કેટલાય દિવસના ભૂખ્યા બાળકો માટે લાવ્યો અનાજ અને પછી પિતાએ માનસિક ચિંતામાં કર્યું ન કરવાનું

દેશભરમાં કોરોનાનું જોખમ વધી રહ્યું છે અને સાથે જ ગરીબો પર ભૂખમરાનું… પ્રવાસી મજૂરોની હાલત આ સમયમાં કફોડી થઈ છે. તેઓ પોતાના પરીવારનું ભરણપોષણ કરવા પણ સક્ષમ રહ્યા નથી. આવી સ્થિતિમાં તેઓ એવા પગલાં ભરવા લાગ્યા છે જેનાથી ચિંતા વધી રહી છે.

i mage source

હરિયાણાના ગુડગાંવમાં બિહારનો એક 35 વર્ષીય શ્રમિક છાબુ મંડલ તેના પરીવાર સાથે રહે છે. તેનો પરીવાર 8 સભ્યોનો છે. લોકડાઉન જાહેર થયા બાદ તેમના માટે ભરણપોષણ કેવી રીતે કરવું તે પણ પ્રશ્ન સર્જાયો છે. તેવામાં આ વ્યક્તિએ પોતાનો મોબાઈલ 2500 રૂપિયામાં વેંચી અને જરૂરી વસ્તુઓ તેમાંથી ખરીદી. પરીવાર માટે થોડા દિવસનો સામાન ખરીદી લાવ્યા બાદ જ્યારે તેના ઘરના સભ્યો બહાર હતા ત્યારે તેણે ઘરને બંધ કરી ફાંસી લગાવી આત્મહત્યા કરી લીધી.

છાબુની પત્નીએ જણાવ્યું કે ફોન વેંચી જે પૈસા મળ્યા તેમાંથી તેણે ઘર માટે અનાજ સહિતની વસ્તુ ખરીદી અને એક પંખો ખરીદ્યો. છાબુના ઘરમાં તેના માતા-પિતા અને ચાર બાળકો છે. નાના બાળકની ઉંમર 5 મહીનાની છે. બુધવારથી તેમના ઘરમાં ખાવા માટે કંઈ ન હતું જ્યારે છાબુ રાશન લાવ્યો તો બધા ખુશ થઈ ગયા કે તેમને ભોજન મળશે. રાશન આવ્યા બાદ પત્ની બાળકોને માતાને સોંપી રસોઈ કરવા ગઈ તેવામાં છાબુએ આત્મહત્યા કરી લીધી.

છાબુ લોકડાઉન જાહેર થયું ત્યારથી પરેશાન રહેતો હતો કે આઠ સભ્યો ધરાવતા પરીવારનું ભરણપોષણ કેવી રીતે થશે. આ માનસિક તાણમાં તેણે મરતાં પહેલા ફોન વેંચી ઘરમાં અનાજ લાવ્યું અને તે મોતને ભેટ્યો.