Site icon News Gujarat

મીઠો મોરયો / મોરૈયો – તીખો અને મસાલેદાર મોરયો તો ખાતા જ હશો આજે ફરાળમાં બનાવો આ યમ્મી મીઠો મોરયો..

કેમ છો ફ્રેંડસ..

શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે.. એટલે બધાય ના ત્યાં ફરાળ તો બનતિજ હશે અને આપણા ગુજરાતી ઓ તો ઉપવાસ હોય કે ના હોય.. સ્વીટ ખાવા ના શોકિન તો હોય જ…

અને મારા ઘરે તો જમ્યા પછી સ્વીટ જોઈએ જ છે ..તો તીખો મોરયો તો બધાય ના ત્યાં બનતો જ હોય છે પણ આજે આપણે મીઠો મોરયો બનાવીશું…

આ મીઠો મોરયો નાનાઓથી મોટાઓ ને ખાવા માં એકદમ હલકો હોય છે ..

આ મીઠો મોરયો ગોળ અને ખાંડ બેવ નાખીને બનાવી શકો છો…ખાંડ ઘણાં બધા અવોઇડ કરતા હોય છે તો ગોડ વારો પણ એકદમ ટેસ્ટી
લાગતો હોય છે.

તો રાહ સેની જોવો છો આજેજ બનાવી દો મીઠો મોરયો…

“મીઠો મોરયો”

સામગ્રી :-

રીત :-

સૌપ્રથમ એક વાટકી મોરયો ધોયી રાખવો.

હવે કઢાઈ માં ઘી ગરમ કરવા મૂકવું.

હવે ઘી માં મોરયો ને સરખું શેકી લેવું.

હવે દૂધ અને પાણી મિક્સ કરી મોરયો માં રેડવું. અને સાથે ખાંડ ઉમેરવી.

હવે ઢાંકણ બન્દ કરી મોરયો સિજવા દેવો. મોરયો સિજતા 2-3 મિનિટ જ લાગશે. હવે તેમાં કાજુ , બદામ , ઈલાયચી પાવડર નાખી મિક્સ કરવું.અને ઉપરથી થોડું ઘી ઉમેરવુ.

હવે ગરમાગરમ મિઠો મોરયો સર્વ કરવો…

ટીપ :- ગોળ વારો બનાવો હોય તો પાણી માં ગોળ ઉમેરી પાણી ઉકળવા મુકુવું ગોળ ઓગળી જાય ત્યાં સુંધી ઉકાળવું.પછી મોરયા માં ઉમેરી સિજવા દેવું.

રસોઈની રાણી : નેહા આર. ઠક્કર

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Exit mobile version