Site icon News Gujarat

મિથુન ચક્રવર્તીની સંપત્તિ વિશે પહેલી જ વખત થયો સૌથી મોટો ઘટસ્ફોટ, બંગલા-ગાડી-પ્રોપર્ટી વિશે જાણીને આંખો ફાટી જશે

મિથુન ચક્રવર્તી એટલે એક એવો અભિનેતા કે જેણે બાળ કલાકાર તરીકેની કરિયરની શરૂઆત કરી હતી અને પોતાને એક સુપરસ્ટાર તરીકે સ્થાપિત કર્યો છે. આજે મિથુન ચક્રવર્તી એક જાણીતો ભારતીય અભિનેતા, પ્રોડ્યુસર, લેખક, સામાજિક કાર્યકર્તા અને પૂર્વ સાંસદ તરીકે ઓળખાય રહ્યો છે. મિથુનને ‘ડાન્સિંગ હિરો’ અને તેની દેશી સ્ટાઇલ માટે જાણવામાં આવે છે. મિથુને માત્ર દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ ફિલ્મ ‘ડિસ્કો ડાન્સર’ થી ઘણી લોકપ્રિયતા મેળવી હતી.મિથૂન ટીવીના સૌથી લોકપ્રિય શો ‘ડાન્સ ઈન્ડિયા ડાન્સ’ ના જજ પણ રહી ચૂક્યા છે. મતલબ કે બોલિવૂડના સર્વશ્રેષ્ઠ અભિનેતા મિથુન ચક્રવર્તી આજે કોઈ અજાણી વ્યક્તિ નથી,

આ રીતે થઈ હતી મિથુનના કરિયરની શરૂઆત

image source

કોલકાતામાં 16 જૂન 1950ના રોજ જન્મેલા મિથુનના બાળપણનું નામ ગૌરાંગ ચક્રવર્તી છે. બોલિવૂડની કુલ 350 ફિલ્મોમાં અભિનય કર્યો હતો. આ સિવાય તેણે બાંગ્લા, ઉડિયા અને ભોજપુરીમાં પણ ઘણી ફિલ્મો કરી છે. બોલિવૂડના દિગ્ગજ અભિનેતાઓમાના એક મિથુન ચક્રવર્તી આજે ‘ધ ડ્રામા કંપની’માં જોવા મળે છે. મિથુન સાથે આ શોમાં બોલિવૂડના ઘણા પ્રખ્યાત હાસ્ય કલાકારો પણ હતાં. મિથુને 1976માં આવેલી ફિલ્મ ‘મૃગ્યા’થી અભિનયની શરૂઆત કરી હતી.

258 કરોડની સંપત્તિનો માલિક મિથુન

image source

મિથુન ચક્રવર્તીની સંપત્તિની વાત કરીએ તો તેમની પાસે લગભગ 258 કરોડની સંપત્તિ હોવાની ચર્ચા થઈ રહી છે. તેમાં તમિલનાડુનું ઊંટિ, મસિનાગુડી અને કર્ણાટકના મૈસુરમાં તેમની કરોડોની લક્ઝરી હોટલો છે.

image source

મિથુનાદાએ થોડા સમય પહેલા મીડિયા સાથે વાતચીત કરતાં તેમની સાથે જોડાયેલી ઘણી વાતો જણાવી હતી. મોનાર્ક હોટેલ્સની સત્તાવાર વેબસાઇટ પર મળતી માહિતી અનુસાર ઉંટીની હોટલમાં 59 ઓરડાઓ, 4 લક્ઝરી સૂઈટ્સ, હેલ્થ ફીટનેસ સેન્ટર, સ્વિમિંગ પૂલ, લેઝર ડિસ્ક થિયેટર, મિડ નાઇટ કાવ બોય બાર અને ડિસ્ક સાથે કિડ્સ કોર્નર પણ છે.

પ્રોપર્ટી જાણીને થઈ જશો ચકિત

image source

મસીનાગુરી બંગલાની વાત કરીએ તો 16 એસી બંગલો, 14 ટ્વિન્સ મચાન, 4 સ્ટાન્ડર્ડ રૂમ, મલ્ટિકલ્ચર રેસ્ટોરન્ટ અને ચિલ્ડ્રન્સ પ્લે ગ્રાઉન્ડ તેમજ હોર્સ રાઇડિંગ અને જીપ થી જંગલ રાઇડની સુવિધા છે. આ સિવાય અહીં નોન-એસી મચાન, બંગલો અને કોટેજ પણ છે. મૈસૂરની હોટેલમાં 18 વેલ ફર્નિશ્ડ એસી કોટેજ, 2 એસી સ્યૂટ્સ અને ઓપન એર મલ્ટીકશ રેસ્ટોરન્ટની સાથે સ્વિમિંગ પૂલ, ટેબલ, મુસાફરીને લગતી સેવા પણ આપવામાં આવે છે.

સલમાન ખાન પણ મિથુનનો ફેન

image source

મિથુન દાએ તેની પ્રથમ ફિલ્મ મૃગયામાં શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ જીત્યો. ત્યારબાદ આ ફિલ્મને બેસ્ટ ફિલ્મ અને બેસ્ટ ડાયરેક્શનનો એવોર્ડ પણ મળ્યો હતો. પરંતુ તે સમયે ફિલ્મ બોક્સ-ઑફિસ પર સંપૂર્ણ ફ્લોપ રહી હતી. સલમાન મિથુન દા નો ખૂબ જ મોટો ફેન છે. શોમાં બજરંગી ભાઈજાનેને મિથુન દાના ઘણા રહસ્યો પણ જાહેર કર્યા હતા કે ડિસ્કો ડાન્સર તેમના કરિયરના શરૂઆતના દિવસોમાં દિવસમાં ચાર શિફ્ટમાં કામ કરતા હતા. સલમાને કહ્યું હતું કે તે એક સેટ પર જતા હતા, ત્યાંનો સીન શૂટ કરીને વિરામ લીધા વગર જ, તે બીજી ફિલ્મના શૂટિંગ પર નીકળી જતાં હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version