પોપટલાલ એક વાર કરી બેઠા એવી મોટી ભૂલ, કે જે કારણે શોમાંથી કરી દેવામાં આવ્યા હતા બહાર

પોપટલાલની હલી ગઈ હતી દુનિયા આ વર્તનને કારણે થયા હતા બહાર, માંગી માફી.

image source

ટીવી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ માં પત્રકાર પોપટલાલ હમેંશા દુનિયા હલાવવાની વાત કરતા નજરે પડે છે. પણ શું તમે જાણો છો કે એકવાર પોપટલાલ એટલે કે તેનું પાત્ર નિભાવનાર શ્યામ પાઠકની દુનિયા હલી ગઈ હતી. જી, હા. તેમના વર્તાવને કારણે એક વાર તેમને શોથી બહાર કરી દેવામાં આવ્યા હતા, જેના કારણે તેમને પાછળથી માફી માંગવી પડી હતી.

image source

હકિકતમાં એવું થયું કે જેઠાલાલ ચંપકલાલ ગડાનું પાત્ર નિભાવનાર દિલીપ જોશી લંડનમાં એક સ્ટેજ પર્ફોમન્સ કરવા જઈ રહ્યા હતા, તેઓ ગયા પણ ખરી. જ્યારે ત્યાં પહોંચ્યા તો દર્શકોએ તેમને શોમાં પોપટલાલની ભૂમિકા ભજવનાર શ્યામ પાઠકની સાથે પર્ફોમન્સ આપવાની અપીલ કરી. એવામાં પોતાના ફેન્સને નિરાશ ન કરતાં જેથાલાલે પોપટલાલને ફોન કર્યો, પોપટલાલ ઇન્ડિયામાં હતા અને જેઠાલાલના લંડન જવાને કારણે શોનું શુટીંગ આગળ વધાર્યુ હતું.

image source

જેઠાલાલની વાત માનીને પોપટલાલે સ્ટેજ પર્ફોમન્સ કરવાની તૈયારી દર્શાવી, પણ, તેઓ તરત જ લંડન પહોંચી ગયા. પોપટલાલ લંડન પહોંચ્યા છે એ વાતની જાણકારી તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના ક્રુ મેમ્બર્સને આપવામાં આવી ન હતી. જેઠાલાલ અને પોપટલાલનું લંડનમાં સ્ટેજ પર્ફોમન્સ તો બહુ જ સારું ગયું. પણ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના સેટ પર તણાવ વધી ગયો. પ્રોડ્યુસર્સ પોપટલાલથી નારાજ થઈ ગયા.

image source

જ્યારે પોપટલાલ અકે શ્યામ પાઠક સેટ પર પાછા આવ્યા વાત એટલી ઉગ્ર રીતે વધી ગઈ કે શ્યામ પાઠકની તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના પ્રોડ્યુસર અસીત કુમાર મોદી સાથે દલીલ થઈ ગઈ. આમ તેમને શો છોડવો પડ્યો. તેઓ ચાર દિવસ ઘરમાં રહ્યા. જ્યારે પોતાની ભૂલ સમજાઈ અને પ્રોડ્યુસર પાસે માફી માંગી ત્યારે તેમને શોમાં પાછા બોલાવવામાં આવ્યા.