Site icon News Gujarat

સલવાર-સૂટ પહેરતી વખતે જો નહિં રાખો આ બાબતોનુ ધ્યાન, તો બગડી જશે તમારો લુક

ભારતીય સાડી અને સલવાર- સૂટમાં જે લૂક મળે છે એ બીજા કોઈ પણ પ્રકારના પહેરવેશમાં નથી જોવા મળતો.

image source

સલવાર- સૂટ એવા પ્રકારનો પોષાક છે જેને તમે કોઈ પણ સામાજિક, તહેવાર પ્રસંગે કે પછી પરંપરાગત પોષાકમાં એને સામેલ કરી શકો છો. કોઈ પણ અવસર પ્રસંગે સૌથી વધારે આ જ પહેરવામાં આવે છે છતાં પણ સલવાર- સૂટ પહેરતી વખતે કરવામાં આવેલી સામાન્ય ભૂલ પણ તમારો લૂક ખરાબ કરી શકે છે. તો આવો જાણીએ એને પહેરવાની સાચી રીત જેની મદદથી આપણે સુંદર અને સ્ટાઇલીશ કેવી રીતે દેખાઈ શકીએ.

ફૂલ લેન્થ( વધુ લંબાઈવાળા કુર્તા )ની સાથે પટિયાલા સલવાર

image source

જો તમારે પંજાબી લૂક કરવો છે તો તમારે વધુ લંબાઈવાળા કુર્તા ભૂલી જવા પડશે. પટિયાલા પાયજામો હંમેશા શોર્ટ કુર્તાની સાથે જ પહેરવામાં આવે છે. લાંબા કુર્તામાં પટિયાલા પાયજામાનો પૂરો લૂક આવતો નથી, કારણકે પટિયાલા પાયજામાનો લૂક એની બને સાઇડ પર પડતી ડિઝાઇન જ છે, જે લોંગ કુર્તીમાં નથી દેખાતી. શોર્ટ કુર્તી અને પટિયાલા એક પ્રખ્યાત અને પરંપરાગત પોષકમાંનો એક છે.

ચૂડીદાર પાયજામા સાથે શોર્ટ કુર્તી

image source

તમે “યંગિસ્તાન”ફિલ્મનું આ ગીત સંભાળ્યું હશે “સુનો ના સંગ મરમર કે”, જો કે આ ગીત તમે પણ દેખ્યું હશે જેમાં અભિનેત્રી નેહા શર્મા એક સીન દરમિયાન સફેદ કુર્તા સાથે ગ્રીન ચૂડીદાર સલવાર પહેરેલું છે એના આ લૂકને પર્ફેક્ટ લૂક કહેવામાં આવે છે કારણકે ચૂડીદાર સલવાર કે પછી લેગ્નિસ પર લાંબી કુરતી પહેરવાથી જ તમે સુંદર અને પર્ફેક્ટ લૂક આપી શકે છે.

લંબાઈ પ્રમાણે જ સલવાર સૂટ હોવા જરૂરી નથી

image source

ઘણી વખત બરાબર સલવાર ના હોય તો આપણા પગ દેખાય છે જેને કારણે આપણો આખો લૂક ખરાબ થઈ જાય છે તો વળી ક્યારેક કુર્તાની લંબાઈ ઓછી હોય તો આપણાં ઘૂંટણ દેખાય છે જે ખરાબ લાગે છે. ઘણી વખત આવી નાની નાની ભૂલો આપણી સુંદરતા અને લૂકને ખરાબ કરી દે છે. સલવાર-સૂટ હંમેશા આપણી લંબાઈ પ્રમાણે જ પસંદગી કરવી જોઈએ જે તમને પર્ફેક્ટ અને સુંદર લૂક આપશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version