મીઠી પુરી – સાતમ આઠમ આવી રહી છે અને ઠંડુ ખાવામાં આ વાનગી જરૂર બનાવજો…

રાંધણ છઠના દિવસે ગૃહણીઓ વહેલી સવારથી રસોડામાં વ્યસ્ત બની જતી હશે અને નવી-નવી વાનગીઓ બનાવ તી હશે . જેમાં થેપલા, બાજરાના વડા, પૂરી, લાડવા, ગાંઠિયા, ચેવડો, મેથીના ઢેબરા, મીઠી પૂરી, તીખી પૂરી, પાત્રા, ભરેલા ભીંડા, તીખી સેવ, ખીર.

પણ હું આજે તમારાં સમક્ષ ગોળ વાળી મીઠી પુરી સ્ટેપ બાય સ્ટેપ બતાવીશ ….જે બાળકો થી લઇ મોટાઓ ને બધાં ને ભાવશે …

સામગ્રી :

– 2 કપ ઘઉંનો લોટ

– 1 કપ બારીક ભૂકો કરેલો ગોળ

– મોણ માટે ત્રણ ચમચી ઘી

– તળવા માટે તેલ

રીત :

સ્ટેપ :1


પહેલા એક તપેલામાં ગોળ ભૂકો કરી લો . અને 1 કપ પાણી નાખો ગેસ ઉપર ગોળનું પાણી બનાવો ગોળ પાણીમાં ઓગળી જાય એટલે ગેસ બંધ કરી દો પછી પાણીને ૧૦ મિનીટ માટે સાઈડ માં મૂકી ને ઠંડુ થવા દો.

સ્ટેપ 2 :


હવે એક થાળીમાં ઘઉંનો લોટ લ્યો પછી તેમાં ઘીનું મોણ નાખો .અથવા તેલ નું મોણ પણ લઇ શકાય .હવે ગોળનો પાણીથી લોટ બાંધી લો લોટ થોડો કઠણ બાંધવાનો પછી તેલવાળો હાથ કરી બરાબર ટીપીને લોટને ૧૦ મિનિટ ઢાંકી ને સાઈડ માં મૂકી દો .દસ મિનિટ પછી નાના લુવા કરી પૂરી વણો. પછી તેમાં ચાકુથી કાણા પાડી લો .આમ કરવાથી આપણી પૂરી ફુલ સે નઈ.

સ્ટેપ :3


એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થયા બાદ પૂરીને મીડીયમ તાપે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લ્યો રેડી છે આપણી પુરી તૈયાર .

નોંધ :

ગોળ વાળું પાણી વધારે ગરમ નહિ કરવું નહિ તો ચાસણી થઈ જશે .ગોળ પીગળે એટલે ગેસ બંધ કરી દેવું ..

રસોઈની રાણી : દિગના રૂપાવેલ (બરોડા )

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.