રવૃત્તિઓને અટકાવી દેવામાં આવી હતી. પરંતુ આ લોકડાઉન એક પ્રેમી યુગલને એક થતાં અટકાવી શક્યું નહીં. દેશભરમાં ઘણા કપલ એવા હશે કે જેમણે લગ્ન કરવાના આયોજનો લોકડાઉનના કારણે કેન્સલ કરવા પડ્યા હોય. પરંતુ કેટલાક યુગલો એવા પણ છે કે જેમની પ્રેમ કહાનીમાં લોકડાઉન પણ બાધા કરી શક્યું નહીં. આ દંપતિ છે હરિયાણાનું જેણે લોકડાઉન વચ્ચે લગ્નગ્રંથિથી જોડાવાનું ભાગ્ય પ્રાપ્ત કર્યું હતું.

image source

આ લવસ્ટોરી ખરેખર અન્ય કરતાં અનોખી છે. એક વિદેશી ગોરીની નજર દેશી છોરાને મળી અને બંને વચ્ચે પ્રેમ થયો. તેવામાં આ પ્રેમી યુગલને એક કરવા માટે રાત્રે કોર્ટ ખુલી અને સ્પેશિયલ મેરેજ એક્ટ અંતર્ગત તેમના લગ્ન કરાવવામાં આવ્યા હતા.

પેલો ફેમસ ડાયલોગ છે ને કે પ્યાર ઔર જંગમે સબ જાયઝ… એવું જ કંઈ આ લવસ્ટોરીમાં થયું છે. પ્રેમ ધર્મ, જાત, દેશની સરહદો અને દૂરીને ધ્યાનમાં લેતો નથી. પ્રેમ તો બસ થઈ જાય અને જેની સાથે પ્રેમ થાય તેને પોતાના કરી લેવાના હોય છે. આવા જ વિચાર ધરાવતા આ કપલે લોકડાઉન દરમિયાન અનોખી રીતે લગ્ન કર્યા હતા.

image source

લોકડાઉનની પરિસ્થિતિમાં પ્રેમ માટે લગ્ન કરવાની વ્યવસ્થા ઊભી કરાવનાર આ વ્યક્તિ છે નિરંજન કશ્યપ. હરિયાણાના આ યુવકને સાત સમુંદર પારની યુવતી સાથે પ્રેમ થયો હતો. પોતાના પ્રેમને પામવા માટે તેણે જે કર્યું તે આજ સુધી ચર્ચામાં છે. એક તરફ હજારો લગ્ન દેશમાં કેન્સલ થયા હતા તેવામાં આ કપલને લગ્ન કરવાની તક મળી હતી.

રોહતક જિલ્લાના નિરંજન કશ્યપ અને મેક્સિકોની મહિલા ડાનાના લગ્ન લોકડાઉન દરમિયાન થયા હતા. પરંતુ આ સમયમાં લગ્ન કરવા ઘણા પાપડ તેમણે વણવા પડ્યા હતા. રોહતકના નિરંજનની મુલાકાત 3 વર્ષ પહેલા મેકસિનક ડાના સાથે થઈ હતી. તેઓ સાથે સ્પેનિશ લેંગ્વેજનો કોર્સ કરતાં હતા. આ કોર્સ કરતાં કરતા તેમની વચ્ચે મિત્રતા થઈ અને મિત્રતા પ્રેમમાં બદલી ગઈ.

image source

આ કોર્સ પૂર્ણ કરી ડાનાને પરત ફરવું પડ્યું. ત્યારબાદ એકવાર નિરંજન તેને મળવા મેક્સિકો ગયો હતો. પ્રેમ ગાઢ થતાં ડાના તેની માતા મરિયમ સાથે પ્રવાસી વિઝા સાથે ભારત આવી. આ સમયે બંનેએ એકબીજાના પરિવારની મુલાકાત કરાવી અને પરિવારે આ સંબંધને સંમતિ આપી દીધી. પરંતુ વિઝાની મુદત પુરી થતી હોવાથી તેની માતાને 24 એપ્રિલે પરત ફરવાનું હતું. તેવામાં તેમણે ફટાફટ લગ્ન કરવા પડે તેમ હતા. ત્યારે નાગરિકતા લગ્નમાં બાધા ન બને તે માટે નિરંજને જિલ્લા મેજીસ્ટ્રેટ પાસે પબ્લિક નોટિસ કઢાવી.

જો કે લગ્નની તારીખ પહેલા જ લોકડાઉન જાહેર કરી દેવામાં આવ્યું. પરંતુ જ્યારે આ વાતની જાણ મેજીસ્ટ્રેટને થઈ તો તેમણે રાત્રે 8 કલાકે કોર્ટ ખોલાવી અને બંનેના લગ્ન કરાવી દીધા.