આને કહેવાય સાચી દોસ્તી: કોરોના સંક્રમિત મિત્રનો જીવ બચાવવા આ યુવકે સતત 1300 કિમી ચલાવી કાર, અને પહોંચાડ્યો ઓક્સિજન

કોરોનાવાયરસને કારણે દેશભરમાં હાહાકાર મચી ગયો છે. આ સમય દરમિયાન, કોરોના અને આઈસીયુ બેડની સાથે ઓક્સિજન કટોકટી વધી રહી છે. આટલું જ નહીં, એવા ઘણા અહેવાલો છે કે કોરોના દર્દીઓ તેમના સગા જ હોસ્પિટલની બહાર છોડીને જતા રહે છે, આ ઉપરાંત ઘણા લોકો કોરોનાથી મોતને ભેટેલા સ્વજની લાશ લેવાનો ઇનકાર કરી રહ્યા છે.

આ દરમિયાન મિત્રની જિંદગી બચાવવા માટે એક વ્યક્તિએ 1300 કિમી કાર ડ્રાઈવ કરી ઓક્સિજન પહોંચાડ્યો હતો. કોરોના યુગમાં મિત્રતાના મિસાલ જોવા મળી છે. બોકારોના રહેવાસી દેવેન્દ્રકુમાર શર્મા તેમના બાળપણના મિત્ર રાજન સિંહની કોરોનાથી જીવ બચાવા માટે ઓક્સિજન લઈને 1300 કિમી દૂર ગાઝિયાબાદ પહોંચ્યા. રાજનનો પરિવાર હજી બોકારોમાં જ રહે છે.

image source

હકિકતમાં બોકારોમાં રહેતા દેવેન્દ્ર નોકરી કરે છે, અને તેમનો મિત્ર રંજન અગ્રવાલ નોઇડામાં દિલ્હીની આઈટી કંપનીમાં નોકરી કરે છે. આ સમયે, રંજન કોરોના ઇન્ફેક્શનની ઝપેટમાં આવ્યો અને તેનું ઓક્સિજનનું સ્તર સતત ઘટી રહ્યું હતું, પરંતુ ઓક્સિજનની વ્યવસ્થા થઈ શકી નહીં. તે જ સમયે, ડોકટરોએ સ્પષ્ટ કહ્યું હતું કે દર્દીનો જીવ બચાવવા માટે ઓક્સિજનની વ્યવસ્થા કરવી પડશે.

તે દરમિયાન, બોકારોમાં રહેતા દેવેન્દ્રને તેના મિત્રના જીવને જોખમની જાણ થઈ, અને તે ઓક્સિજન સિલિન્ડરની વ્યવસ્થા કરવામાં વ્યસ્ત થઈ ગયો. આ સમય દરમિયાન, તેણે બોકારોમાં ઘણા પ્લાન્ટ અને સપ્લાયરના દરવાજા ખટખટાવ્યા, પરંતુ ખાલી સિલિન્ડર વિના કોઈ પણ ઓક્સિજન આપવા તૈયાર નહોતું. જો કે, આ પછી પણ દેવેન્દ્ર હિંમત હાર્યો ન હતો અને પછી તેના પ્રયત્નોનું પરિણામ આવ્યું.

image source

આ પછી, બીજા મિત્રની મદદથી, બીડા ખાતે ઝારખંડ સ્ટીલ ઓક્સિજન પ્લાન્ટના ઓપરેટરનો સંપર્ક સાધ્યો અને તેમને સમસ્યા જણાવી, તેઓ સંમત થયા, પરંતુ તેમણે ઓક્સિજન સિલિન્ડરની સુરક્ષા નાણાં જમા કરાવવાની શરત આપી. આ પછી, દેવેન્દ્રએ જંબો સિલિન્ડર માટે 10 હજાર રૂપિયા આપ્યા, જેમાં ઓક્સિજનની કિંમત 400 રૂપિયા અને સુરક્ષાના પૈસા 9600 રૂપિયાના સિલિન્ડર હતા.

રાજનને ઓક્સિજનની જરૂર છે તેવા સમાચાર જ્યારે દેવેન્દ્રને મળ્યા ત્યારે તે રાંચીમાં હતો. ત્યાંથી રવિવારે સવારે પાંચ વાગ્યે તે રાંચીથી બોકારો પહોંચ્યો હતો આ પછી રાજનના નાના ભાઈ પ્રશાંતને રવિવારે બપોરે સાથે લઈને કારથી ગાઝિયાબાદ જવા રવાના થયા. દેવેન્દ્રએ ક્યાય પણ ગાડી ન રોકી અને સોમવારે સવારે ગાઝિયાબાદ પહોંચવા માટે સતત 1300 કિ.મી.ની મુસાફરી કરી મિત્રને ઓક્સિજન આપ્યું હતું.

એટલું જ નહીં, જ્યારે દેવેન્દ્ર સિલિન્ડર લઈને દિલ્હી પહોંચ્યો ત્યારે રંજન અગ્રવાલની આંખો ભરાઈ ગઈ. આ પછી, તેણે કહ્યું કે આવા મિત્ર હોય તો કોરોના મારું શું બગાડી શકે. તે જ સમયે, જેઓ રંજનને જાણતા હતા તેઓએ એમ પણ કહ્યું કે ભગવાનને દરેકને આવા મિત્ર આપવો જોઈએ. આ ઉપરાંત બોકારોથી નોઇડા આવેલા દેવેન્દ્ર તેનો મિત્ર સ્વસ્થ નહીં થાય ત્યાં સુધી અહીં રોકાશે.

image source

બોકારો સાથે અભ્યાસ કર્યો, દિલ્હીમાં સાથે જોબ કરી

દેવેન્દ્ર અને રાજને બોકારોમાં કેન્દ્રીય વિદ્યાલય -1 માં સાથે અભ્યાસ કર્યો હતો. 2005માં 12મી પછી રાજન જ્યાં અભ્યાસ માટે દિલ્હી ગયો. તે જ સમયે, દેવેન્દ્રએ બોકરોમાં તેમનો અભ્યાસ ચાલુ રાખ્યો. તે પછી બંનેને દિલ્હીની એક જ ફર્મમાં નોકરી મળી અને તેઓ ત્યાં પણ સાથે રહેવા લાગ્યા. બાદમાં, માતાપિતાનું નિધન થતાં, દેવેન્દ્ર બોકારો પરત ફર્યા અને રાંચીની એક વીમા કંપનીમાં નોકરી શરૂ કરી. તે જ સમયે, રાજને એક આઈટી કંપનીમાં નોકરી શરૂ કરી અને ગાઝિયાબાદમાં રહેવાનું શરૂ કર્યું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!