Site icon News Gujarat

મિર્ઝાપુર 2માં નથી બદલાયું કંઇ ખાસ, શું તમે વાંચ્યો આ Review?

મિર્ઝાપુર 2 રિવ્યુ: મિર્ઝાપુરનો જે ભૂચાલ સીઝન- 1માં શરુ થયું હતું, તે સીઝન 2માં પણ એમ જ છે. કાલીન ભૈયાના જલવા અને ગુડ્ડુ પંડિતનો બદલો, બંનેવ ફ્રંટસીટ પર છે.

image source

MIRZAPUR 2 Review: મિર્ઝાપુરનો જે ભૂચાલ સીઝન 1માં શરુ થયો હતો, તે સીઝન 2માં પણ એમ જ છે. કાલીન ભૈયાના જલવા અને ગુડ્ડુ પંડિતના બદલો, બંને જ ફ્રંટસીટ પર છે. મિર્ઝાપુરમાં એ જ ખૂન- ખરાબા, તાકત માટે લડાઈ અને કોઈની પર પણ વિશ્વાસ કરવાની ભૂલ સાબિત થવું, જેવી વસ્તુઓ હાજર છે.

image source

આ રીતે મિર્ઝાપુરની પહેલી સિઝનમાં જે પણ મસાલો જોવા મળ્યો હતો, તે આ સિઝનમાં પણ જોવા મળશે અને જેવોને ટેવો જ. કાલીન ભૈયાનો આ ડાયલોગ, ‘રાજા ઔર રાજકુમાર સેક્રીફાઈસ નહી કરતે હૈ, પ્યાદે કરતે હૈ. રાજા ઔર રાજકુમાર તો જિંદા રહેતે હૈ.’ આખી વાર્તા સમજવા માટે ઘણું છે.

image source

‘મિર્ઝાપુર 2 (Mirzapur 2 Review)’ની વાર્તા ત્યાંથી જ શરુ થાય છે જ્યાં મિર્ઝાપુરની ખતમ થઈ હતી. મુન્ના ભૈયા પોતાની રંગબાજીમાં છે તો ત્યાં જ તેમના પિતાની નજર પોતાના દીકરાને બાહુબલી બનાવવા પર છે. ગુડ્ડુ ભૈયા ઘાયલ પડ્યા છે અને મુશ્કેલીમાં છે. આવી રીતે વાર્તા પુરા પેસની સાથે શરુ થાય છે. મુન્ના ભૈયા હવે મિર્ઝાપુર પછી જૌનપુર પર પણ પોતાનો જલવો ઈચ્છે છે અને પોતાની જાતને અમર સમજવા લાગ્યા છે. પરંતુ કાલીન ભૈયા મુન્નાને એવા ડોઝ આપે છે કે, તેના હોશ જ ગુમ કરી દે છે. પરંતુ બીના ત્રિપાઠી પોતાના ઘરના પુરુષોથી પરેશાન છે અને તે માસ્ટરસ્ટ્રોક ચાલવાની તૈયારીમાં છે. આ રીતે ‘મિર્ઝાપુર 2’માં દરેક તે મસાલો આપવામાં આવ્યો છે જેના માટે આ સીઝન લોકપ્રિય રહે છે. પછી તે ભલે વનલાઈનર હોય, ઘણા બધા અપશબ્દોનો ઉપયોગ કરવાનો કે પછી રાજનીતિના ખતરનાક રમત. આ રીતે ‘મિર્ઝાપુરની સીઝન 2’માં પણ નવા પાત્રો આવવા છતાં પણ જુના પાત્રોના ખભા પર જ ઉભું છે.

image source

‘મિર્ઝાપુર 2 (Mirzapur 2 Review)’ ના ૧૦ એપિસોડ છે આ પૂરી વાર્તામાં અલી ફઝલ, શ્વેતા ત્રિપાઠી, પંકજ ત્રિપાઠી, દીવ્યેંદુ શર્મા, રસિકા દુગ્ગલ અને હર્ષિતા ગૌર સહિત આખી સ્ટારકાસ્ટએ સારું કામ કર્યું છે. બધાએ પોતાના પાત્રોને પરદા પર સારી રીતે ઉભાર્યું છે. પરંતુ મિર્ઝાપુરની વાર્તાની જાણ ગુડ્ડુ, મુન્ના અને કાલીન જ છે. મિર્ઝાપુર સીરીઝના ફેંસ માટે આ પરફેક્ટ ટ્રીટ છે જયારે અપશબ્દોથી દુર રહેનાર દર્શકોને આ ગળાની નીચે ઉતારવામાં તકલીફ થઈ શકે છે.

રેટિંગ: 3 સ્ટાર

image source

કલાકાર: અલી ફઝલ, શ્વેતા ત્રિપાઠી, પંકજ ત્રિપાઠી, દીવ્યેંદુ શર્મા, રસિકા દુગ્ગલ અને હર્ષિતા ગૌર.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version