આજના આ કરોડના માલિકને એક સમયે રહેવાના પણ હતા ફાંફા, જૂની વાતો યાદ કરતા કહ્યું કે.. ‘પહેલા હું પાણીની ટાંકી અને મકાનની છત પર સૂઈ જતો’

મિથુન ચક્રવર્તી નુ નામ મિથુન ગૌરાંગ ચક્રવર્તી છે, તેમનો જન્મ સોળ જૂન 1950 ના રોજ કલકતા મા થયો હતો તેમના પિતાનું નામ બસંતો કુમાર અને માતાનું નામ શાંતિરાની છે, મિત્રો મિથુન ચક્રવર્તી હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના એક જાણીતા કલાકાર છે, તેઓ એ કોલકાતા યુનિવર્સિટી અને ભારતીય ફિલ્મ ટેલિવિઝન સંસ્થામાથી તેમનુ શિક્ષણ પ્રાપ્ત કરેલ છે, તેઓ એક અભિનેતા ની સાથે એક સામાજીક કાર્યકર્તા તેમજ એક રાજનેતા પણ છે.

image source

હિંદી સિનેમા જગતના જાણીતા અભિનેતા મિથુન ચક્રવર્તીએ પરદા ઉપર પોતોની એક્ટિંગની સાથે ડાન્સ અને એક્શન દ્વારા ઘણા લાંબા સમય સુધી બોલિવૂડ પર પ્રભુત્વ પ્રાપ્ત કર્યું હતું. તે પોતાના ખાસ અંદાજ અને ડાન્સ માટે હંમેશા દર્શકો ની પહેલી પસંદ રહેતા હતા. તેમણે પોતાના અભ્યાસ ની શરૂઆત કોલકાતા થી કરી હતી.

image source

તેમને પહેલાથી જ એક્ટિંગ પસંદ હતી. એટલા માટે તે એક્ટિંગના અભ્યાસ માટે પુણે ફિલ્મ એન્ડ ટેલીવિઝન ઈંસ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા ચાલ્યા ગયા હતા. મિથુન ચક્રવર્તીએ 1976 માં ફિલ્મ મૃગયા સાથે બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. પ્રથમ ફિલ્મ માટે તેને શ્રેષ્ઠ અભિનેતા નો રાષ્ટ્રીય એવોર્ડ પણ એનાયત કરાયો હતો. મિથુન ચક્રવર્તી એક્ટિંગ, એક્શન અને ડાન્સ એમ દરેકમાં પારંગત હતા. તેમણે વિવિધ ભાષાઓ બંગાળી, હિન્દી, ઓડિયા, ભોજપુરી, તામિલ, તેલુગુ, કન્નડ અને પંજાબીમાં ત્રણસો પચાસ થી વધુ ફિલ્મો કરી છે.

image source

મિથુન ચક્રવર્તીએ પોતા ના જુના દિવસો યાદ કરતા કહ્યું કે, જ્યારે હું મુંબઇ આવ્યો ત્યારે મારી પાસે રહેવા માટે ઘર ન હતું અને હું પાણીની ટાંકી અને મકાન ની છત પર સૂઈ ગયો હતો. મારી લૂક ના કારણે મને ઘણી જગ્યાએ નકારી કાઢવામાં આવ્યો હતો. પરંતુ ત્યારબાદ મેં મારા ડાન્સ પર ફોકસ કર્યુ. 80 ના દાયકામાં ફક્ત મિથુન દાદા જ ચાલી રહ્યા હતા.

image source

તે સમયે અમિતાભ બચ્ચન પ્રખ્યાત થવા લાગ્યા. આ પછી તેમણે ‘મેરા રક્ષક’, ‘સુરક્ષા’, ‘તરાના’, ‘હમ પંચ’, ‘ડિસ્કો ડાન્સર’, ‘પ્યાર ઝુકતા નહીં’ જેવી ફિલ્મો કરી. તેમને ડિસ્કો ડાન્સર થી ઓળખ મળી અને દુનિયાને એક ડાન્સિંગ સ્ટાર મળ્યો જેણે તેની ફેન ફોલોઇંગ ને કારણે ઘણું મેળવી લીધું. મિથુન ચક્રવર્તી હજી પણ ડાન્સને પહેલો પ્રેમ માને છે. તેમના માટે ડાન્સ એ પૂજા છે. તેણે હિન્દી ફિલ્મોમાં ડાન્સ ને નવી ઓળખ આપી. એક સમય એવો હતો જ્યારે મિથુનનો ડાન્સ હીટ બની ગયો.

image source

મિથુન ચક્રવર્તી 1980 ના દશક મા તેઓ એક ડાન્સિંગ સ્ટાર તરિકે જાણીતા હતા મિત્રો મિથૂન ચક્રવર્તી એ પોતાને ભારત ના સૌથી લોકપ્રિય અભિનેતા ના રૂપ મા સ્થાપીત કર્યા છે, મિથુન ચક્રવર્તી ની 1982 મા આવેલી સુપરહિટ ફિલ્મ ડિસ્કો ડાન્સર મા તેમણે એક સ્ટ્રીટ ડાન્સર જિમી ની ભુમિકા નિભાયી હતી. જેણે તેમને એક સુપરસ્ટાર બનાવી દીધા હતા મિત્રો ત્યારબાદ તેમના ચાહકો તેમને ડિસ્કો ડાન્સર તરિકે પણ ઓળખવા લાગ્યા મિત્રો મીથૂન ચક્રવર્તી માટે આ એક શ્રેષ્ઠ સમય હતો ત્યાર પછી તેમણે ક્યારેય પાછળ જોયુ જ નથી.

image source

મિથુન ચક્રવર્તી એ તેમના ફિલ્મી કરિયર ની શરૂઆત સાલ 1976 મા મુરાલ સેન દ્વારા નિર્દેશિત કરાયેલી ફિલ્મ મૃગયા થી કરી હતી. જેમા તેમને બેસ્ટ અભિનેતા માટે રાષ્ટ્રિય ફિલ્મ ઍવોર્ડ પણ મળેલ છે. ત્યારબાદ મિત્રો મિથુન ચક્રવર્તી એ 1976 મા અન્જા ને અને 1977 મા ફુલ ખીલે હે ગુલશન ગુલશન ફિલ્મો મા અભિનય કર્યો પરંતુ તેમને આ ફિલ્મો માટે કોઇપણ સન્માન આપવામા ના આવ્યુ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!