આ વૃદ્ધ સ્ત્રીના માથા પર છે પોટલુ અને તેની ઉપર ઉભુ છે એક નાનકડુ ગલડિયુ, જાણો આ તસવીર પાછળ છુપાયેલી આ કહાની વિશે

આજના યઅ ભયાનક કોરોના કાળ અને લોકડાઉનના સમયમાં જ્યારે લોકો એકબીજાથી સોશિયલ ડિસ્ટન્સ જાળવી રહ્યા છે, માણસને બીજા માણસ સામે જોવામાં કોરોનાનો ડર લાગે છે

ત્યારે માનવતા ના ઉદાહરણ રૂપ આવા કિસ્સાઓ પણ જગ્યાએ જગ્યાએ જોવા મળે છે, જે તમારા હ્રદયને કરુણાથી છલકાવી દે છે તો સાથે સાથે એ વિશ્વાસ જગાવે છે કે આપણી માનવતા આપણને ગમે તેવા કપરા કાળમાંથી બહાર કાઢી ને રહેશે. માનવ જાત ઉપર ભરોસો વધી જાય તેવી આ વાત તમારા હ્રદયને પણ જરૂર સ્પર્શી જશે.

ઈન્ટરનેટ ઉપર એક વૃધ્ધ સ્ત્રીનો આ ફોટો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. એવું માનવામાં આવી રહ્યું છે કે આ સ્ત્રી એક શ્રમિક પ્રવાસી મહિલા છે જે બીજા મજૂરોની જેમ ચાલતા પોતાના ઘર તરફ જઈ રહી છે. ફ્રેગરએન્ટ વહીરલવિન્ડ નામના એક ટ્વિટર યુઝરે આ ફોટો શેર કરતાં લખ્યું છે કે, “આ મહિલા પોતાની સાથે રહેલા ગલૂડિયા વિશે કહે છે કે આ બહુ જલદી થાકી જાય છે. મારી સાથે જ રહે છે. હું એને છોડી ન શકું. આ મહિલા છેલ્લા બે દિવસથી ચાલી રહી છે.” આ આર્ટીકલ લખાઈ રહ્યો છે ત્યાં સુધીમાં આ ફોટોને ૩ હજાર લાઇક અને ૧.૨ હજાર રી-ટ્વિટ મળી ચૂક્યા છે. ઘણા બધા લોકોએ યઅ સ્ત્રીના ખૂબ જ વખાણ કર્યા છે.

આ ફોટોમાં તમે જોઈ શકો છો કે એક ઉમર લાયક સ્ત્રી છે. તેની પાસે બંને હાથમાં ઘણો બોજો છે સાથે માથા ઉપર એક પોટલું લટકાવ્યું છે અને તેની ઉપર એક નાનકડું ગલૂડિયું ઊભું છે. આ લાગણી લોકોના હદયને ઊંડે સુધી અડી ગઈ છે અને આ ફોટો વાયરલ થવા માંડ્યો છે.

આઈ. એ. એસ અધિકારી વિજય કુમારે પણ યઅ ફોટો ટ્વિટ કર્યો છે અને તેની ઉપર વિજય કુમારે લખ્યું છે કે, “ પોતે તકલીફમાં હોય ત્યારે પણ બીજા ઉપર દયા દેખાડવી બહુ અઘરું છે. આ આપણને ઘણું બધુ શીખવે છે.” બીજા લોકોએ રી-ટ્વિટ કરતાં લખ્યું છે કે “માનવતા ઉપર ગર્વ ઉપજાવે તેવો ફોટો.”

image source

અન્ય એકે લખ્યું છે “લોકડાઉન બધા માટે એક સમાન નથી.”

કોઈને તો થોડા સમય અગાઉ વાયરલ થયેલી એક બીજી તસવીર યાદ આવી ગઈ તે ફોટો પણ ખૂબ જ વાયરલ થયો હતો. એ ફોટો પણ ઘણા લોકોએ શેર કર્યો હતો. તે ફોટામાં એક પ્રવાસી શ્રમિક પરિવાર છે જે પોતાના સમાન અને પાળીતા ગલૂડિયાને ઊંચકી મહારાષ્ટ્રના નાસિક હાઇવે ઉપર ચાલી રહ્યો હતો. એ ફોટો ૩ મેના રોજ પાડવામાં આવેલો હતો.

source : navbharat

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત